સાલ ખલ્લાસ : રોમાંસ નહીં, BROmance રહ્યો ટ્રેંડમાં, જુઓ Top 10 મેલ કપલ્સ...
સાલ ખલ્લાસ 2014. બૉલીવુડમાં કેટલાક કપલ્સ હંમેશા ચર્ચામાં રહ્યાં, પરંતુ કહાની મેં ટ્વિટ્સટ હૈ. આ કપલ્સ યુવક-યુવતી નથી. આ છે જય-વીરૂ ટાઇપ કપલ્સ. જૂના જમાનામાં પણ અમિતાભ બચ્ચન-ઋષિ કપૂર, અમિતાભ બચ્ચન-ધર્મેન્દ્ર જેવા ફિલ્મી ભાઇઓ ખૂબ ટ્રેંડમાં રહ્યાં, પરંતુ હવે જમાનો બદલાયો છે, તો ફિલ્મો પણ અને તેમનું પ્રમોશન પણ.
તો હવે બૉલીવુડમાં મેલ કપલ્સનો ટ્રેંડ પણ કંઈક વધી જ ગયો છે. એટલુ જ નહીં, આ જોડીઓની ઑન-સ્ક્રીન અને ઑફ-સ્ક્રીન કેમેસ્ટ્રી જોઈને તો આપને ચક્કર જ આવી જશે. તો રજૂ કરીએ છીએ આ વર્ષના ટૉપ 10 બ્રોમાંટિક કપલ્સ કે જેમની કેમેસ્ટ્રીએ આપને એંટરટેન કર્યાં :

રણવીર-અર્જુન
બાબા પોલકા ડૉટ્સ... બાબા યૂ લુક અમેઝિંગ બાબા... હવે આ બધુ સાંભળ્યા બાદ રણવીર અને અર્જુનને તો આ યાદીમાં ટોચે જ રાખવું પડે ને. તેમના બ્રોમાંસ વચ્ચે હજી સુધી તો કોઈ આવ્યુ નથી... દીપિકા પણ નહીં. ટચવુડ તેમના દોસ્તાનાને કોઈની નજર ના લાગે. ગુન્ડેમાં પણ બધી બંનેની કેમેસ્ટ્રીની જ કમાલ હતી.

હિમાંશુ-જતિન
યારિયાંના આ બંને ભાઇઓ હિમાંશુ કોહલી તથા જતિન સુરીની સાથે જ દેવ શર્મા તથા શ્રેયસ પોરસના ગૅંગ ઑફ બૉય્ઝે દર્શકોને ખૂબ એંટરટેન કર્યાં. તેમના બ્રોમાંસમાં કૉલેજ તથા ટીન લાઇફની કેમેસ્ટ્રી ખૂબ જ મજબૂત તથા દર્શકોને તેમનું બ્લ્યુ પાની તેથી જ ગમ્યું.

આમિર-સંજય
પીકે અને ભૈરોસિંહનો બ્રોમાંસ દર્શકોને ગળગળા કરી ગયો. પીકેની મુશ્કેલી સંજૂ બાબા એટલે કે પીકેનો ભાયા ભૈરોસિંહ એટલી ઉંડાણપૂર્વક સમજી ગયો કે સીધા જ તેને રંગીન દુનિયામાં લઈને પહોંચી ગયો. આ બંનેની જોડીએ પણ દર્શકોના દિલમાં જગ્યા બનાવી.

ફરહાન-વીર
ફરહાન અખ્તર તથા વીર દાસની કેમેસ્ટ્રી શાદી કે સાઇડ ઇફેક્ટ્સમાં ખૂબ જ શાનદાર હતી. મિત્ર જ મિત્રનો દર્દ સમજી શકે અને વીર જ ફરહાનના તે સાચા મિત્ર હતાં. જોકે છોકરાઓને કેટલી પ્રોબ્લેમ થઈ જાય છે લગ્ન બાદ તે વાત શાદી કે સાઇડ ઇફેક્ટ્સમાં સિડ અને માનવે સારી રીતે સમજાવી.

અભિષેક-સોનૂ
હૅપ્પી ન્યુ ઈયરનું બ્રોમાંટિક કપલ ટ્વિટર પર પણ પોતાનો પ્રેમ એક-બીજા ઉપર વરસાવતુ રહ્યું. બીજી બાજુ બોમન ઈરાનીએ પણ અભિષેક બચ્ચન તથા સોનૂ સૂદના આ બ્રોમાંસમાં તડકો લગાવ્યો. ફિલ્મની અંદર પણ અને બહાર પણ.

અનુપમ-પીયૂષ-અન્નુ
યસ... આ વર્ષનું સૌથી શૌકીન બ્રોમાંટિક કપલ છે, પણ ઉંમરના આ તબક્કે પણ આ ત્રણેએ પોતાના પાત્રોમાં જે હરકતો ફિલ્મમાં કરી, તેના માટે તાળીઓ.

અલી-રણવીર
ટૂટૂ અને દેવનો કિલ દિલ બ્રોમાંસ પણ આ વખતે દર્શકોનો ગમ્યો. બંને વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી. ફિલ્મમાં પણ અને પ્રમોશન દરમિયાન પણ. રણવીર સિંહે સાચે જ પોતાની ઇમેજ બચાવવાની કોશિશ કરવી જોઇએ.

અક્ષય-કૃષ્ણા
એંટરટેનમેંટમાં અક્ષય કુમાર અને કૃષ્ણા અભિષેકે બહુ વિચિત્ર હરકતો કરી. અક્ષય-કૃષ્ણાના બ્રોમાંસમાં કૉમેડીનો તડકો. આ જ આ ફિલ્મની ટીઆરપી હતી. બંનેએ તેના માટે વખાણ મેળવ્યાં. વીરે દી વેડિંગ...ના ઠુમકાંએ રહી-સહી કસર પણ પૂરી કરી નાંખી.

સૈફ-રણવીર
હૅપ્પી એન્ડિંગ વધુ કમાણી ન કરી શકી, પરંતુ રણવીર શૌરીનું કામ વખાણવાલાયક હતું. તેમનું અને સૈફ અલી ખાનનું બૉન્ડિંગ ફિલ્મમાં દર્શકોને પોતાનો સમય યાદ અપાવી ગઈ. જ્યારે પત્ની અને મિત્રો વચ્ચે કેવી રીતે ટાઇમ મૅનેજમેંટ કરાય... આ વિચારીને આપ હેરાન થયા હશો. જોકે માત્ર એટલા માટે ફિલ્મ જોવાનો રિસ્ક ન લો.

સૈફ-રીતેશ
હમશકલ્સમાં સૈફ અને રીતેશ દેશમુખનો બ્રોમાંસ... તે પણ છોકરી બનીને. ઉફ્ સાજિદ ખાનને પ્લીઝ કોઈ સ્લીપિંગ પિલ્સ આપો યાર, પણ તેમનો બ્રોમાંસ આ યાદીમાં એટલા માટે છે કે તેમની કેમેસ્ટ્રી ફિલ્મની રિલીઝ પહેલા સુધી ચર્ચાનો વિષય હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
