Viral Video: ફોટો પડાવવા આવેલી ફેને કાર્તિક આર્યનના ગાલને કર્યુ કંઈક એવુ...
કાર્તિક સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે અને પોતાના ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. હાલમાં જ તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો.
બોલિવુડ એક્ટર કાર્તિક આર્યને ભલે બહુ વધુ ફિલ્મો નથી કરી પરંતુ તેની ક્યુટનેસના લાખો દીવાના છે. તે જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમની સ્માઈલની પ્રશંસા જરૂર કરે છે. કાર્તિક સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે અને પોતાના ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. હાલમાં જ તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. વીડિયો લખનઉનો છે જ્યાં તે એક ફિલ્મનુ શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. અહીં તે ફેન્સ સાથે ફોટા ક્લિક કરાવી રહ્યા છે. અહીં એક શાળાની છાત્રાએ જે કર્યુ તે ચોંકાવનારુ છે. પરંતુ કાર્તિકને એ એટલુ ગમ્યુ કે તેમણે આનો વીડિયો શેર કર્યો છે.

છાત્રાએ પડાવ્યો ફોટો અને કાર્તિકના ગાલોને...
વીડિયોમાં દેખાઈ રહ્યુ છ કે કાર્તિક આર્યન સાથે સ્કૂલની ઘણી બધી છાત્રાઓ ફોટો ક્લિક કરાવી રહી છે. કાર્તિક ફોટો લઈને આગળ વધે છે ત્યારે જ એક છાત્રા તેમના ગાલ જોરથી ખેંચી દે છે અને તેના પર કાર્તિક ખૂબ પ્રેમથી સ્મિત કરે છે જેમ કે આની તેમને આદત હોય. છોકરી કાર્તિકના ગાલ ખેંચીને એવી ઉછળે છે જાણે કે તેનુ કોઈ સપનુ પૂરુ થઈ ગયુ છે. આ વીડિયોને કાર્તિક આર્યને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
કાર્તિક આર્યનના ગાલને ખેંચવાનો ખેલ
કાર્તિકે આ વીડિયો ફોટોગ્રાફર વિરલ ભાયાણીના ઈન્સ્ટાગ્રામ પરથી રિપોસ્ટ કર્યો છે અને તેમના જબરદસ્ત કેપ્શનનો જવાબ પણ આપ્યો છે. વાસ્તવમાં વિરલે આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ હતુ - ‘ડેર ગેમ રમો, કાર્તિક આર્યનના ગાલને ખેંચવાનું ડેર, લખનઉમમાં કેપ્ચર થયુ દ્રશ્ય.' આને કોટ કરીને કાર્તિકે વીડિયો રિપોસ્ટ કરી લખ્યુ છે - ‘હવે આવતી વખતે કોઈએ મારા ગાલ ખેંચ્યા તો ડેર ગેમના કારણો માટે જવાબદાર તમે હશે વિરલ ભાયાણી.'

‘પતિ, પત્ની ઓર વો'માં જોવા મળશે કાર્તિક
કાર્તિકના આ ક્યુટ વીડિયો પર તેમના ફેન્સ શાનદાર કમેન્ટ કરી રહ્યા છે. તેમના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક ટૂંક સમયમાં ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે સાથે ફિલ્મ ‘પતિ, પત્ની ઓર વો'માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 6 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ઉપરાંત કાર્તિક આર્યન ‘દોસ્તાના 2'માં જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
