Box Office: સલ્લુની 'ટ્યૂબલાઇટ'નું ધમાકેદાર ઓપનિંગ, પરંતુ...
સલમાન ખાનની ફિલ્મ ટ્યૂબલાઇટનું ફર્સ્ટ ડેનું બોક્સઓફિસ કલેક્શન જાણો અહીં.
સલમાન ખાનની 'ટ્યૂબલાઇટ' સમગ્ર દેશમાં રિલીઝ થઇ ચૂકી છે. ઇદ પર રિલીઝ થેયલ સલમાનની મોટા ભાગની ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થાય છે. 'ટ્યૂબલાઇટ' પાસે પણ લોકોને અને સલમાનને એ જ આશા છે. દેશભરમાં 4350 સ્ક્રિન પર 'ટ્યૂબાલાઇટ' રિલીઝ કરવામાં આવી છે અને ઓવરસિઝમાં 1200 સ્ક્રિન પર.

50 ટકા ઓપનિંગ
રિપોર્ટ્સ અનુસાર, સલમાનની આ ફિલ્મને 50 ટકાનું ઓપનિંગ મળ્યું છે. આ સારી કમાણીનો ઇશારો કહી શકાય. કેટલાક શહેરોમાં શો હાઉસફુલ ગયા છે. જો કે, આ ફિલ્મને 80થી 90 ટકાનું ઓપનિંગ મળવાની આશા હતી. આશા છે કે, વિકએન્ડ અને સોમવારની ઇદની રજામાં થિયેટરમાં ભીડ જોવા મળશે.

શું કહે છે ટ્રેડ પંડિતો?
આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી એવરેજ રેટિંગ મળ્યું છે. પહેલા દિવસે ફિલ્મ 25-30 કરોડની કમાણી કરશે, એવું ટ્રેડ પંડિતોનું માનવું છે અને પહેલા ત્રણ દિવસમાં જ સલમાનની ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરશે. ટ્રેડ પંડિતો અનુસાર 'ટ્યૂબલાઇટ' ફિલ્મનું લાઇફટાઇમ કલેક્શન 280-300 કરોડની આસપાસ જઇ શકે છે.

સલમાનની લોકપ્રિયતા
સલમાન ખાનની લોકપ્રિયતાનો ફિલ્મનો ભરપૂર લાભ મળશે. સલમાને ફિલ્મના રોલ માટે ખાસી મહેનત કરી છે, જે પડદા પર દેખાય છે. પરંતુ ફિલ્મની વાર્તા નબળી હોવાને કારણે ફિલ્મ 'બજરંગી ભાઇજાન' કે 'સુલતાન' જેટલી કમાણી નહીં કરી શકે, એવું માનવામાં આવી રહ્યું છે.

સોલો રિલીઝ
સલમાન ખાન અને કબીર ખાને ફિલ્મનું ધમાકેદાર પ્રમોશન કર્યું છે, ફિલ્મ અંગે લોકોમાં ઉત્સુકતા છે. વળી ફિલ્મ એક રીતે સોલો રિલીઝ છે. આવનારા અઠવાડિયાઓમાં કોઇ મોટી ફિલ્મ રિલીઝ નથી થઇ રહી. આથી સલમાનની ફિલ્મ પાસે કમાણી કરવા માટે ઘણો સમય છે.

ઓમ પુરી અને શાહરૂખ ખાન
ઓમ પુરીની આ છેલ્લી ફિલ્મ છે, આથી બોલિવૂડના ફેન્સ માટે આ ફિલ્મ ખાસ બની જાય છે. શાહરૂખ ખાન આ ફિલ્મમાં કેમિયો રોલમાં છે, જેનો પણ ફાયદો મળશે. શાહરૂખ અને સલમાનનો સિન ફિલ્મનો સૌથી યાદગારર અને શ્રેષ્ઠ સિન મનાઇ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
