Pics/Trailer : જૅકી જેમ બનવા માંગે છે ટાઇગર, હીરોપંતીનું ટ્રેલર રિલીઝ
મુંબઈ, 5 એપ્રિલ : બૉલીવુડમાં અભિનેતા પિતા પછી બીજી પેઢીનું આગમન સામાન્ય રીતે થતું રહે છે. તે પછી અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન હોય કે અનિલ કપૂર અને સોનમ કપૂર હોય અને મહત્વની બાબત એ છે કે મોટાભાગે બીજી પેઢીના કલાકારો પોતાના પિતાની જેમ સફળ થવાનો પ્રયત્ન પણ કરતા હોય છે.
આવા જ એક નવી પેઢીના કલાકાર છે ટાઇગર શ્રૉફ. બૉલીવુડમાં હીરો ફિલ્મ સાથે સફળતાના સોપાન સર કરનાર જૅકી શ્રૉફના પુત્ર ટાઇગર શ્રૉફ હીરોપંતી ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરવા જઈ રહ્યાં છે. હીરોપંતી સાજિદ નડિયાદવાલાની ફિલ્મ છે. સબ્બીર ખાન દિગ્દર્શિત હીરોપંતીમાં ટાઇગર ઉપરાંત કૃતિ સેનન, સંદીપા ધર અને વિક્રમ સિંહ પણ છે. ફિલ્મનો ફર્સ્ટ લુક અને ટ્રેલર રિલીઝ થઈ ગયાં છે. ટ્રેલર રિલીઝ પ્રસંગે ટાઇગર શ્રૉફે જણાવ્યું કે તેઓ પણ પિતા જૅકીની જેમ બનવા માંગે છે.
ચાલો જોઇએ હીરોપંતી ફિલ્મના ટ્રેલર રિલીઝની તસવીરો અને જાણીએ શું કહે છે ટાઇગર શ્રૉફ :

હીરોપંતીનું ટ્રેલર લૉન્ચ
ટાઇગર શ્રૉફની ડેબ્યુ ફિલ્મ હીરોપંતીના ટ્રેલર લૉન્ચિંગ દરમિયાન તેમના પિતા જૅકી શ્રૉફ તથા બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પણ હાજર હતાં.

આમિરે કર્યા વખાણ
આમિર ખાને આ પ્રસંગે ટાઇગર શ્રૉફના ખૂબ વખાણ કર્યાં.

પિતા જેવો બનવાની ઇચ્છા
ટાઇગર શ્રૉફે આ પ્રસંગે પોતાના પિતા જૅકી શ્રૉફ અને આમિર ખાનની ખૂબીઓનો એક નાનકડો ભોગ પણ બની શકવાની ઇચ્છા વ્યક્ત કરી.

અંશ પણ આવે તો ઘણુ
ટાઇગરે પોતાના પિતા અંગે પૂછવામાં આવતાં જણાવ્યું - હું ઇચ્છુ છું કે હું પોતાના પિતાની જેમ બનું, પણ એવું શક્ય નથી. છતા જો તેમના વ્યક્તિત્વનો એક નાનકડો અંશ પણ પોતાની અંદર લાવી શકું, તો મોટી વાત ગણાશે.

આમિર મારા પ્રેરક
ટાઇગરે જણાવ્યું - આમિર ખાન બૉલીવુડના તેવા એક્ટર છે કે જેઓ મારી પ્રેરણા રહ્યાં છે.

એક્ટર બનવા અંગે પૃચ્છા
ટાઇગરે કહ્યું - બૉલીવુડમાં એક્ટર બનવા અંગે જ્યારે મેં વિચાર્યુ પણ નહોતું, ત્યારે પણ લોકો મને એમ જ પૂછતા હતાં કે હું ક્યારે ફિલ્મોમાં આવી રહ્યો છું અને ક્યારે મારૂ ડેબ્યુ થશે.

સૌએ પહેલા જ એક્ટર બનાવ્યો
ટાઇગરનું કહેવું છે - હું લોકો માટે કાયમ એક્ટર જ રહ્યો છું. સૌએ મને પૂછ્યા વગર જ એમ વિચારી લીધુ હતું કે ટાઇગર તો એક્ટર જ બનશે.

લાગણીશીલ બન્યા જૅકી
પોતાના બિંદાસ્ત વ્યક્તિત્વ અને સરળતા દ્વારા સૌના દિલ જીતનાર જૅકી શ્રૉફ પુત્રની ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે થોડાક લાગણીશીલ નજરે પડ્યાં. આ પ્રસંગે તેમના પત્ની અને પુત્રી પણ હાજર રહ્યા હતાં.

આમિરે જૅકીને વખાણ્યા
આમિર ખાને કહ્યું - બૉલીવુડમાં જૅકી શ્રૉફ જેવો માણસ કોઈ બીજો નથી. જૅકી ખૂબ જ સિમ્પલ માણસ છે.

સુભાષ ઘઈ હાજર
હીરોપંતી ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે સુભાષ ઘઈ પણ હાજર રહ્યા હતાં કે જેમની સાથે જૅકીએ હીરો ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

ટાઇગર પિતા જેવો
સુભાષે આ પ્રસંગે જણાવ્યું - ટાઇગર મહદઅંશે પોતાના પિતા જેવો જ છે. જોઇએ કે ટાઇગર પોતાના ફૅન્સની આશાઓ ઉપર કેટલો સફળ થાય છે.
માણો હીરોપંતીનું ટ્રેલર
માણો હીરોપંતીનું ટ્રેલર.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
