Tunisha Sharma Death: તુનિષા શર્માની માતાએ કહ્યુ - શીજાન તેને દૂરની હૉસ્પિટલમાં કેમ લઈ ગયો?
તુનિષા શર્મા મોત મામલે માતા વનિતાએ શીજાન ખાન પર સવાલ ઉઠાવીને કહ્યુ કે નજીકની હૉસ્પિટલો છોડીને તે દૂરની હૉસ્પિટલમાં તેમની દીકરીને કેમ લઈ ગયો?
Tunisha Sharma Death: ટીવી જગતની જાણીતી 20 વર્ષીય કલાકાર તુનિષા શર્માએ મેકઅપ રુમમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાના કેસમાં પોલીસ તપાસ હજુ ચાલુ છે. આ દરમિયાન શીજાન અને તુનિષાના સંબંધો પર ઘણા નિવેદનો આવી ચૂક્યા છે. તુનિષાની મા વનિતા શર્માએ શીજાનની નિયત અને તેના અપ્રોચ પર સવાલ ઉઠાવીને કહ્યુ કે તુનિષાની મોત હત્યા કે આત્મહત્યા બંને હોઈ શકે છે પરંતુ સવાલ એ છે કે શીજાન તેને દૂરની હૉસ્પિટલમાં કેમ લઈ ગયો?

તુનિષાની માતાએ મોબાઈલ કૉલની વોઈસ રેકોર્ડિંગ સંભળાવી
મૃતક તુનિષાની માતાએ કહ્યુ કે ઘટનાથી પાંચ મિનિટના અંતરે હૉસ્પિટલો હતીૉ પરંતુ તેણે દૂરની હૉસ્પિટલમાં જવાનુ કેમ નક્કી કર્યુ? તુનિષા શ્વાસ લઈ રહી હતી માટે તેને બચાવી શકાઈ હોત. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તુનિષાની માતાએ મોબાઈલ કૉલની વોઈસ રેકોર્ડિંગ પણ સંભળાવી. 21 ડિસેમ્બરના રેકોર્ડિંગનુ વર્ણન કરતાં તુનિષાની માતા વનિતા શર્માએ કહ્યુ કે તુનિષા સાથે તેમના સંબંધો ખૂબ સારા સંબંધો હતા.
|
બંને પરિવારો વચ્ચે આરોપ-પ્રત્યારોપ યથાવત
શીજાનની માતા વિશે વનિતા શર્માએ કહ્યુ કે તુનિષા સાથે તેમના કેવા સંબંધો હતા તે એમને જણાવવાની જરુર નથી. તેમને કોઈ વાત સમજાવવાની જરુર નથી. તમને જણાવી દઈએ કે 20 વર્ષીય અભિનેત્રી તુનિષાના મૃત્યુ બાદ બંને પરિવારો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. શીજાનના પરિવાર તરફથી તુનિષાની માતા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. બીજી તરફ અભિનેત્રીની માતાએ પૂર્વ બૉયફ્રેન્ડ અને કોસ્ટાર શીજાન ખાન પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.

'હું જલ્દી ઘરે આવીશ અને પછી તારી સાથે સૂઈ જઈશ'
21 ડિસેમ્બરે તેની માતાને મોકલવામાં આવેલા વૉઇસ રેકોર્ડિંગમાં તુનિષાને એમ કહેતી સાંભળી શકાય છે, 'હું તને કહી શકતી નથી કે હું તને કેટલો પ્રેમ કરુ છુ મમ્મી. મમ્મી હું આઈ લવ યુ. તમે ક્યારેક મારા માટે જે કરી દો છો, હું તમને ખૂબ પ્રેમ કરુ છુ મમ્મા. ધન્યવાદ મારી જાન, હું જલ્દી ઘરે આવીશ અને પછી તારી સાથે સૂઈ જઈશ.'
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે





Click it and Unblock the Notifications
