વીણાએ 137 ચુંબનો પામી સલમાનનો રેકૉર્ડ તોડ્યો
મુંબઈ, 27 ફેબ્રુઆરી : પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે ગઈકાલે એક મિનિટમાં સૌથી વધુ કિસ કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે. તેમના 29મા જન્મ દિવસે વીણા મલિકે સૌથી વધુ કિસ કરી ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવવાનો નિર્ણય કર્યો હતો અને આખરે વીણા મલિકાના નામે આ રેકૉર્ડ નોંધાઈ જ ગયો. વીણા મલિકને તેના ફૅન્સે એક મિનિટમાં 137 કિસ આપી એક નવો રેકૉર્ડ વીણાના નામે કરી નાંખ્યો છે.

આ અગાઉ હાથો ઉપર સૌથી વધુ કિસ કરવાનો રેકૉર્ડ બૉલીવુડના દબંગ સલમાન ખાનના નામે હતો. સલમાન ખાનને તેમના એક નાનકડા ફૅન્સે એક મિનિટમાં 108 વાર હાથો પર કિસ આપી તેમનું નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાવ્યો હતો અને હવે આ રેકૉર્ડ વીણા મલિકાના નામે થઈ ગયો છે.
વીણા મલિકની આવનાર ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લીપ્સના હીરો માટે એક કૉન્ટેસ્ટ આયોજિત કરાઈ હતી. આ કૉન્ટેસ્ટ દરમિયાન ભાગ લેનાર 41 પ્રતિસ્પર્ધીઓએ મળી વીણા મલિકના હાથોએ 137 વાર કિસ કરી. વીણાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે ઘણી બધી એવી બાબતો છે કે જેમાં મેં રેકૉર્ડ નોંધાવ્યાં છે. હું પ્રથમ પાકિસ્તાની ખાતન હતી કે જેણે પ્રથમ વાર ટ્વિટર પર દુનિયા ભરમાં ટ્રેન્ડ કર્યું. આ અગાઉ રિયલિટી શો વીણા કા સ્વયંવરમાં ભાગ લેવા માટે કુલ 75000 અરજીઓ આવી હતી.
વીણા મલિકે પોતાના આ રેકૉર્ડ અંગે જણાવ્યું કે તેઓ સલમાન કરતા બહુ આગળ નિકળી ચુક્યાં છે. તેમને 137 ચુંબનો મળ્યાં છે. જોકે અમારી ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લિપ્સની ટીમે નક્કી કર્યું છે કે અમે 20 વિશ્વ રેકૉર્ડ તોડીશું. આ તેમાનો એક હતો. વીણા મલિકે એમ પણ જણાવ્યું કે એમ તો સ્ક્રીન પર કોઈને કિસ કરવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આજકાલની ફિલ્મોની સફળતા માટે આ બધુ જરૂરી થઈ ગયું છે. વીણાએ જણાવ્યુ કે સ્ક્રીન ઉપર તેઓ કોઈ હીરોને કિસ કરવાની ઇચ્છા નથી ધરાવતાં, પરંતુ સલમાન મને ખૂબ પસંદ છે અને સલમાન જોકે કોઈને ફિલ્મમાં કિસ નથી કરતાં, તેથી હું ઇચ્છું, તોય તેમને ચૂમી શકું નહીં.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
