કૈટરીના કૈફને ભગવાન માનીને પૂજે છે આ કપલ, જાણો કારણ, અભિનેત્રીની તસવિરોથી ભરેલો છે લિવિંગ એરીયા
બોલિવૂડ કલાકારોની ફેન ફોલોઈંગ કેટલી મજબૂત છે તે સાબિત કરવા માટે કોઈ પુરાવાની જરૂર નથી. ફિલ્મોમાં કરેલા રોલ વિશે કે તેના અંગત જીવન વિશે વાત કરીયે તો લોકો તેની સાથે સંબંધિત દરેક અપડેટની આતુરતાથી રાહ જોતા હોય છે. કેટરિના કૈફની વાત કરીએ તો અભિનેત્રી બોલિવૂડની સૌથી સુંદર અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.
જો કે કેટરિના કૈફની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે, પરંતુ એક કપલ જે રીતે કેટરિનાના હાર્ડ કોર ફેન છે તે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. હકીકતમાં, હરિયાણાના ચરખી દાદરી ગામના રહેવાસી સંતોષ અને બન્ટુ નામનું કપલ છેલ્લા 10 વર્ષથી કેટરીના કૈફની પૂજા કરે છે.

જે રીતે ભક્ત ભગવાનની પૂજા કરે છે, તેવી જ રીતે આ કપલ કેટરિના કૈફની પણ 10 વર્ષથી પૂજા કરી રહ્યું છે. બંનેની એક જ ઈચ્છા છે કે એક દિવસ તેઓ કેટરિના કૈફને મળે. કપલનું ઘર કેટરિના પ્રત્યેના તેમના જુસ્સાનો પુરાવો આપે છે.
તમને જણાવી દઈએ કે ઘરની અંદરના એક રૂમમાં માત્ર કેટરીના કૈફની તસવીરોના પોસ્ટર છે. બંને 2004થી કેટરિના કૈફને ફોલો કરી રહ્યાં છે. ગામડાના લોકો પણ કેટરિના કૈફ વિશે ઘણું બધું જાણે છે. જ્યારથી બન્ટુએ કેટરિના કૈફની પહેલી ફિલ્મ જોઈ ત્યારથી જ તે અભિનેત્રી પ્રત્યે આકર્ષિત થઈ ગયો હતો.
લગ્ન પહેલા બન્ટુના લિવિંગ રૂમમાં અભિનેત્રીની તસવીરો રહેતી હતી. અભિનેત્રી માટે તેની ક્રેઝીનેસ જોઈને તેનો પરિવાર પણ પરેશાન હતો. લાખ સમજાવટ બાદ પણ કંઈ કામ ન આવતા બન્ટુના પરિવારજનોએ કંટાળીને તેને સમજાવવાનું બંધ કરી દીધું હતું. આ પછી બન્ટુને આખરે એક છોકરી મળી જે તેના પાગલપનથી પરેશાન ન હતી.
બન્ટુ અભિનેત્રીની પૂજા કરે છે તે જોઈને છોકરીને ખૂબ જ આશ્ચર્ય થયું. આ પછી જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સંતોષ પણ કેટરીના કૈફની ફેન બની ગઇ. લગ્ન બાદથી દર વર્ષે આ કપલ કેટરિના કૈફનો જન્મદિવસ એકસાથે ઉજવે છે. કેટરિના કૈફના જન્મદિવસ પર, કપલ માત્ર કેક જ નહીં પણ લાડુ પણ વહેંચે છે. કપલને ખાતરી છે કે એક દિવસ તેઓ કેટરિના કૈફને ચોક્કસ મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
