Valentine Spcl : ઇશ્ક કરવું તો કોઈ આમનાથી શીખે...
મુંબઈ, 14 ફેબ્રુઆરી : મિત્રો પ્રેમ એક એવો શબ્દ છે કે જેનાથી દુનિયાનો ભાગ્યે જ કોઈ માણસ અપરિચિત હશે. દરેકના દિલમાં સુંદર સાથી અને તેનો પ્રેમ પામવાની ઝંખનાહોય છે. ફરક માત્ર એટલો હોય છે કે કોઈ કહી નાંખે છે, તો કોઈ લાગણીઓને દિલમાં જ ધરબી રાખે છે. આ શબ્દ એવો છે કે જેની ઉપર કેટકેટલીય ગઝલો, કાવ્યો, વાર્તાઓ, શાયરીઓ અને ગીતો લખાઈ ચુક્યાં છે. સમયબ બદલાયો, લોકોની પસંદગી પણ બદલાઈ, પરંતુ અહેસાસ કે મહોબ્બતમાં તસુભાર પણ પરિવર્તન આવ્યાં નથી.
પ્રેમનો સંબંધ ખૂબ જ અણમોલ છે. ભલે સંબંધોમાં ઉણપ કે અંતર આવી જાય, પણ જો સંબંધ સાચે જ પ્રેમ વડે બંધાયો હોય, તો તે ક્યારેય તુટતો નથી. કરણ જૌહરની હિટ ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં વારંવાર હીરો શાહરુખ ખાન આમ જ કહે છે કે હમ એક બાર જીતે હૈં, એક બાર મરતે હૈં, ઇસલિએ જિંદગી મેં પ્યાર ભી કેવલ એક બાર હોતા હૈ. શાહરુખના આ વાક્ય સાથેના ઘણા દાખલા બૉલીવુડ જગતમાં જોવા મળ્યા છે અને મળતા રહે છે.
ચાલો વૅલેંટાઇન ડે પ્રસંગે આપની મુલાકાત કરાવીએ કેટલીક એવી જોડીઓ સાથે :

ડિમ્પલ-રાજેશ
માત્ર 16 વર્ષની વયે બૉલીવુડમાં પ્રવેશ કરી લોકોના દિલો પર રાજ કરનાર અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ પોતાની પ્રથમ સુપર હિટ ફિલ્મ બૉબી રિલીઝ થતા પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે અપુખ્ત વયે લગ્ન કરી લીધાં. દસ વર્ષ ચાલેલ આ લગ્નજીવનથી તેમને બે દીકરીઓ ટ્વિંકલ અને રિંકી અવતરી, પણ દસ વર્ષ પછી બંને જુદા થઈ ગયાં. આમ છતાં બંનેએ છુટાછેડા ન લીધાં અને રાજેશના અંતિમ સમય સુધી ડિમ્પલ તેમના પત્ની બની રહ્યાં અને પત્ની તરીકેની તમામ ફરજો અદા કરી.

રણધીર-બબીતા
ગ્રેટ શો મૅન રાજ કપૂરના મોટા પુત્ર રણધીર કપૂરે પોતાના જમાનાના જાણીતા અભિનેત્રી બબીતા સાથે લગ્ન કર્યા હતાં. રણધીરની ગાડી તો ફિલ્મોમાં વધુ નહોતી ચાલતી, પણ બબતીની ગણતરી નામચીન અભિનેત્રીઓમાં થતી હતી. પોતાની સફળતાની પરાકાષ્ઠાએ બંનેએ પ્રેમ લગ્ન કર્યાં અને 8-9 વર્ષમાં જ બંનેને અહેસાસ થઈ ગયું કે તેઓ સાથે નહીં રહી શકે. બબીતા પોતાની બંને દીકરીઓ કરિશ્મા અને કરીના સાથે જુદા થઈ ગયાં. જોકે પતિ-પત્નીના અણબનાવની અસર દીકરીઓ પર નહીં થઈ. રણબીર કે બબીતા, કોઇએ બીજા લગ્ન નહીં કર્યાં અને ન છુટાછેડા લીધાં.

રાખી-ગુલઝાર
બૉલીવુડના સશક્ત અભિનેત્રી રાખીએ જાણીતા શાયર ગુલઝાર સાથે લગ્ન કર્યાં. તેઓ ગુલઝારના બીજી પત્ની બન્યાં અને તેમને એક દીકરી મેઘના પણ છે. બંને સિતારા ગઝબની પ્રતિભા ધરાવે છે, પણ સાથે ન રહી શક્યાં. પુત્રીના જન્મના એક વર્ષ બાદ જ રાખી-ગુલઝાર જુદા થઈ ગયાં, પણ તેમણે છુટાછેડા ન લીધાં. આજે પણ ગુલઝારની સફળતાએ રાખી સ્મિત કરે છે, તો ગુલઝાર પોતાની રચનાઓમાં રાખીને યાદ કરે છે.

કલમ-સારિકા
સાઉથના સુપર સ્ટાર કમલ હસને પણ સારિકા સાથે પ્રેમ કર્યો અને શ્રુતિના જન્મ બાદ લગ્ન કર્યાં, પણ લાંબા સમય બાદ બંને જુદા થઈ ગયાં. આજ સુધી સ્પષ્ટ નથી થયું કે બંને વચ્ચે છુટાછેડા થયાં છે કે નહીં.

ઝીનત-મઝહર
વીતેલા જમાનાની હૉટ અભિનેત્રી ઝીનત અમાને અભિનેતા મઝહર ખાન સાઘે લગ્ન કર્યા હતાં. પછીથી તેમને જાણ થઈ કે મઝહર ડ્રગ્સના બંધાણી છે. તેઓ ઝીનત પર અત્યાચાર કરતા હતાં. તેથી ઝીનત પોતાના બંને પુત્રો સાથે પોતાના માતા પાસે આવી ગયાં, પણ તેમણે મઝહરને છોડ્યાં નહીં અને તેમના અંતિમ સમયે તેમની સાથે રહ્યાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
