આ વર્ષે દેશમાં રેકોર્ડ બ્રેક અનાજના ઉત્પાદનની સંભાવના, જાણો કેટલુ ઉત્પાદન થશે?
2022-23 પાક વર્ષમાં ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ 1,121.8 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ ઉત્પાદન ગયા વર્ષ કરતાં 44.4 લાખ ટન વધુ છે.
નવી દિલ્હી : અનાજના ઉત્પાદનમાં આ વર્ષે તમામ રેકોર્ડ તુટવાની સંભાવના છે. ચાલુ વર્ષે જુલાઈ 2022 થી જૂન 2023 દરમિયાન ભારતમાં 3,235.5 લાખ ટન અનાજના ઉત્પાદનની સંભાવના છે. આ અત્યાર સુધીનું સૌથી મોટુ ઉત્પાદન હશે. ચોખા, ઘઉં, કઠોળ અને તેલીબિયાંના વિક્રમી ઉત્પાદનના અંદાજ છે. કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે વિક્રમી અનાજ ઉત્પાદનનો શ્રેય ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકોના પ્રયાસો તેમજ સરકારની નીતિઓને આપ્યો છે.

મંગળવારે જાહેર કરાયેલા અનુમાનોમા્ં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે જણાવ્યું કે, 2022-23 પાક વર્ષમાં ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ 1,121.8 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ ઉત્પાદન ગયા વર્ષ કરતાં 44.4 લાખ ટન વધુ છે. ઘઉંને સૌથી મહત્વપૂર્ણ રવિ પાક માનવામાં આવે છે અને અગાઉ 2020-21માં તેનું વિક્રમી ઉત્પાદન 1095.9 લાખ ટન હતું. જો કે, છેલ્લા પાક ચક્રમાં કેટલાક મુખ્ય રાજ્યોમાં તીવ્ર ગરમીને કારણે ઘઉંનું ઉત્પાદન ઘટીને 107.74 મિલિયન ટન થયું હતું.
આ સિવાય 2022-23 ના પાક વર્ષમાં ચોખાનું ઉત્પાદન 1,308.3 લાખ ટન આસપાસ રહેવાનો અંદાજ છે. જે ગત વર્ષ કરતા 13.6 લાખ ટન વધુ છે. બરછટ અનાજની વાત કરીએ તો, ચાલુ પાક વર્ષમાં ઉત્પાદન 52.72 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતાં 1.62 મિલિયન ટન વધુ છે.
આ વર્ષે કઠોળના ઉત્પાદનને લઈને પણ સારૂ અનુમાન છે. આંકડા અનુસાર, 2022-23માં કઠોળનું ઉત્પાદન 278.1 લાખ ટન આસપાસ રહેવાનો અંદાજ છે. જે ગયા વર્ષે માત્ર 273 ટન હતું. આમ વર્ષ 2022-23માં અનાજનું કુલ ઉત્પાદન રેકોર્ડ 3,235.5 લાખ ટન થવાનો અંદાજ છે. જે અગાઉના વર્ષ કરતાં 79.3 લાખ ટન વધુ છે.
કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર, માત્ર અનાજ જ નહીં તેલીબિયાંનું ઉત્પાદન વધવાનો પણ અંદાજ છે. તેલીબિયાંનું ઉત્પાદન 2022-23માં રેકોર્ડ 400 લાખ ટન થવાની ધારણા છે, જે ગયા વર્ષ કરતાં 20 લાખ ટન વધુ છે.
ઘઉંના રેકોર્ડ ઉત્પાદનનો અંદાજ વર્તમાન પરિસ્થિતિ માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે. આનાથી સ્થાનિક બજારમાં ઘઉંની ઉપલબ્ધતા વધારવામાં મદદ મળશે. આનાથી ઘઉંના લોટના છૂટક ભાવો પણ નીચે લાવી શકાશે. ગત વર્ષે ઘઉંના ભાવને અંકુશમાં લેવા માટે સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તાજેતરમાં ઘઉંના છૂટક ભાવ ઘટાડવા સરકારે ખુલ્લા બજારમાં બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉં ઉતારવાનો પણ નિર્ણય કર્યો છે. તેમાંથી 25 લાખ ટન ઘઉં લોટ મિલો માટે ઉપલબ્ધ કરાવવાના છે.
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 1.39 લાખ હેક્ટર વધુ વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે. આ રીતે ઘઉંનો પાક 2022-23ની રવિ સિઝનમાં કુલ 343.23 લાખ હેક્ટરમાં વવાયો છે. હવામાનની સ્થિતિ સારી હોવાને કારણે સારી ઉપજની શક્યતા છે. મધ્યપ્રદેશ દેશનું મુખ્ય ઘઉં ઉત્પાદક રાજ્ય છે અને અહીં ઘઉંનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
