Pics : દેઓલ વોહરા, તો તિવારી બનશે કોહલી
મુંબઈ, 22 જૂન : કોઈ પણ યુવતી માટે લગ્ન તેના જીવનનો સૌથી મોટો પરિવર્તનશીલ તબક્કો હોય છે. એક સામાન્ય યુવતી પણ જ્યારે લગ્ન કરે છે ત્યારે અનેક ઓરતાઓ સાથે પતિના ઘરે પ્રવેશ કરે છે. એક યુવતી માટે લગ્ન કરવાનો અર્થ છે કે લગ્ન પહેલાનું આખું જીવનનો ત્યાગ કરવો.
ભારતીય લગ્નસંસ્થાની આ સૌથી મોટી અને મહત્વની બાબત છે કે કોઈ પણ યુવતી લગ્ન કરતાં જ તેની અટક બદલાઈ જાય છે. તેની જૂની અટકનો એ ત્યાગ કરે છે અને તે સાથે જ લગ્ન પહેલાનું તેનું આખું જીવન પણ ત્યજાઈ જાય છે. હવે તેમાં કેટલાંય નામો જોડાતા જાય છે. તાજેતરમાં જ ધર્મેન્દ્ર અને હેમા માલિનીના પુત્રી અહાના દેઓલના વૈભવ વોહરા સાથે સગપણ થયાં, તો શ્વેતા તિવારી પણ અભિનવ કોહલી સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ સાથે જ દેઓલ બની જશે વોહરા, તો તિવારી બની જશે કોહલી.
આવો આપણે 1980-90ના દશકાની બૉલીવુડ અભિનેત્રીઓ વિશે જાણીએ કે જેઓ લગ્ન બાદ સરનેમ બદલવાની સાથે-સાથે સાચે જ વેલસેટ પણ થઈ ગઈ છે.

મુનીમ હવે અંબાણી
1980ના દશકાના જાણીતા અભિનેત્રી ટીના મુનીમ અનિલ અંબાણી સાથે લગ્ન કરી હવે ટીના અંબાણી તરીકે ઓળખાય છે. કહેવાય છે કે ટીના અને રાજેશ ખન્નાએ 1981થી 1987 સુધી લાંબી ડેટિંગ કરી હતી, પરંતુ લગ્ન બાદ ટીના મુનીમમાંથી અંબાણી બની વેલસેટ થઈ ચુક્યાં છે.

યંગર હવે કપૂર
પોતાના જમાનાના હૉટેસ્ટ અને હિટ અભિનેત્રી શ્રી અમ્મા યંગર એટલે કે શ્રીદેવી આજે શ્રીદેવી કપૂર તરીકે ઓળખાય છે. તેમણે બૉની કપૂર સાથે લગ્ન કર્યાં છે અને તેમના બે બાળકો પણ છે. જોકે પંદર વરસ સુધી પડદાથી દૂર રહેનાર શ્રીદેવીએ તાજેતરમાં જ ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મ દ્વારા કમબૅક કર્યુ છે.

અગ્નિહોત્રી હવે વીરવાણી
રતિ અગ્નિહોત્રી અહીં દેખાય છે પોતાના પુત્ર તનુજ સાથે. એક દૂજે કે લિએ જેવી હિટ ફિલ્મ આપનાર રતિએ 1985માં અનિલ વીરવાણી સાથે લગ્ન કર્યાં અને રતિ વીરવાણી બની ગયાં.

કોલ્હાપુરે હવે શર્મા
પ્રેમ રોગ, પ્યાર ઝુકતા નહીં જેવી ફિલ્મોથી જાણીતાં થયેલ પદ્મિની કોલ્હાપુરેએ ટુટુ શર્મા સાથે લગ્ન કર્યાં. આમ તેઓ કોલ્હાપુરેમાંથી શર્મા બની ગયાં.

કોઠારી હવે સોની
બૉલીવુડમાં નીલમ નામ સાથે પ્રવેશ કરનાર નીલમ કોઠારી હવે નીલમ સોની બની ગયાં છે. તેમણે સમીર સોની સાથે લગ્ન કર્યાં છે. નીલમે ગોવિંદા અને ચંકી પાન્ડે સાથે અનેક હિટ ફિલ્મો કરી હતી.

શેષાદ્રિ હવે માયસોર
એંસીના દાયકાના હિટ અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રિ હવે મિનાક્ષી માયસોર તરીકે અમેરિકા સેટલ થઈ ગયાં છે. તેમણે હરીશ માયસોર સાથે લગ્ન કર્યાં છે અને તસવીરમાં તેઓ પતિ અને બે બાળકો જોશ તેમજ કેન્દ્ર સાથે દેખાય છે.

દીક્ષિત હવે નેને
એક દો તીન અને ધક ધક ગર્લ તરીકે જાણીતાં માધુરી દીક્ષિત પણ હવે શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા બાદ માધુરી નેને થઈ ગયાં છે. તેઓ પણ અમેરિકામાં સેટલ્ટ થઈ ગયાં છે. તેમને બે બાળકો છે. જોકે તાજેતરમાં માધુરી ભારત આવી પુનઃ બૉલીવુડમાં સક્રિય થયાં છે.

પટવર્ધન હવે દાસાણી
પ્રથમ જ ફિલ્મ મૈંને પ્યાર કિયા દ્વારા ધમાકેદાર બૉલીવુડમાં પ્રવેશ કરનાર ભાગ્યશ્રી એટલે કે ભાગ્યશ્રી પટવર્ધનમાંથી હવે દાસાણી બની ચુક્યાં છે. તેમણે હિમાલય દાસાણી સાથે લગ્ન કર્યા છે. જોકે લગ્ન બાદ પણ ભાગ્યશ્રીએ પોતાના પતિ સાથે પુનઃ સક્રિય થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સફળતા મળી નહીં.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
