PHOTO: રણવીર અને દિપીકાએ Vogue માટે કરાવ્યુ હૉટ ફોટોશુટ
બોલીવુડના કથિત લવબર્ડસ રણવીર સિંહ અને દિપીકા પાદુકોણે Vogue મેગેઝીનની 8મી એનીવર્સરી પર એકસાથે હૉટ ફોટોશુટ કરાવીને મેગેઝીનનું આકર્ષણ વધારી દીધુ છે. અમે શબ્દોમાં નથી વર્ણવી શક્તા કે Vogue મેગેઝીનનું આ ફોટોશુટ કેટલુ આહલાદક છે.
મેગેઝીન માટેના એક ઇન્ટરવ્યુમાં રણવીર સિંહે દિપીકા પાદુકોણની ભરપેટ તારીફ પણ કરી નાખી છે. રણવીરે કહ્યું છેકે "દિપીકા જ્યારે ફ્રેમમાં હોય છે ત્યારે કોઇની પણ નજર બીજે ક્યાંય નથી જતી"
જ્યારે દિપીકાને પૂછવામાં આવ્યુ કે તેના વોર્ડરોબમાં સૌથી કુલ વસ્તુ કઇ છે? ત્યારે તેણે કહ્યું હતુ કે તેની મમ્મીએ આપેલી કાંજીવરમ સાડી. તમને જણાવી દઇકે રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં સાથે જોવા મળશે.
ફિલ્મમાં દિપીકા મસ્તાનીના રોલમાં જોવા મળશે, જ્યારે રણવીર ગ્રેટ મરાઠા યોદ્ધા બાજીરાવના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં આ બંને સિવાય પ્રિયંકા ચોપરાનો પણ મહત્વનો રોલ છે. ફિલ્મ આગામી 18 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે.
આવો જોઇએ બોલીવુડના લવબર્ડ્સનું Vogue માટે કરાવેલું હૉટ ફોટોશુટ

Vogue
દિપીકા પાદુકોણ અને રણવીરે Vogueના કવર પેજ માટે ફોટોશુટ કરાવીને કવર પેજને વધુ આકર્ષક બનાવી દીધુ છે.

ફોટોશુટ
રણવીર સિંહ અને દિપીકા પાદુકોણે Vogueની 8મી એનીવર્સરી માટે આ ફોટોશુટ કરાવ્યું છે.

પાર્ટી ફોટો
રણવીર અને દિપીકા છેલ્લા ઘણાં સમયથી બધી જ ઇવેન્ટમાં સાથે જોવા મળે છે, એક પાર્ટી દરમ્યાનની આ એક ક્યુટ ફોટો છે.

દિપીકા-રણવીર-અલી
એક ઇવેન્ટ દરમ્યાન દિપીકાની ફોટો રણવીર અને અલી સાથે ક્લીક થઇ હતી.

રામલીલા
ફિલ્મ રામલીલામાં બંનેને કેમેસ્ટ્રી અને એક્ટીંગ અદભૂત હતી. ફિલ્મ રામલીલા માટે કરાવેલા ફોટોશુટ દરમ્યાનની એક ફોટો.

Old Pic
અહીં રણવીર અને દિપીકાની એક જૂની ફોટો તમારી સાથે શેર કરવામાં આવી છે. જેમાં બંને ઘણાં ક્યુટ લાગી રહ્યાં છે.

સહજ ફોટો
એક ઇવેન્ટમાં દિપીકા વ્હાઇટ સાડીમાં માઇન્ડ બ્લોઇંગ લાગી રહી છે. આ ફોટો એક ઇવેન્ટ દરમ્યાનની છે, જેમાં બંને અડમાયરેબલ લાગી રહ્યાં છે.

રણવીર- દિપીકા
રણવીર અને દિપીકા બંને એક ઇવેન્ટ માટે સાથે જઇ રહ્યાં છે, જેમા રણવીર હંમેશાની જેમ મસ્તીના અંદાજમાં છે.

એરપોર્ટ
રણવીર અને દિપીકાની એરપોર્ટ પર ક્લીક થયેલી એક લાક્ષણિક ફોટો. વ્હાઇટ ડ્રેસમાં દિપીકા હંમેશાની જેમ સુંદર લાગી રહી છે.

પ્રમોશન્સ ઇવેન્ટ
દિપીકા અને રણવીરની આગામી ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું પ્રમોશન જોરશોરથી કરવામાં આવી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
