આ છે ભારતીય ટીવી ઇતિહાસનો સૌથી લોહિયાળ શો, સેટ જ થયા હતા 62 લોકોના મોત
ટેલિવિઝન સિરિઝ કે ફિલ્મોમાં લોહિયાળ સીન તો તમે જોયા હશે. ઘણી ફિલ્મોમાં યુદ્ધ કે લડાઈમાં મારકાપના સીન હોય છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતની એક ટેલિવિઝન સિરિઝ રિયલમાં એટલી લોહિયાળ બની કે તેના સેટ પર જ 62 લોકોના મોત થઈ ગયા.
કોઈપણ ફિલ્મ અથવા ટીવી શોના શૂટિંગ દરમિયાન નાની ભૂલો અને અકસ્માત થતા રહે છે પરંતુ આ શોમાં તો 62 લોકએ પોતાના જીવ ગુમાવી દીધા. એટલુ જ નહીં હીરોને પણ 72 જેટલી નાની મોટી સર્જરીઓ કરાવવી પડી.

ક્યારેક સૌથી મોંઘો ટીવી શો ગણાતા 1990ના દાયકાના ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન મૈસુરના મધ્યકાલીન શાસકના જીવન અને શાસન પર આધારિત શો હતો. સંજય ખાન અને તેના ભાઈ અકબર ખાન દ્વારા દિગ્દર્શિત, આ શોમાં સંજય ખાન ભૂમિકામાં હતા.
આ સિવાય શોમાં શાહબાઝ ખાન, દીપિકા ચિખલિયા, અનંત મહાદેવન, મુકેશ ઋષિ, કંવલજીત સિંહ, ટોમ અલ્ટર, કુનિકા, શ્રીરામ લાગુ અને અન્ય સહિતના સહકલાકારો હતા.
આ શોના શુટિંગ દરમિયાન 8 ફેબ્રુઆરી, 1989ના રોજ મૈસૂરમાં શોના પ્રીમિયર સ્ટુડિયોના સેટ પર આગ લાગી હતી. સાધનો ન હોવાને કારણે અને છૂટક વાયરિંગને કારણે આગ ઝડપથી ફેલાઈ. આ આગ વધુ વિકરાળ બની કે 62 ક્રૂ અને કલાકારોના મોત થઈ ગયા.
આ ઘટનામાં મુખ્ય અભિનેતા સંજય ખાનને પણ ઈજાઓ થતા 13 મહિના હોસ્પિટલમાં રહેવુ પડ્યુ હતુ. આ દરમિયાન તેમના ભાઈ અકબરે શોનું નિર્દેશન સંભાળ્યું. આગામી વર્ષમાં તેમને 72 સર્જરી કરી હતી.
અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આવી દુર્ઘટના થઈ શકે છે. અમે ગભરાઈ ગયા હતા. હું સ્ટુડિયો બહાર હતો જ્યારે મેં હંગામો સાંભળ્યો અને તપાસ કરવા ગયો. દરેક જગ્યાએ આગ હતી. આ દરમિયાન મારા માથા પર કંઈક વાગ્યું અને પછી મને કંઈ યાદ નથી.
એક ઈન્ટરવ્યુમાં સંજય ખાને જણાવ્યુ કે, તેના બચવાના 10 ટકા ચાન્સ હતા. વડાપ્રધાન રાજીવ ગાંધીએ દિલ્હીથી ડૉક્ટરને મોકલ્યા પછી જ સંજયની હાલત સુધરી શકી. જ્યારે ડૉક્ટરોએ સંજયને સાજા થયા પછી અભિનય છોડી દેવાની સલાહ આપી તો પણ તેમણે શોમાં પાછા ફરવાનું નક્કી કર્યું, જેમાં તેણે અભિનય પણ કર્યો અને નિર્દેશન પણ કર્યું. દુર્ઘટનાના પીડિત પરિવારોને વળતર તરીકે 5000 ની સહાય આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
