bye bye 2014 : બૉલીવુડમાં બે જ વસ્તુ વેચાય... શાહરુખ અને સેક્સ...
સાલ ખલ્લાસ 2014. આ વર્ષ બૉલીવુડ થયું થોડુંક બોલ્ડ અને વાત થઈ બોલ્ડ વિષયોની, સમાજમાં પડદા પાછળ વાત કરાતા મુદ્દા એટલે કે સેક્સની. કેટલીક ફિલ્મોએ સારા બોલ્ડ વિષયો ઉઠાવ્યા, તો કેટલીક ફિલ્મો અશ્લીલતા તથા વલ્ગારિટી પિરસવામાં એક ડગલું આગળ રહી.
વર્ષ 2014 સમાપ્તિના આરે છે. આ વર્ષ દરમિયાન અનેક વિષયો પર ફિલ્મોએ પોતાની વાત મૂકવાની કોશિશ કરી, પરંતુ કેટલીક વાર્તાઓ હૉરેક્સ એટલે કે હૉરર અને સેક્સ કૉમેડી બની રહી ગઈ, તો કેટલીક ફિલ્મો એવી પણ હતી કે જેમણે બોલ્ડ તથા હૉટ સીન દાખવી પોતાની નાવડી પાર લગાવી લીધી.
ચાલો જોઇએ વર્ષની 10 બોલ્ડ અને હૉટ ફિલ્મો :

હેટ સ્ટોરી 2
હેટ સ્ટોરી 2માં જય ભાનુશાળી તથા સુરવીન ચાવલાના અંદાજ જોયા બાદ એવુ લાગે છે કે ફિલ્મનું ટાઇટલ હૉટ સ્ટોરી રાખવુ જોઇતુ હું અથવા એમ કહીએ કે ફિલ્મમાં વાર્તાના નામે માત્ર અને માત્ર હૉટ સીન્સ ફિલ્માવાયા હતાં. ફિલ્મમાં સુરવીને હૉટનેસી લિમિટ ઓળંગી દીધી. આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ... લોકોની જીભે ચઢ્યું અને સિસ્ટમમાં વીડિયો પણ સેવ થયો.

યારિયાં
એક જ ફિલ્મની અંદર તમામ મસાલા ઉમેરવાની કોશિશનું નામ હતું યારિયાં. પ્રેમ-મહોબ્બત, અંગ પ્રદર્શન, લાંબુ લિપલૉક કિસ સીનથી લઈ કૉલેજની મસ્તી, દેશ ભક્તિ તથા મિશન ઇમપૉસિબલ. આ સાથે સિક્કિમ તેમજ ઑસ્ટ્રેલિયાના સુંદર લોકેશન્સ. ફિલ્મમાં કેટલાક વલ્ગર સીન્સ તથા ખૂબ જ મૂરખામી રીતે ફિલ્માવાયેલ ગીતોએ ઘણી ટીઆરપી એકઠી કરી હતી.

ક્રીચર 3ડી
આ ફિલ્મમાં જોવાલાયક કશુ જ નહોતું. તેથી બિપાશા બાસુ તેમજ એક યુવાન પર વિચિત્ર હૉટ રેન ડાન્સ શૂટ કરવાની કોશિશ કરાઈ. પછી વાત બનતી ન દેખાતા સુરવીન અને રજનીશ દુગ્ગલ પર એક પ્રમોશનલ ગીત પણ શૂટ કરાયું. માફ કરજો, હૉટ પણ નહીં, અશ્લીલ પ્રમોશનલ ગીત.

ધ શૌકીન્સ
મોટી-મોટી દિગ્ગજોની એવી હરકતો જોઈ સારૂ નથી લાગતું, પણ શું કરી શકાય. ઇંડસ્ટ્રીનું ટાઇમિંગ જ ખરાબ ચાલી રહ્યું છે. ધ શૌકીન સેક્સ કૉમેડી ફિલ્મ હતી. ફિલ્મ અંગે કહેવાયું કે તે એંસીના દાયકામાં આવેલી બાસુ ચૅટર્જીની શૌકીનની રીમેક હતી, પણ એવું કંઈ જ ન નિકળ્યું. ધ શૌકીન્સમાં માત્ર કેટલાક દિગ્ગજ કલાકારો પાસે વલ્ગર કૃત્યો કરાવવામાં આવ્યાં.

