Raj Kundra Net Worth: મુંબઈ અને લંડનમાં આલીશાન બંગલા, ગાડીએ, કુલ સંપત્તિ જાણી ચોંકી જશો
UT69 Actor Raj Kundra Net Worth: શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર ચર્ચામાં છે. રાજ કુન્દ્રાએ ફિલ્મ UT69થી અભિનયની શરૂઆત કરી છે. આ ફિલ્મનું ટ્રેલર બહાર આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ UT69 રાજ કુન્દ્રાના જીવન પર આધારિત છે.
આ ફિલ્મમાં રાજ પોતે તેનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે એડલ્ટ ફિલ્મ બનાવવાના આરોપમાં રાજ કેવી રીતે મુંબઈની આર્થર રોડ જેલમાં જાય છે. ફિલ્મોમાં આવતા પહેલા જ રાજ કુન્દ્રાની ગણતરી દુનિયાના સફળ બિઝનેસમેનમાં થતી હતી.

આજે રાજ કુન્દ્રા દેશ અને દુનિયામાં જાણીતું નામ છે. જો કે, ભારતમાં લોકો તેને એક બિઝનેસમેન કરતાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ તરીકે વધુ ઓળખે છે, જ્યારે વિશ્વના ઘણા શહેરોમાં તેની છબી એક સફળ બિઝનેસમેનની છે. તે એક બિઝનેસમેન છે જેણે પોતાના દમ પર આ પદ હાંસલ કર્યું છે. આવો જાણીએ UT69 સાથે ડેબ્યૂ કરી રહેલા રાજ કુન્દ્રાની નેટવર્થ અને જીવનશૈલી વિશે.
એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા રાજનો ઉછેર તેના માતા-પિતાએ મુશ્કેલીમાં કર્યો હતો. તે નાનપણથી જ પૈસાની કિંમત સમજે છે. જ્યારે તે 18 વર્ષનો થયો ત્યારે તેના પિતાએ કહ્યું, 'કાં તો અમારી રેસ્ટોરાં ચલાવ અથવા તારો પોતાનો વ્યવસાય શરૂ કર. આને ગંભીરતાથી લઈને રાજે તેની યાત્રા શરૂ કરી.
રાજ પહેલા ખિસ્સામાં થોડા પૈસા લઈને દુબઈ ગયો. હીરાના વેપારીઓને મળ્યો પરંતુ કામ ન થયું. રાજ ત્યાંથી નેપાળ ગયો. પશ્મિનાની કેટલીક શાલ ખરીદી અને બ્રિટનમાં કેટલાક બ્રાન્ડેડ સ્ટોર દ્વારા વેચવાનું શરૂ કર્યું. જેમ જેમ આ ધંધો વધતો ગયો તેમ તેમ તેમાં સ્પર્ધા પણ વધી. આ પછી રાજ ફરીથી હીરાનો વ્યવસાય કરવા દુબઈ ગયો.
રાજ કુંદ્રાએ ત્યારથી લઈને આજ સુધી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને આજે તે વિવિધ ક્ષેત્રોની લગભગ 10 કંપનીઓની માલિકી ધરાવે છે અથવા તેમાં હિસ્સો ધરાવે છે.
ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર રાજકુંદ્રાની કુલ સંપત્તિ 550 મિલિયન ડૉલર એટલે કે 4 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે શિલ્પા શેટ્ટી 14 મિલિયન ડૉલર એટલે કે 130 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે. એટલે કે આવકના મામલે તે પોતાની પત્ની શિલ્પા કરતા 10 ગણો આગળ છે. 2004માં, એક બ્રિટિશ મેગેઝિન દ્વારા રાજ કુન્દ્રા એશિયાના સૌથી ધનિક બ્રિટનની યાદીમાં 198મા ક્રમે હતો.
રાજે શિલ્પા માટે સી ફેસિંગ રોયલ બંગલો ખરીદ્યો જેનું નામ 'કિનારા' છે. આ સિવાય વિદેશમાં પણ તેની ઘણી પ્રોપર્ટી છે. જેમાં 7 બેડરૂમ ધરાવતું આલીશાન ઘર 'રાજમહેલ' છે અને લંડનમાં 7 કરોડ રૂપિયાનો આલીશાન ફ્લેટ પણ છે. રાજે ફરી એકવાર શિલ્પાને લેમ્બોર્ગિની કાર ગિફ્ટ કરીને બધાને ચોંકાવી દીધા.
ખાસ વાત એ હતી કે આ સુપર લક્ઝરી કાર ભારતમાં લૉન્ચ થયા પહેલા જ શિલ્પાના ગેરેજમાં આવી ગઈ હતી. આ સિવાય રાજે શિલ્પાને એક મર્સિડીઝ બેન્ઝ વી-ક્લાસ કાર ગિફ્ટ કરી હતી, જેની કિંમત 71.10 લાખ રૂપિયાથી લઈને લગભગ 1.46 કરોડ રૂપિયા સુધીની છે.
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા એ બૉલીવુડ સેલેબ્સની યાદીમાં સામેલ છે જેમની પાસે પ્રાઈવેટ જેટ છે. તે ઘણીવાર પોતાના પ્રાઈવેટ જેટમાં વેકેશન માટે જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
