આ છે પાકિસ્તાનની બબાલ અભિનેત્રીઓ, જેની ભારતમાં પણ મોટી ફેન ફોલોઈંગ છે
પાકિસ્તાની અભિનેત્રીઓની ભારતમાં મોટી ફેન ફોલોઈંગ છે. પાકિસ્તાની અભિનેત્રીઓ તેની બોલ્ડનેસને લઈને ફેમસ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર અને આતંકવાદને લઈને હાલ તો વિવાદ ચરમસીમાએ છે. વિવાદને કારણે પાકિસ્તાની કલાકારોને મોટુ નુકસાન ભોગવવુ પડ્યુ છે. પાકિસ્તાની સ્ટાર્સની ભારતમાં મોટી ફેન ફોલોઈંગ છે. આજે આપણે આવી જ કેટલીક પાકિસ્તાની અભિનેત્રીઓ વિશે વાત કરવાના છીએ. જે તેની એક્ટિંગ સાથે સાથે વિવાદોમાં રહે છે અને ભારતમાં પણ લોકપ્રિય છે.

વીણા મલિક
પાકિસ્તાની બોલ્ડ અભિનેત્રી વીણા મલિક બિગ બોસમાં જોવા મળી હતી. અહીંથી તે ખુબ જ લોકપ્રિય થઈ હતી. ક્યારેક ન્યૂડ ફોટોશૂટ કરાવીને વિવાદમાં આવેલી વીણા મલિકની ભારતમાં મોટી ફેન ફોલોઈંગ છે.

મહવિશ હયાત
મહવિશ હયાતની ખૂબસૂરતીના લોકો દિવાના છે. ભારતીય અભિનેત્રી પુનમ પાંડેને પણ ઝાંખી પાડતી મહવિશ હયાત બોલ્ડ અને બ્યૂટીફુલ છે. ક્યારેક મહવિશનું નામ ડોન ડાઉદ સાથે પણ જોડાયુ હતુ. મહવિશ સતત ચર્ચામાં રહે છે.

મુસ્કાન
મુસ્કાને ગિટાર સાથે ન્યૂડ ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયાનો પારો ચડાવી દીધો હતો. 2016માં મિસિસ પાકિસ્તાન વર્લ્ડનો ખિતાબ જીતનારી મુસ્કાન પણ સતત વિવાદોમાં રહે છે. તેની બોલ્ડ અદાઓને કારણે તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

મથિરા મોહમ્મદ
મથિરા મોહમ્મદ એક બિંદાસ્ત અભિનેત્રી છે. તેને બોલ્ડ ફોટોશૂટ અને ફેશનમાં કોઈ શરમ નથી. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ ફોટોથી ભરેલુ છે. કપડા ઉતારવામાં સહેજ પણ ન શરમાતી મથિરા મોહમ્મદની મોટી ફેન ફોલોઈંગ છે.

અંજલિખા તાહિર
અંજલિખા તાહિર પાકિસ્તાનની સની લિઓન છે. છેલ્લા કેટલાક દિવસોથી અંજલિખાએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. તેના બિકીની ફોટોથી તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ભરેલુ છે.












Click it and Unblock the Notifications
