ફિલ્મ તૂફાનનું તોડુન ટાક ગીત થયું રિલીઝ!

ફિલ્મ તૂફાનનું તોડુન ટાક ગીત થયું રિલીઝ!

તૂફાન તરફથી પ્રથમ સાઉન્ડટ્રેક એક જુસ્સાદાર ગીત છે જે તમામ અવરોધો સામે જીતનારા બધાને બિરદાવે છે

Todun Tak

ફરહાન અખ્તર સ્ટારરના પાવર પેક્ડ ટ્રેલરથી પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા પછી એમેઝોન પ્રાઇમ વિડીયોએ ​​ફિલ્મના ગીત- તોડુન ટાક માટે બીજો એક અસરકારક વિડીયો આજે રજૂ કર્યો હતો. જુસ્સાદાર મ્યુઝિક વિડીયો પોતાની આંતરિક તાકાત, સંકલ્પશક્તિ અને તમામ અવરોધો સામે લડવાની હિંમતથી શ્રોતાઓને પ્રોત્સાહિત કરે છે અને દેશભરમાંથી આવેલા ઇન્ડિયા કે તૂફાન બોક્સિંગ ચેમ્પિયન્સને બતાવે છે. ચાર મિનિટના આ વિડીયોમાં ભારતીય બોક્સિંગના વાસ્તવિક નાયકો છે જેમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલિસ્ટ લૈશરામ સરિતા દેવી, સોનિયા ચહલ, કવિતા ચહલ, બે વખત યુથ વર્લ્ડ ચેમ્પિયન નીતુ ઘાંઘાસ અને ભારતીય આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશીપ ગોલ્ડ મેડલિસ્ટ થુલસી હેલેનની સાથે ત્રણ વખત ડબલ્યુબીસી એશિયા ટાઇટલ હોલ્ડર- નીરજ ગોયત અને સ્ટેટ ચેમ્પિયનશીપ સિલ્વર મેડલિસ્ટ - અમન ઝાંગડા, ઓલ ઈન્ડિયા ફેડરેશન કપ મેડલિસ્ટ- ગગન ધ પીટબુલ શર્મા, નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓ- અરબીંદ કુમાર પ્રસાદ અને બિનોદ કુમાર પ્રસાદ અને પૂર્વ ઝોન નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતાઓ- સ્વયમ મલ્લિક અને બિનીત ગુરુંગનો સમાવેશ થાય છે. વિડીયોનું ફિલ્માંકન કરવામાં બોક્સિંગ સમુદાય અને એકેડેમીઝ જેવી કે ભિવાની બોક્સિંગ ક્લબ (હરિયાણા), સરિતા રિજનલ બોક્સિંગ એકેડેમી (મણિપુર), બાલાજી બોક્સિંગ ક્લબ (કોલકાતા), ભવાનીપુર બોક્સિંગ એસોસિએશન (કોલકાતા), નજફગઢ બોક્સિંગ એકેડેમી (દિલ્હી) અને રાયકો ટ્રેનિંગ સેન્ટર (લાસ વેગાસ)નું સમર્થન મળ્યું હતું.

ગીત તોડુન ટાક પ્રખ્યાત રેપર ડી'વિલ ઉર્ફે ધવલ પરબ અને સંગીત નિર્માતા ડબ શર્મા દ્વારા જીવંત કરવામાં આવ્યું છે. તોડુન ટાક એ એક બોક્સર કે મુક્કેબાજોને સમર્પિત છે. આ ગીતમાં મુક્કેબાજોને પરાજ્યની સ્થિતિમાં પણ લડવાની પ્રેરણા આપવામાં આવી છે. તમે રિંગની બહાર સારું જીવન જીવી શકો એ માટે રિંગની અંદર હિમ્મત સાથે લડવાની વાત કરવામાં આવી છે. આપણા મુક્કેબાજો ઘણી વાર અભાવ, લિંગભેદ, ગરીબી, ધાકધમકી સામે લડતા હોય છે. તમે જેટલો સ્વબચાવ કરશો, એટલું સારું જીવન જીવી શકશો. આ વીડિયોનો ઉદ્દેશ ભૂલાઈ ગયેલા બોક્સરોને ફરીયાદ કરવાનો અને તેમની સફળતાઓને ફરી તાજી કરવાનો છે. રિંગની અંદર અને બહાર. અબ સહી મૈં તૂફાન ઉઠેગા!

એક્શન-પેક્ડ અને જુસ્સો ભરી દેતા વિડીયોનું સંપાદન અનુષ્કા મનચંદા અને સચિન એસ. પિલાઈએ કર્યું છે, જેણે વીડિયોને શૂટ પણ કર્યો છે. વૉકઅબાઉટ ફિલ્મ્સ અને તેની સાથે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે અનન્ય દાસગુપ્તા દ્વારા નિર્મિત આ વિડીયોની સ્ક્રિપ્ટ લખાણ અને દિગ્દર્શન નવઝાર ઇરાની દ્વારા કરવામાં આવ્યું છે અને આ વોઇસ ઓફ તૂફાનની શરૂઆત ફરહાન અખ્તર દ્વારા થાય છે.

એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને ROMP પિક્ચર્સના સહયોગથી એમેઝોન પ્રાઈમ વીડીયો દ્વારા રજૂ કરાયેલું તૂફાન એક પ્રેરણાદાયી સ્પોર્ટ્સ ડ્રામા છે જેનું નિર્માણ રિતેશ સિધવાણી, રાકેશ ઓમપ્રકાશ મહેરા અને ફરહાન અખ્તર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તરની મુખ્ય ભૂમિકાની આગેવાનીમાં તમામ કલાકારો- મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક કપૂર, હુસેન દલાલ, ડો.મોહન આગાશે, દર્શન કુમાર અને વિજય રાઝ ચમકે છે. રાકેશ ઓમપ્રકાશ મેહરા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું જુસ્સાદાર ટ્રેલર આપણને સ્થાનિક ગુંડા, અજ્જુ ભાઈની એક વ્યાવસાયિક બોક્સર, અઝીઝ અલી બનવાની સફરમાં લઈ જાય છે. તૂફાન એ ચાનક અને ખંતથી ભરપૂર આશા, વિશ્વાસ અને આંતરિક શક્તિની વાર્તા છે.

તૂફાન પણ પહેલી ફિલ્મ હશે જેનું પ્રીમિયર એમેઝોન પ્રાઇમ વિડીયો પર 16 જુલાઈ 2021થી હિંદી અને અંગ્રેજીમાં એકસાથે 240 દેશો અને પ્રદેશોમાં થશે.

અહીં સાંભળો આ ગીત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X