કોણ છે એ મહિલા જે સોનૂ સૂદ સાથે પ્રવાસી મજૂરોની મદદ કરી રહી છે
સોનૂ સૂદની કોશિશમાં તે એકલા નથી પરંતુ તેમનો સાથ આપી રહી છે તેમની નજીકની દોસ્ત નીતિ ગોયલ, જેમની સાથે સોનુ પોતાની કોશિશોને સફળ બનાવી શક્યા છે. આવો જાણીએ તેમના વિશે..
કોરોના સંકટ વચ્ચે પ્રવાસી મજૂરો માટે મસીહા બનેલ અભિનેતા સોનૂ સૂદ અત્યારે સમાચારોમાં છવાયેલા છે. તે સતત જરૂરતમંદ મજૂરોને ઘરે મોકલવા માટે બસ ચલાવી રહ્યા છે અને જમવાનુ પણ પહોંચાડી રહ્યા છે. સોનૂના આ પગલાંની દરેક સામાન્યથી લઈને ખાસ વ્યક્તિઓ પ્રશંસા કરી રહી છે. ખુદ કેન્દ્રીય મંત્રી અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ આ વાત માટે સોનૂની પ્રશંસા કરી છે પરંતુ સોનૂની આ કોશિશમાં તે એકલા નથી પરંતુ તેમનો સાથ આપી રહી છે તેમની નજીકની દોસ્ત નીતિ ગોયલ, જેમની સાથે સોનુ પોતાની કોશિશોને સફળ બનાવી શક્યા છે.

સોનૂ અને નીતિ બંને પંજાબના રહેવાસી છે
વાસ્તવમાં સોનૂ અને નીતિ બંને પંજાબના રહેવાસી છે અને બંને બાળપણના સાથી છે. બંનેના પરિવાર વચ્ચે પણ મિત્રતા છે. નીતિનુ શિક્ષણ ચંદીગઢના કાર્મેલ કૉન્વેન્ટ સ્કૂલમાંથી થયુ છે. વળી, અત્યારે મુંબઈ સ્થિત 4 રેસ્ટોરાં કૈબા, મદ્રાસ ડાયરીઝ, ઓસ્તાદ અને નોમ નોમ બંદ્રાની માલિક છે. તેના પતિનુ નામ પ્રણય ગોયલ છે અને તે બિઝનેસમેન છે. નીતિને બે બાળકોની મમ્મી છે, તેને બે બહેનો છે જેમના નામ રાશિ અને રીના છે.

જાણીતા ઉદ્યોગપતિ સુબોધ ગુપ્તાની દીકરી છે નીતિ
નીતિના પિતાનુ નામ સુબોધ ગુપ્તા હતુ કે જે દેશના ટૉપ 100 ઉદ્યોગપતિઓમાંના એક હતા પરંતુ વર્ષ 2017માં તેમનુ માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયુ હતુ. તમને જણાવી દઈએ કે સોનૂ સૂદ અને પોતાની ટીમ સાથે કૉર્ડિનેટ કરીને લોકો માટે દરેક પ્રકારની અરેન્જમેન્ટ્સ કરનારી નીતિ અત્યારે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. લોકો તેમની દિલ ખોલીને પ્રશંસા કરી રહ્યા છે.

ટ્વિટર અકાઉન્ટ પર જારી કર્યો હેલ્પલાઈન નંબર
સોનૂ સૂદે પ્રવાસી મજૂરોની મદદ માટે હવે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. બુધવારે તેમણે ટ્વિટમાં લખ્યુ, 'નમસ્કાર, હું તમારો દોસ્ત સોનૂ સૂદ બોલી રહ્યો છે, મારા પ્યારા શ્રમિક ભાઈઓ અને બહેનો, જો તમે મુંબઈમાં છો અને પોતાના ઘરે જવા ઈચ્છતા હોય તો કૃપા કરીને આ નંબર પર કૉલ કરો - 18001213711 અથવા પોતાનુ સરનામુ વૉટ્સએપ કરો. નંબર છે - 9321472118. સાથે જ એ પણ જણાવોકે તમે કેટલા લોકો છો અને અત્યારે ક્યાં છો અને તમારે ક્યાં જવાનુ છે. હું અને મારી ટીમ જે પણ મદદ કરી શકીશુ અમે જરૂર કરીશુ. અમારી ટીમ જલ્દી તમારો સંપર્ક કરશે.'
હવે વૉટ્સએપ પર બુક થશે ભારત ગેસનુ LPG સિલિન્ડર, જાણો કેવી રીતે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
