સાઉથમાં શીર્ષ પર, પણ બૉલીવુડમાં સંઘર્ષ કરી રહી છે આ હસીનાઓ...
કોઈ પણ અભિનેત્રી માટે બૉલીવુડ ફાઇનલ ડેસ્ટિનેશન હોય છે. હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રી અનેક કારણો સર કોઈ પણ કલાકાર માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે, કારણ કે ત્યાં કલાકારોને અનેક તકો મળે છે અને મોટો મુકામ હાસલ કરવા માટેની તક પણ મળે છે.
એટલે જ તો સાઉથની ફિલ્મ ઇંડસ્ટ્રીના અનેક કલાકારો અને ખાસ કરીને અભિનેત્રીઓએ બૉલીવુડમાં પોતાનો ભાગ્ય અજમાવવાનો પ્રયત્ન કર્યો. રેખાથી લઈ શ્રીદેવી સુધીની અભિનેત્રીઓએ આ પ્રયત્નો કર્યા. તેમાં કેટલાક સફળ રહ્યાં, તો કેટલાકને પછડાટ મળી.
આજે અમે વાત કરી રહ્યા છે સાઉથની એવી અભિનેત્રીઓની કે જેઓ બૉલીવુડમાં એન્ટ્રી તો કરી ચુકી છે, પરંતુ પગ જમાવવા માટે આજે પણ સંઘર્ષ કરી રહી છે. તેવી અભિનેત્રીઓમાં અસીનથી લઈ તમન્ના ભાટિયા સુધીનો સમાવેશ થાય છે.
જુઓ તસવીરો સાથે વિગતવાર માહિતી :

અસીન
મલયાલી સુંદરી અસીન સાઉથની ફિલ્મોમાં સ્ટારડમ હાસલ કરવામાં સફળ રહ્યાં અને બૉલીવુડમાં પણ તેમણે આમિર ખાન સાથે ગઝની ફિલ્મ દ્વારા ધમાકેદાર એન્ટ્રી કરી, પરંતુ આમ છતાં તેઓ પોતાની ડિમાંડ ઊભી ન કરી શક્યાં. ગઝની બાદ પણ અસીન સલમાન ખાન સાથે રેડી અને અજય દેવગણ સાથે બોલ બચ્ચન જેવી સફળ ફિલ્મોમાં દેખાયાં, પરંતુ તેઓ પોતાની છાપ ન છોડી શક્યાં.

તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયાએ અજય દેવગણ સાથે હિમ્મતવાલા દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી. ફિલ્મ ફ્લૉપ નિવડી અને તમન્ના પણ ફ્લૉપ નિવડ્યાં. તે પછી આવેલી હમશકલ્સ તથા એંટરટેનમેંટ ફિલ્મો દ્વારા પણ તમન્ના પોતાના પગ બૉલીવુડમાં જમાવવામાં સફળ નથી થઈ શક્યાં.

ઇલિયાના
બર્ફી ફિલ્મ દ્વારા રણબીર કપૂર સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરનાર ઇલિયાના તે પછી પણ અનેક ફિલ્મો કરી. તેમની છેલ્લી ફિલ્મ હૅપ્પી એન્ડિંગ હતી. આમ છતાં ઇલિયાના માટે કહી શકાય તે તેમણે હજી લાંબો સંઘર્ષ કરવો પડશે.

કાજલ અગ્રવાલ
સિંઘમ જેવી સુપર હિટ ફિલ્મ દ્વારા અજય દેવગણ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરનાર કાજલ અગ્રવાલ તે પછી અક્ષય કુમાર સાથે સ્પેશિયલ 26માં પણ દેખાયાં, પરંતુ હજી સુધી તેમની કોઈ ડિમાંડ ઊભી નથી થઈ.

શ્રુતિ હસન
સાઉથની સુપર હિટ હીરોઇન શ્રુતિ હસન કમલ હસનના દીકરી હોવા છતાં બૉલીવુડમાં સફળતા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. રમૈયા વસ્તાવૈયા, ડી ડે જેવી ફિલ્મો કર્યા છતાં તેઓને ખાસ મુકામ હાસલ નથી થઈ શક્યો બૉલીવુડમાં.

તાપસી પન્નૂ
ચશ્મે બદ્દૂર જેવી ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર તાપસી પન્નૂ ખાસ ઓળખ ન સ્થાપી શક્યાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