ઝિદ
પ્રિયંકા ચોપરાના બહેન બાર્બી હાંડાએ આ ફિલ્મમાં અંગ પ્રદર્શન માટે જી-તોડ મહેનત કરી. વાર્તાનો આખો ફોકસ બોલ્ડનેસ પર હતો. આ જ કારણ હતું કે દિગ્દર્શન ઘણી જગ્યાએ નબળુ પડી ગયું. ઝિદના ગીતો લોકોએ સર્ચ કરી સાંભળ્યા અને જોયા જ નહીં, પણ ડાઉનલોડ પણ કર્યાં. કારણ અમે આપને બતાવી ચુક્યા છીએ.

મસ્તરામ
80-90ના દાયકામાં પોતાના ખાસ અંદાજમાં લખાયેલી વાર્તાઓ વડે લોકોના દિલોની ધડકનો વધારી દેનાર મસ્તરામથી પણ દર્શકો રૂબરૂ થયાં. મસ્તરામ એક ફિલ્મ તરીકે રજૂ કરાઈ, જેનુ મુક્ય પાત્ર હતું એક એવો પોર્ન લેખક કે જે સાહિત્યમાં નામ કમાવવા માંગતા હતો.

રાગિણી એમએમએસ 2
રાગિણી એમએમએસ 2નું ટ્રેલર રિલીઝ થયા બાદ જ નક્કી થઈ ગયુ હતું કે ફિલ્મ કેવી હશે. જોકે દર્શકોને આશા કરતા બમણુ મળ્યું. અનેક ગણા બોલ્ડ અને હૉટ કંટેંટ. ફિલ્મ ડર તથા સેક્સનો તડકો હતી. લોકોએ સન્ની લિયોનને બૅકલેસ થઈ સ્નાન કરતા, લિપલૉક કરતા તથા મોહક અદાઓથી ડરાવતા જોઈ.

મુંબઈ 125 કિમી
આ ફિલ્મની હીરોઇન વીણા મલિક હતાં. તેના કરતા વધુ આપણે કંઈ કહેવાની જરૂર ખરી?

રંગ રસિયા
આ ફિલ્મમાં વાત કરવા માટે ઘણુ બધુ હતું, પણ તમામ ફોકસ માત્ર તેના બોલ્ડ કંટેંટ પર અપાયું. જોકે આ જ પબ્લિસિટીએ ફિલ્મને સારી કમાણી કરાવી આપી, પરંતુ ફિલ્મમાં ક્યાંય પણ અશ્લીલતા કે વલ્ગારિટી નહોતી પિરસાઈ.

એક્શન જૅક્સન
ચોંકી ગયા ને? જે રીતે અજય દેવગણે એક્શન જૅક્સનમાં એડલ્ટ કૉમેડી પિરસી છે, તેટલી વલ્ગર રીતે તો સાજિદ ખાને હમશકલ્સ પણ નહોતી બનાવી. એક્શન જૅક્સનમાં વલ્ગર વાર્તાલાપ તથા સેક્સ ટૉકને એટલી બકવાસ રીતે પિરસવામાં આવી કે દર્શકોએ ફિલ્મને રિજેક્ટ કરી નાંખી.

બોલ્ડ બિપાશાનું 2015
જોકે ફિલ્મ હજી રિલીઝ થઈ નથી, પરંતુ તેના એક ગીતે તહેલકો મચાવ્યો છે. હા જી, અમે ઍલોન ફિલ્મની વાત કરી રહ્યા છે. બિપાશા તેટલા જ હૉટ લાગે છે કે જેટલા તેઓ લાગવા જોઇએ. ઉપરથી ફિલ્મમાં હૉટનેસ વધારી રહ્યા છે કરણ સિંહ ગ્રોવર. ટ્રેલરે ધૂમ મચાવી રાખી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
