ભગવદ ગીતા હાથમાં લઈ ઉર્ફી જાવેદે આપ્યુ વિવાદિત સ્ટાઈલ સ્ટેટમેન્ટ, જુઓ વાયરલ Video
ઉર્ફી જાવેદે પોતાના લેટેસ્ટ એરપોર્ટ લુકથી એક વાર ફરીથી વિવાદ ઉભો કરી દીધો છે.
મુંબઈઃ બિગ બૉસ ફેમ ઉર્ફી જાવેદ હંમેશા પોતાના વિચિત્ર અને બેઢંગી ડ્રેસના કારણે છવાયેલી રહે છે અને ઘણીવાર પોતાના ડ્રેસના કારણે ટ્રોલ થતી રહે છે. હવે અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ એરપોર્ટ લુકથી એક વાર ફરીથી વિવાદ ઉભો કરી દીધો છે. સોમવાર 10 જાન્યુઆરીએ તેને એરપોર્ટ પર વ્હાઈટ કેઝ્યુઅલ ટી શર્ટમાં સ્પૉટ કરવામાં આવી. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

કેઝ્યુઅલ ટી શર્ટ સાથે હાથમાં ભગવદ ગીતા લઈને જોવા મળી
ઉર્ફી જાવેદ એરપોર્ટ લુકમાં કેઝ્યુઅલ ટી શર્ટ પહેર્યુ હતુ અને હાથમાં ભગવદ ગીતા લીધેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ જે ટીશર્ટ પહેર્યુ છે તેમાં એવી વાત લખી છે જેના કારણે વિવાદ ઉભો થઈ ગયો છે. જો કે ટીશર્ટ પર લખેલુ નિવેદન મજાક જેવુ છે.

ઉર્ફીએ જે ટીશર્ટ પહેર્યુ છે તેમાં લખ્યુ છે...
વાસ્તવમાં ઉર્ફીએ જે ટી શર્ટ પહેર્યુ છે તેમાં લખ્યુ છે, 'જાવેદ અખ્તરની પૌત્રી નથી' પરંતુ જે વાતે સહુનુ ધ્યાન ખેંચ્યુ તે હતી ઉર્ફીના હાથમાં હાજર - ભગવદ ગીતા.

અભિનેત્રીના હાથમાં ગીતાના કારણે મચ્યો હોબાળો
આ વીડિયોને સેલિબ્રિટી ફોટોગ્રાફર વાયરલ ભાયાણી દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે જે જોરદાર વાયરલ થઈ રહ્યો છે. દર વખતે જ્યાં ઉર્ફી જાવેદ બોલ્ડ કપડામાં જોવા મળે છે ત્યાં આ વીડિયોમાં તે આખા ડ્રેસમાં જોવા મળી રહી છે પરંતુ તેના પર લખેલી વાત અને હાથમાં ભગવત ગીતાએ લોકોનુ ધ્યાન ખેંચ્યુ.

ઉર્ફી પવિત્ર પુસ્તકને સમ્માન નથી આપી રહી
અભિનેત્રીની આ પુસ્તક પર બંને પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમુકે કહ્યુ કે ઉર્ફી પવિત્ર પુસ્તકને સમ્માન નથી આપી રહી. ટેલીવિઝન અભિનેત્રીને આ પ્રકારની ટિપ્પણીઓ સાથે મોટાપાયે ટ્રોલ કરવામાં આવી રહી છે. આ 'સમ્માન નથી પવિત્ર પુસ્તકનુ. પવિત્ર પુસ્તક દિલની આગળ ન હોવુ જોઈએ અને આ જુઓ ક્યાં લગાવી રાખ્યુ છે.' બીજાએ લખ્યુ, 'શ્રીમદ ભગવદગીતા વાંચવા માટે છે નહિ કે ફોટો પડાવવા માટે.'

બૉડી કવર જોઈને લોકો બોલ્યા - પવિત્ર પુસ્તકની આ છે અસર
એક યુઝરે લખ્યુ, 'ખુશી એ વાતની થઈ કે આજે બૉડી કવર છે.' એક યુઝરે દાવો કર્યો કે આ પવિત્ર પુસ્તકનો પ્રભાવ છે જે તેના હાથમાં છે. જેવુ કે તેણે લખ્યુ હતુ, 'આના હાથમાં ભગવત ગીતા આવતા જ બદલાઈ ગઈ.' વળી, અન્ય એક વ્યક્તિએ જાણીતા ગીતકાર જાવેદ અખ્તર સાથે સંબંધિત ન હોવાના તેના દાવા વિશે ટિપ્પણી કરી કારણકે તેણે લખ્યુ, 'તમે આમ પણ તેમની પૌત્રી ન હોઈ શકો. એ બૉલિવુડમાં સમ્માનિત પરિવારમાંના એક છે.'
હું અત્યારે ભગવત ગીતા વાંચી રહી છુ
તમને જણાવી દઈએ કે ઈન્ડિયા ટુડેને હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ઉર્ફીએ કહ્યુ હતુ કે તે વર્તમાનમાં પવિત્ર પુસ્તક વાંચી રહી છ. તેણે કહ્યુ હતુ કે હું અત્યારે ભગવત ગીતા વાંચી રહી છુ. હું બસ એ ધર્મ વિશે વધુ જાણવા માંગુ છુ. મને તેના તાર્કિક હિસ્સામાં વધુ રસ છે. મને અતિવાદથી નફરત છે માટે હું માત્ર સારાને કાઢવા માંગુ છુ. પવિત્ર પુસ્તકનો હિસ્સો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
