બોની કપૂરનો ઉર્વશીને કમરથી નીચે સ્પર્શતો વીડિયો વાયરલ, અભિનેત્રીએ તોડ્યુ મૌન
બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલાએ એ વીડિયો પર જવાબ આપ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મ નિર્માતા બોની કપૂરે એક કાર્યક્રમ દરમિયાન તેમને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો.
બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલાએ એ વીડિયો પર જવાબ આપ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મ નિર્માતા બોની કપૂરે એક કાર્યક્રમ દરમિયાન તેમને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. સોશિયલ મીડિયા પર ઉર્વશીનો બોની કપૂર સાથે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બતાવવામાં આવ્યુ છે કે કપૂર ઉર્વશીને કમરથી નીચે સ્પર્શ કરી રહ્યા છે. ઉર્વશીએ આ વીડિયો પર નારાજગી વ્યક્ત કરતા કહ્યુ છે કે આ કોઈ સમાચાર નથી આ બકવાસ છે.
|
રિસેપ્શનનો છે વીડિયો, થયો વાયરલ
રવિવારે મુંબઈમાં ફંક્શન દરમિયાન બોલિવુડના ઘણા જાણીતા સ્ટાર્સ પહોંચ્યા હતા. અહીં બધા સ્ટાર્સ મીડિયાને ફોટો આપી રહ્યા હતા તો બોની કપૂર અને ઉર્વશી રાઉતેલા લગભગ એકસાથે અહીં પહોંચ્યા. બંને સાથે મીડિયાને ઘણી ફોટા પણ આપ્યા. આ દરમિયાનનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો જેમાં તે ઉર્વશી રાઉતેલાની કમર નીચે સ્પર્શતા જોવા મળ્યા. આમાં ઉર્વશીને જોઈને એવુ ન લાગ્યુ કે તે અસહજ છે કે બોની કપૂરે આ જાણીજોઈને કર્યુ પરંતુ સોશિયલ મીડિયા પર આ વિશે સવાલ શરૂ થઈ ગયા.

ટ્રોલ થયા બોની કપૂર
આ વીડિયો ઘણી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો તો વાયરલ થઈ ગયો અને ત્યારબાદ બોની કપૂર સામે એક ગુસ્સો દેખાયો. સોશિયલ મીડિયા યુઝર્સે બોની કપૂરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. લોકોએ કહ્યુ કે શું બોની કપૂરે ખરેખર ઉર્વશી રાઉતેલાની પાછળ હાથ માર્યો કે પછી ભૂલથી થયુ. એક યુઝરે તો અહીં સુધી લખી દીધુ છે કે ઉર્વશીએ તેમને થપ્પડ કેમ ન મારી. સોશિયલ મીડિયા પર આ વાયરલ થયા બાદ ઉર્વશીએ આનો જવાબ આપ્યો છે.
|
ઉર્વશીએ આપ્યો આ જવાબ
વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ અભિનેત્રીએ એક ટ્વીટ કરીને પોતાની વાત કહી છે. ઉર્વશી રાઉતેલાએ પોતાના ટ્વીટમાં લખ્યુ કે ભારતનું સૌથી મોટુ ન્યૂઝપેપર અને આ ન્યૂઝ. કૃપા કરી તમે મહિલાશક્તિ અને તેમના સમ્માનની વાત ન કરો. કારણકે તમને ખબર નથી કે મહિલાનું સમ્માન કરવુ શું હોય છે?

પ્રોડ્યુસર જયંતિલાલ ગડાના પુત્રના લગ્નના રિસેપ્શનનો વીડિયો
31 માર્ચના રોજ પ્રોડ્યુસર જયંતિલાલ ગડાના પુત્ર અક્ષય ગડાના વેડિંગ રિસેપ્શનમાં બોલિવુડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. બોની કપૂર અને ઉર્વશી રાઉતેલા ઉપરાંત મિની માથુર, કબીર ખાન, પૂનમ ઢિલ્લોન, સુભાષ ઘાઈ અને અર્જૂન રામપાલ જેવા લોકો પણ પહોંચ્યા હતા. આ દરમિયાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો અને આના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવવા લાગી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
