અક્ષયકુમાર વિના જ બનવાની હતી 'સિંગ ઈઝ કિંગની સિકવલ', 'ખેલાડી કુમારે' સમગ્ર ખેલ બગાડી દીધો
Singh is king Film: અક્ષયકુમારની બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘ ઈઝ કિંગ વર્ષ 2008માં આવી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતો અને આ ફિલ્મ સુપર ડુપર હીટ રહી હતી. આ કારણે ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી સારી કમાણી કરી હતી. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે સિંઘ ઈઝ કિંગ પ્રોડ્યુસર શૈલેન્દ્ર સિંહ રણવીર સિંહ અને દિલજીત દોસાંજ સાથે સિક્વલ બનાવવા માંગે છે. જો કે, શૈલેષ્દ્ર આ ફિલ્મ અક્ષય કુમાર વગર બનાવવા માંગ છે જો કે, આ કારણે આ ફિલ્મ ફસાઈ પડી છે.
સમાચાર છે કે સિંઘ ઈઝ કિંગની સિક્વલ અક્ષય કુમારની સાથે નહીં બની શકે. ફિલ્મ વર્તુળોમાં એવા પણ અહેવાલ છે કે અક્ષય પોતે જ આ ફિલ્મમાં કામ કરવા માંગતો નથી, પણ ખરી વાત એ છે કે, સિંઘ ઈઝ કિંગની સિક્વલ અક્ષયની પરવાનગી વગર બની શકે તેમ નથી.
અક્ષયની પરવાનગી વગર નહીં બની શકે ફિલ્મ
અક્ષય વિના સિક્વલ નહીં બને તેનું કારણ એ છે કે, સિંઘ ઈઝ કિંગના ફિલ્મના 50 ટકા રાઈટ્સ અક્ષય કુમારના બેનર પાસે છે. મતલબ કે અક્ષયની પરવાનગી વગર આ ફિલ્મ બની શકે નહીં. જો તેની કાસ્ટ બદલવી હશે તો અક્ષયની પરવાનગી લેવી પડશે.
ફિલ્મના 50 ટકા રાઈટ છે અક્ષય પાસે
પિંકવિલાએ સૂત્રોને ટાંકીને આ અંગે સમાચાર પણ પ્રકાશિત કર્યા છે. જેમાં તેણે જણાવ્યું કે, સિંઘ ઈઝ કિંગની 50 ટકા આઈપી એટલે કે બૌદ્ધિક સંપત્તિ અક્ષય કુમાર પાસે છે. જ્યારે પણ કોઈ તેનો આગામી ભાગ અથવા સિક્વલ બનાવે છે, ત્યારે તેને અક્ષયની પરવાનગીની જરૂર પડશે. સિક્વલ પર કામ તેના વિના શરૂ થઈ શકે નહીં..

સારી સ્ક્રિપ્ટ શોધી રહ્યો છે અક્ષય
હાલમાં અક્ષય આ સિક્વલમાં રિપ્લેસ કરવાના મૂડમાં નથી. તે ફિલ્મમાં તેની સામેલગીરી ઈચ્છે છે. તે સિંઘ ઈઝ કિંગની સિક્વલ સારી અને મજબૂત સ્ક્રિપ્ટ સાથે બનાવવાના મૂડમાં છે.
અક્ષયની લિગલ ટીમે આપ્યો જવાબ
આ તમામ બાબતો પર અક્ષય કુમારની લીગલ ટીમે પણ જવાબ આપ્યો છે કે સ્કાયફોર્સ રિલીઝ થશે. તેણે કહ્યું, સિંઘ ઈઝ કિંગના કો-ઓનર અક્ષય કુમાર છે. શૈલેન્દ્ર સિંહ દ્વારા આપવામાં આવેલ કોઈપણ નિવેદન અથવા ફિલ્મ વિશે કંઈપણ કહેવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. શૈલેન્દ્ર સિંહ કે અન્ય કોઈની પાસે આ ફિલ્મની પ્રિક્વલ્સ અને સિક્વલ બનાવવાના અધિકાર નથી.
હાલ આ ફિલ્મો કરી રહ્યો છે અક્ષયકુમાર
હવે જોવાનું એ રહે છે કે સિંઘ ઈઝ કિંગની સિક્વલ બને છે કે નહીં? તે અક્ષય કુમાર સાથે બનશે કે તેના વિના? આનાથી સંબંધિત જે પણ અપડેટ હશે તે અમે તમને જણાવીશું. હાલમાં અક્ષય કુમાર તેની સ્કાયફોર્સની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ સિવાય તેની પાસે જોલી એલએલબી 3, હાઉસફુલ 5, વેલકમ ટુ જંગલ અને ભૂત બંગલા જેવી ફિલ્મો છે.












Click it and Unblock the Notifications
