આ છે બોલિવૂડના સૌથી વિવાદાસ્પદ ફિલ્મ ડિરેક્ટર, હવે જોડાયુ એક નવુ નામ!
બોલિવૂડ અને વિવાદને જૂનો નાતો છે. ફિલ્મો હોય કે સ્ટારની પર્સનલ લાઈફ, દરેક બાબતો સતત વિવાદોમાં ચાલતી રહે છે. આજે અમે તમને બોલિવૂડના સૌથી વિવાદાસ્પદ ફિલ્મ ડિરેક્ટરો વિશે જણાવવાના છીએ.
બોલિવૂડ અને વિવાદને જૂનો નાતો છે. ફિલ્મો હોય કે સ્ટારની પર્સનલ લાઈફ, દરેક બાબતો સતત વિવાદોમાં ચાલતી રહે છે. આજે અમે તમને બોલિવૂડના સૌથી વિવાદાસ્પદ ફિલ્મ ડિરેક્ટરો વિશે જણાવવાના છીએ. આ ડિરેક્ટરો તેની ફિલ્મોને લઈને સતત વિવાદોમાં રહે છે.

સંજય લીલા ભણસાલી
લીલા ભણસાલી પણ વિવાદોમાં ઘેરાયેલા રહે છે. તેમની લગભગ દરેક ફિલ્મ રિલીઝ પહેલા વિવાદોમાં ફસાય છે. માત્ર પદ્માવત જ નહીં, બાજીરાવ મસ્તાની, ગોલિયોં કી લીલા અને તાજેતરમાં રિલીઝ થયેલી ગંગુબાઈ કાઠિયાવાડીને લઈને મોટો વિવાદ થયો હતો.

સાજીદ ખાન
સાજિદ ખાને બિગ બોસના ઘરમાં વિવાદ છેડ્યો છે. MeToo માં ફસાયેલા સાજિદ ખાનની એન્ટ્રી સામે ઘણા ઈન્ટરનેટ યુઝર્સને વાંધો પડ્યો છે. જેના કારણે તે સતત ટ્રોલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે સાજિદ ખાન પર લગભગ 9 અભિનેત્રીઓએ MeTooનો આરોપ લગાવ્યો હતો.

ઓમ રાઉત
તાનાજી ફેમ ડાયરેક્ટર ઓમ રાઉત પણ આ સમયે લોકોના નિશાના પર છે. આદિપુરુષ નિર્દેશક ઓમ રાઉત આ ફિલ્મ માટે ટ્રોલ થઈ રહ્યા છે. ફિલ્મમાં હનુમાન અને રાવણના પાત્રો માટે તેમની ખૂબ ટીકા થઈ રહી છે. જેના કારણે તે હવે ધીમે ધીમે રાજકીય મુદ્દો બની રહ્યો છે.

રામ ગોપાલ વર્મા
આ લિસ્ટમાં બોલિવૂડ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા પણ ટોપ પર છે. ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા પોતાની ટ્વીટ અને પોતાની ફિલ્મોના કારણે અવારનવાર વિવાદોમાં રહે છે. તેની દરેક ફિલ્મ રિલીઝ પહેલા ટ્રોલ થાય જાય છે.

કરણ જોહર
દિગ્દર્શક કરણ જોહર પણ વિવાદોમાં રહે છે. કરણ જોહર તેની ફિલ્મોથી લઈને તેના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે.

મહેશ ભટ્ટ
મહેશ ભટ્ટને વિવાદો સાથે જૂનો નાતો છે. મહેશ ભટ્ટ તેમના અંગત જીવનથી લઈને ફિલ્મો સુધી વિવિધ કારણોસર વિવાદોમાં રહ્યા છે. મહેશ ભટ્ટના આ નિવેદનથી અનેક વખત વિવાદ પણ થયો છે. મેગેઝીનના કવર પેજ પર છપાયેલ પોસ્ટરમાં તેની પુત્રી પૂજા ભટ્ટને કિસ કરતા ફોટોએ મોટો વિવાદ ઉભો કર્યો હતો.

અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપ પોતાની બોલ્ડ ફિલ્મોના કન્ટેન્ટને કારણે હેડલાઈન્સમાં રહે છે. પછી તે તેની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર હોય કે પછી વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સ. અનુરાગ કશ્યપ આ વેબ સિરીઝમાં પોતાના બોલ્ડ કન્ટેન્ટને કારણે ઘણા વિવાદોમાં રહ્યા હતા.

દીપા મહેતા
દીપા મહેતા પોતાની ફિલ્મ ફાયરને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. લેસ્બિયનના મુદ્દા પર બનેલી આ ફિલ્મે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે દીપા મહેતા ખરાબ રીતે ટ્રોલ થઈ હતી.

મધુર ભંડારકર
ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકર પણ વિવાદોમાં ફસાયા છે. તેની ફિલ્મ ફેશનની રિલીઝ સમયે પ્રીતિ જૈન નામની મહિલાએ ડાયરેક્ટર પર તેને ક્રેડિટ આપ્યા વિના તેનો આઈડિયા ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
