ટીવીની આ સફળ અભિનેત્રીઓ બોલિવૂડમાં સુપર ફ્લોપ સાબિત થઈ, જુઓ પુરી યાદી
ટીવીની દુનિયામાં ઘણી અભિનેત્રીઓ સફળતાના મુકામ સુધી પહોંચી છે. જો કે તે અભિનેત્રીઓ બોલિવૂડમાં આવીને સુપર ફ્લોપ સાબિત થઈ છે.
ટીવીની ઘણી અભિનેત્રીઓ આજે બોલિવૂડમાં ફિલ્મી પડદે સફળ થઈ છે. જો કે કેટલીક એવી પણ અભિનેત્રીઓ છે જે ટીવીમાં ખુબ જ સફળ હતી પરંતુ બોલિવૂડમાં તેની સફળતાનો બધો નશો ઉતરી ગયો. આ અભિનેત્રીઓને ફિલ્મો તો મળી પરંતુ સફળતા નહીં. એક તરફ મૌની રોય જેવી અભિનેત્રીઓ ઝડપથી આગળ વધી રહી છે ત્યારે બીજી તરફ આ અભિનેત્રીઓ બોલિવૂડમાંથી ક્યાં ખોવાઈ ગઈ છે તેની કોઈને ખબર નથી.

પ્રાચી દેસાઈ
ટીવી સીરિયલ કસમ સેથી જાણીતી બનેલી પ્રાચી દેસાઈએ ફરહાન અખ્તરની ફિલ્મ રોક ઓનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી પ્રાચીએ વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈમાં ઈમરાન હાશ્મી સાથે પણ કામ કર્યું. પરંતુ ધીરે ધીરે પ્રાચી બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ.

અંકિતા લોખંડે
અંકિતા લોખંડે આજે ટીવીની દુનિયાની ઘરે ઘરે જાણીતી અભિનેત્રી છે. પવિત્ર રિશ્તા સિરિયલથી ટીવીમાં જાણીતી બનેલી અંકિતા લોખંડે ફિલ્મ મણિકર્ણિકામાં જોવા મળી હતી. જો કે હવે તેને ફિલ્મોમાં કામ માટે ફાંફા પડી રહ્યા છે.

આમના શરીફ
આમના શરીફ ટીવીનો જાણીતો ચહેરો છે. આમનાએ પણ બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. તે એક વિલન, આલૂ ચાટ જેવી કેટલીક ફિલ્મોમાં જોવા મળી હતી. આમના છેલ્લે જ્હાન્વી કપૂરની ફિલ્મ રુહીમાં જોવા મળી હતી. ફિલ્મોમાં વધુ કામ ન મળવાને કારણે આમનાએ છેલ્લા કેટલાક સમયથી એક્ટિંગમાંથી બ્રેક લીધો છે.

સંજીદા શેખ
સંજીદા શેખ બોલિવૂડમાં પગ જમાવવા માટે સતત સંઘર્ષ કરી રહી છે. સંજીદા શેખ બાગબાનમાં નાના રોલમાં જોવા મળી હતી અને હવે આવનારી ફિલ્મ હિરામંડીમાં જોવા મળશે. જો કે આના સિવાય તેની પાસે કોઈ ફિલ્મ નથી.

અનીતા હસનંદાની
ટીવીમાં નાગીનથી જાણીતી બનેલી નિતા હસનંદાની બોલિવૂડમાં સફળ ન થતા ટીવીની દુનિયામાં પાછી ફરી છે. ક્રિષ્ના કોટેજ અને મારીચ જેવી ફિલ્મોમાં તે જોવા મળી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
