Box Office પર છવાઇ ‘ટાઇગર ઝિંદા હે’, સલમાને આને આપ્યું ક્રેડિટ!
સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હે’ ફિલ્મને એક અઠવાડિયું પૂર્ણ થયું છે, આ ફિલ્મે સાત દિવસમાં ભરપૂર કમાણી કરી છે. માત્ર ભારત જ નહીં, ઓવરસિઝમાં પણ ફિલ્મ ધરખમ કમાણી કરી રહી છે.
સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ 'ટાઇગર ઝિંદા હે' ફિલ્મને એક અઠવાડિયું પૂર્ણ થયું છે, આ ફિલ્મે સાત દિવસમાં ભરપૂર કમાણી કરી છે. માત્ર ભારત જ નહીં, ઓવરસિઝમાં પણ ફિલ્મ ધરખમ કમાણી કરી રહી છે. આ ફિલ્મે ગુરૂવારે લગભગ 17 કરોડનું કલેક્શન કર્યું છે અને આ સાથે જ 200 કરોડ ક્લબમાં ફિલ્મનો સમાવેશ થયો છે. ટ્રેડ પંડિતો અનુસાર, 300 કરોડનો આંકડો આરામથી પાર કરશે. આ ફિલ્મ દુનિયાભરમાં 5700 સ્ક્રિન પર રિલીઝ થઇ છે. ખાસ કરીને ન્યૂઝિલેન્ડ અને ખાડી દેશોમાં ફિલ્મ સરસ કમાણી કરી રહી છે. તો કેટલાક દેશોમાં આ ફિલ્મ બેન પણ થઇ છે.

200 કરોડ પાર
આ ફિલ્મે ભારતમાં 200 કરોડનો આંકડો પાર કર્યો છે. સાત જ દિવસમાં આ ફિલ્મ 206 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ‘ટાઇગર ઝિંદા હે' બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ બની છે. ફિલ્મે ‘ગોલમાલ અગેન'ને પણ માત આપી છે.

વર્લ્ડવાઇડ કલેક્શન
દુનિયાભરમાં આ ફિલ્મે 7 દિવસોમાં જ 300 કરોડનો આંકડો પાર કર્યો છે. આ ફિલ્મ કેટરિના કૈફની સૌથી મોટી ઓપનર ફિલ્મ સાબિત થઇ છે. 46 કરોડ સાથે આ ફિલ્મ સિંગલ ડે પર સૌથી વધુ કમાણી કરતી બોલિવૂડ ફિલ્મ બની છે. આ ફિલ્મ દ્વારા ત્રણ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે.

વર્ષ 2017ની સૌથી મોટી ઓપનિંગ
ગોલમાલ અગેનને પાછળ છોડીને ‘ટાઇગર ઝિંદા હે' વર્ષ 2017ની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ સાબિત થઇ છે. વિના કોઇ હોલિડે રિલીઝ થયેલ ફિલ્મોમાં ‘ટાઇગર' સૌથી મોટી ઓપનર ફિલ્મ છે. અનેક ફ્લોપ ફિલ્મો બાદ કેટરિના માટે આ ફિલ્મ આશીર્વાદ સમાન છે.

કેટરિનાને જાય છે સફળતાનો ક્રેડિટ
આ ઉપરાંત સલમાન ખાન આ ફિલ્મની સફળતાનો ક્રેડિટ કેટરિનાને આપી રહ્યાં છે. પોતાના બર્થ ડે વખતે મીડિયા સાથે થયેલી વાતચીત દરમિયાન સલમાને કહ્યું હતું કે, ‘ટાઇગર ઝિંદા હે' સારું પ્રદર્શન કરવામાં સફળ રહી હોય તો એનું એક માત્ર કારણ છે કેટરિના કૈફ!
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
