શ્રદ્ધા હત્યાકાંડ બાદ તુનિષા શર્માએ કર્યુ હતુ બ્રેકઅપ, શીજાન ખાને કર્યો ખુલાસો
તુનિષા શર્મા સુસાઈડ બાદ આરોપી શીજાને પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસો કર્યો છે.
Tunisha Sharma: ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે શૂટિંગ દરમિયાન મેકઅપ રુમમાં રસ્સીથી લટકીને જીવ આપી દીધો. તુનિષાના મોતો સહુને હચમચાવી મૂક્યા હતા. આ સુસાઈડ કેસમાં તુનિષાના પ્રેમી શીજાન ખાનને પોલીસે કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. સોમવારે શીજાને પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછમાં ખુલાસો કર્યો કે તુનિષા સાથે તેનુ બ્રેકઅપ કેમ થયુ હતુ.

તમને જણાવી દઈએ કે તુનિષા શર્માના મોતના કેસમાં મુખ્ય આરોપી એવા તેના પ્રેમી શીજાન ખાને મોટા ખુલાસા કર્યા છે. તેણે કથિત રીતે પોલીસને જણાવ્યુ હતુ કે, શ્રદ્ધા વૉકરની કથિત રીતે તેના લિવ-ઈન પાર્ટનર દ્વારા કરવામાં આવેલી જધન્ય હત્યા બાદ ઉભરેલા દેશના માહોલથી એટલી ચિંતામાં આવી ગઈ હતી કે તેણે શીજાન ખાન સાથે પોતાનો સંબંધ ખતમ કરવાનો નિર્ણય કર્યો. પોલીસ કસ્ટડીના પ્રથમ દિવસે, શીજાને પોલીસને જણાવ્યુ હતુ કે શ્રદ્ધા વૉકર કેસ પછી તેણે તુનિષા સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડને કહ્યુ હતુ કે તે અલગ સમુદાયનો હોવાથી તે બ્રેકઅપ કરી રહી છે.
પૂછપરછ દરમિયાન શીજાન વધુમાં જણાવે છે કે તુનિષાએ અગાઉ પણ બ્રેક-અપ બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સૂત્રોએ શીજાનને ટાંકીને જણાવ્યુ હતુ કે, 'તુનિષાએ તાજેતરમાં તેના મૃત્યુના થોડા દિવસો પહેલા આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે મે તેને બચાવી હતી અને તુનિષાની માતાને તેની વિશેષ કાળજી લેવાનુ કહ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
