ડિરેક્ટરે મને શુટિંગ માટે અંડરવેરમાં જોવાની શરત મુકી હતી, પ્રિંયંકા ચોપરાનો નેપોટિઝમને લઈને મોટો ઘટસ્ફોટ
બોલિવૂડમાંથી હોલિવૂડ પહોંચેલી બોલ્ડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના બોલ્ડ નિવેદનોને લઈને સતત ચર્ચામાં છે. હવે પ્રિયંકા ચોપરાએ વધુ એક નિવેદન આપીને તમામને ચૌકાવ્યા છે.
દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ઘણા સમયથી બોલિવૂડમાં નેપોટિઝને લઈને એક પછી એક ખુલાસા કરી રહી છે ત્યારે હવે તેને વધુ એક વખત મોટો ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપરાએ પોતાના શરૂઆતના દિવસો પર વાત કરતા કહ્યું કે, એક ફિલ્મની શુટિંગ દરમિયાન ડિરેક્ટર તેને અંડરવેરમાં જોવા માંગતા હતા.

પ્રિયંકા ચોપરાએ આ ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા જણાવ્યુ કે, આ ઘટના 2002 થી 2003 ની છે. તે ઈન્ડસ્ટ્રીમાં નવી હતી અને તેને અન્ડરકવર એજન્ટની ભૂમિકા ભજવવાની હતી. આ રોલ માટે પ્રિયંકા એક એવા ડિરેક્ટર સાથે કામ કરી રહી હતી જેને તે ક્યારેય મળી નહોતી. આ ફિલ્મના એક સીન દરમિયાન પ્રિયંકા ચોપરાને એક છોકરાને સિડ્યુસ કરવાનો હતો. આ માટે અભિનેત્રીને તેના શરીર પરથી તમામ કપડા કાઢી નાખવા માટે કહેવામાં આવ્યું હતું.
શુટિંગ દરમિયાન પ્રિયંકા ચોપરા ઈચ્છતી હતી કે તે કપડામાં દેખાય, જો કે ડિરેક્ટરે કહ્યું કે હું તેના અંડરવેર જોવા માંગુ છું, નહીં તો કોઈ આ ફિલ્મ જોવા કેમ આવશે? પ્રિયંકાએ કહ્યું કે, ડિરેક્ટરે મને આ વાત સીધી ન કહી પરંતુ મારી સામે સ્ટાઈલિશને કહ્યું.
પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, આ એક અમાનવિય ક્ષણ જેવું હતું. મને લાગ્યું કે તેની કળા જરા પણ મહત્વની નથી. અહીં પ્રિયંકાએ એ પણ જણાવ્યું કે, તેણે બે દિવસ કામ કર્યા બાદ ફિલ્મ છોડી દીધી અને પ્રોડક્શન હાઉસને પોતાના પૈસા આપ્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ પ્રિયંકા ચોપરા બોલિવૂડમાં ચાલી રહેલા ગ્રુપીઝમ અને નેપોટિઝમ વિશે ખુલ્લીને બોલી ચુકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
