'ધ કેરલ સ્ટોરી' બ્લૉક બસ્ટર સાબિત થશે? ચોથા દિવસે પણ બંપર કમાણી, કમાયા આટલા કરોડ
The Kerala Story Box Office Collection Day 4: તમામ વિરોધ વચ્ચે અદા શર્માની ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' બૉક્સ ઑફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મે વીકએન્ડ પર ધૂમ મચાવી હતી અને એ પછી પણ ફિલ્મનુ કલેક્શન જબરદસ્ત થઈ રહ્યુ છે.
ફિલ્મ ધ કેરળ સ્ટોરી 5 મેના રોજ સિનેમાઘરોમાં આવી હતી. જે બાદ દેશભરના ઘણા રાજ્યોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કેટલાક રાજ્યોમાં લોકો ફિલ્મને સમર્થન આપી રહ્યા છે અને સરકારે તેને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે.

ફિલ્મનુ સ્ક્રિનિંગ રોકવા છતાં લોકો તેને જોરદાર પ્રતિસાદ આપી રહ્યા છે. આટલી બધી મુશ્કેલીઓ છતાં પણ ફિલ્મ મોટી કમાણી કરી રહી છે. રિલીઝના 4 દિવસમાં જ ફિલ્મે 45 કરોડનો આંકડો પાર કરી લીધો છે. અહેવાલો મુજબ કેરળ સ્ટોરીએ શુક્રવારે 8 કરોડનુ કલેક્શન કરીને ભવ્ય શરૂઆત કરી હતી. શનિવારે તેણે 11.22 કરોડની કમાણી કરીને જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો હતો. ફિલ્મે રવિવારે 16 કરોડનુ કલેક્શન કર્યુ હતુ.
આ ત્રણ દિવસમાં ફિલ્મે 35 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. ફિલ્મને વીકેન્ડમાં ઘણો ફાયદો થયો. અહેવાલો મુજબ ફિલ્મે સોમવારે 10.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે અને લગભગ આ જ આંકડો શનિવારે પણ રહ્યો હતો. કુલ મળીને આ ફિલ્મે અત્યાર સુધીમાં 43.85 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આવી સ્થિતિમાં ફિલ્મને વિવાદોથી ઘણો ફાયદો થયો એમ કહેવું ખોટું નહીં ગણાય.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરલા સ્ટોરી લગભગ 40 કરોડના બજેટમાં બની છે. ફિલ્મમાં અદા શર્માની એક્ટિંગ ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. અત્યાર સુધી આ ફિલ્મે બજેટ કરતાં વધુ કમાણી કરી છે. આવનારા દિવસોમાં ફિલ્મને કેવો પ્રતિસાદ મળે છે તે જોવુ રહ્યુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
