ઉર્ફી જાવેદની સાઈકલની તૂટી ગઈ ચેન, બાદમાં જે થયુ એ જોઈ સહુ કોઈ ચોંકી ગયા, વીડિયો વાયરલ

ઉર્ફી જાવેદે સાઈકલ તૂટેલી ચેન પહેરીને એક બોલ્ડ વીડિયો શેર કર્યો છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Urfi Javed Video: ઉર્ફી જાવેદ હવે કોઈ ઓળખની મોહતાજ નથી. તેના અતરંગી ડ્રેસના કારણે હંમેશા તે છવાયેલી રહે છે અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરે છે. તેના અવનવા ડ્રેસના કારણે તેની લોકો ચર્ચા કરે છે અને મજાક પણ ઉડાવે છે. લોકો ઉર્ફીને ઘણી ખરી-ખોટી પણ સંભળાવે છે પરંતુ તેને એનાથી કોઈ ફરક પડતો નથી. થોડા દિવસ પહેલા જ તેણે નેટનો ડ્રેસ પહેર્યો હતો. જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી હતી. હાલમાં તેણે સાઈકલની તૂટેલી ચેનથી ડ્રેસ બનાવ્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઉર્ફી જાવેદે સાઈકલની તૂટેલી ચેનથી બનાવ્યો ડ્રેસ

ઉર્ફી જાવેદે સાઈકલની તૂટેલી ચેનથી બનાવ્યો ડ્રેસ

સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લેટેસ્ટ રીલ વીડિયો શેર કર્યો છે જેમાં તે સાઇકલ ચલાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફીની સાઈકલની ચેન અચાનક તૂટે છે. બીજી જ ક્ષણે તેને એક વિચાર આવે છે અને તે સાયકલની ચેનથી ડ્રેસ બનાવે છે. આ અતરંગી ડ્રેસ સાથે તેણે બ્લેક હીલ્સ કેરી કરી છે.

ઉર્ફીએ કહ્યુ - ક્યારેય કર્યુ ન હોય પરંતુ હું કરી શકુ છુ

ઉર્ફીએ કહ્યુ - ક્યારેય કર્યુ ન હોય પરંતુ હું કરી શકુ છુ

આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા ઉર્ફીએ કેપ્શનમાં લખ્યુ છે - સાયકલની સાંકળ!! મે તેનો ડ્રેસ બનાવવાનુ ક્યારેય વિચાર્યુ ન હતુ. જો કે આ વિચાર નહોતો, એક મિત્રએ મજાકમાં કહ્યુ કે આણે તો સાયકલની ચેઇનથી ડ્રેસ બનાવ્યો - હું એવી છુ કે મે ક્યારેય કર્યુ નથી, પણ હું તે કરી શકુ છુ.

ઉર્ફીએ ગ્રીન નેટમાં પહેર્યો અતરંગી ડ્રેસ

ઉર્ફીએ ગ્રીન નેટમાં પહેર્યો અતરંગી ડ્રેસ

તમને જણાવી દઈએ કે ઉર્ફીએ થોડા દિવસો પહેલા ગ્રીન કલરની નેટથી એક અસામાન્ય આઉટફિટ બનાવ્યો હતો. તેની અંદર, તેણીએ સમાન રંગની બિકીની પહેરી હતી અને તેના ચહેરા પર માસ્ક પણ લગાવ્યુ હતુ. જોકે, આ લુક માટે યુઝર્સે તેની ઘણી ટીકા કરી હતી. લોકોએ સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવતા લખ્યુ - હવે તો બહુ થઈ ગયુ.

મ્યૂઝિક વીડિયોએ મચાવ્યો હતો હોબાળો

મ્યૂઝિક વીડિયોએ મચાવ્યો હતો હોબાળો

સોશિયલ મીડિયા સેન્સેશન અને અભિનેત્રી ઉર્ફી જાવેદ એક યા બીજા કારણોસર ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. થોડા દિવસો પહેલા તેનો નવો મ્યુઝિક વિડિયો 'હાય-હી યે મજબૂરી' રિલીઝ થયો હતો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. લોકોને તેનો આ મ્યુઝિક વીડિયો ખૂબ જ અદભુત લાગ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X