દુલ્હનિયા આલિયાને ચુમ્બન ચોળતો હમ્પ્ટી વરુણ!
મુંબઈ, 21 મે : કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર દ્વારા બૉલીવુડમાં સ્થાપિત થનાર અભિનેત્રી આલિયા ભટ્ટ ભલે જાહેરમાં વરુણ ધવન સાથે રોમાંસની અફવાઓ અંગે પરવાહ ન કરતાં હોય, પણ જ્યાં સુધી ઑનસ્ક્રીન રોમાંસની વાત છે, તો આલિયા પુનઃ એક વાર વરુણ સાથે રોમાંસ કરવા તૈયાર છે.
આલિયા ભટ્ટ કરણ જૌહર સાથે ફરી આવી રહ્યાં છે. કરણ જૌહરની આવનાર ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વરુણ ધવન લીડ રોલમાં છે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે કે જેમાં વરુણ ધવન આલિયા ભટ્ટને કિસ કરી રહ્યાં છે. આલિયા આ ફિલ્મ અંગે ખૂબ જ ઉત્સાહિત છે અને કહે છે કે તેમને કરણની દૂરદર્શિતા ઉપર પૂર્ણ ભરોસો છે.
ચાલો બતાવીએ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાનો ફર્સ્ટ લુક અને વધુ માહિતી :

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા
આલિયા ભટ્ટની આગામી ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે કે જેમાં વરુણ ધવન આલિયાને કિસ કરી રહ્યાં છે.

કરણ-વરુણ રિપીટ
આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ કરણ જૌહરની સ્ટુડન્ટ ઑફ ધ ઈયર હતી કે જેમાં આલિયા સાથે વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા હતાં. હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા કરણ જૌહરની ફિલ્મ છે. આમ આલિયા કરણ અને વરુણ સાથે બીજી વાર કામ કરી રહ્યાં છે.

હાઈવે
સ્ટુડન્ટ ઑફ ધ ઈયર બાદ આલિયા ભટ્ટે ઇમ્તિયાઝ અલીની હાઈવે ફિલ્મ કરી અને તે સુપરહિટ રહી. ફિલ્મમાં આલિયાના અભિનયના ભરપૂર વખાણ થયાં.

2 સ્ટેટ્સ
આલિયા ભટ્ટની ત્રીજી ફિલ્મ 2 સ્ટેટ્સ હતી કે જે સફળ રહી હતી. ચેતન ભગતની નવલકથા 2 સ્ટેટ્સ પર આધારિત આ ફિલ્મમાં આલિયા અને અર્જુન કપૂરની જોડી હતી કે જે હિટ રહી હતી.

શાનદાર
આલિયા ભટ્ટની આગામી ફિલ્મોમાં વિકાસ બહલની શાનદારનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેમના હીરો શાહિદ કપૂર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
