આ છે બોલિવૂડ-ક્રિકેટની અધુરી લવ સ્ટોરી, વાયદાઓ બાદ પણ ન થઈ શક્યા લગ્ન
બોલિવૂડ અને ક્રિકેટનો જૂનો નાતો છે. બોલિવૂડ અભિનેત્રીઓ ભારતીય ક્રિકેટરો સાથે સાથે વિદેશી ક્રિકેટરોના પ્રેમમાં પણ પડતી રહે છે. આ લિસ્ટમાં મનસુર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોર જેવા મોટા નામથી લઈને અત્યારસુધીના વિરાટ અને અનુષ્કાના નામ સામેલ છે. જો કે કેટલીક એવી પણ લવ સ્ટોરી છે જે લગ્ન સુધી ન પહોંચી શકી. આજે આપણે તેની જ વાત કરવાના છીએ.

યુવરાજ સિંહ અને દીપિકા પાદુકોણ
યુવરાજ સિંહ અને દીપિકા પાદુકોણનું અફેર મીડિયામાં ખુબ ચર્ચાયુ હતું. બન્ને રિલેશનમાં પણ હતા. જો કે દીપિકાના કરિયરમાં યુવરાજની દખલને કારણે તેમની લવ સ્ટોરીનો કરૂણ અંત આવ્યો.

મોહમ્મદ અઝહરુદ્દીન અને સંગીતા બિજલાની
મોહમ્મદ અઝહરુદ્દીન અને સંગીતા બિજલાનીની લવ સ્ટોરી સૌથી જાણીતી લવ સ્ટોરીમાંથી એક છે. જો કે આ સ્ટોરીમાં બન્નેએ લગ્ન પણ કર્યા પરંતુ સફળ ન રહ્યા. 1996માં લગ્ન કર્યા બાદ બન્નેએ 2010માં છુટાછેડા લીધા.

રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહ
ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહની લવ સ્ટોરી બોલિવૂડ-ક્રિકેટની દુનિયામાં ખૂબ ચર્ચાયેલી લવ સ્ટોરી છે. બન્ને પોતાના કરિયરમાં ટોપ પર હતા ત્યારે સાઈન બ્લિટ્સના કવર પર બંનેનો સાથે ફોટો છપાયો હતો. અમૃતા રવિ શાસ્ત્રી સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ તે કોઈ કારણે થઈ શક્યુ નહીં અને રિલેશનનો અંત આવ્યો.

રોહિત શર્મા અને સોફિયા હયાત
હાલનો ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ બોલિવૂડ હસીનાને ડેટ કરી ચુક્યો છે. ક્યારેક તેનું નામ મોડલ સોફિયા હયાત સાથે જોડાયુ હતું. જો કે જાહેરમાં રિલેશન સ્વીકારવા બાબતે બન્ને વચ્ચે વિવાદ થયો અને અલગ થઈ ગયા.

શ્રીસંત અને નિકેશા
ક્રિકેટર એસ શ્રીસંત નિકેશાને ડેટ કરી રહ્યો હોવાના અહેવાલ આવ્યા હતા. બંનેની મુલાકાત બિગ બોસમાં થઈ હતી. શ્રીસંતે કહ્યું તે તેની પત્ની સાથે લગ્ન પહેલા રિલેશનશિપમાં હતો. નિકેશાને આ વાત પસંદ ન આવી અને બંને અલગ થઈ ગયા.

ગેરી સોબર્સ અને અંજુ મહેન્દ્રુ
બોલિવૂડ અને ક્રિકેટની ચર્ચાસ્પદ લવ સ્ટોરીમાં ગેરી સોબર્સ અને અંજુ મહેન્દ્રુની લવ સ્ટોરી સામેલ છે. ગેરી સોબર્સને અંજુ સાથે પ્રેમ થઈ ગયો હતો અને ગેરી સોબર્સે તેને પ્રપોઝ કર્યુ હતું. જો કે અંજુના પરિવારને મંજુર ન હોવાથી આ લવ સ્ટોરી ત્યાંજ ખતમ થઈ ગઈ. અંજુ રાજેશ ખન્નાને ડેટ કરી રહી હોવાના પણ અહેવાલ આવ્યા હતા.












Click it and Unblock the Notifications
