આ કોરિયોગ્રાફરની માતાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
કોરિયોગ્રાફર શ્યામક દાવરની માતા પૂરણ દાવરનું 23 સપ્ટેમ્બરની સવારે નિધન થયું છે. શ્યામક દાવરની માતા 99 વર્ષના હતા. પૂરણ દાવરની તબિયત છેલ્લા ઘણા દિવસોથી ગંભીર હતી. લાંબી બીમરી બાદ પણ તેમની તબીયતમાં કોઇ સુધારો થયો ન હતો.
મુંબઈ : બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર શ્યામક દાવરની માતા પૂરણ દાવરનું 23 સપ્ટેમ્બરની સવારે નિધન થયું છે. શ્યામક દાવરની માતા 99 વર્ષના હતા. પૂરણ દાવરની તબિયત છેલ્લા ઘણા દિવસોથી ગંભીર હતી. લાંબી બીમરી બાદ પણ તેમની તબીયતમાં કોઇ સુધારો થયો ન હતો અને વૃદ્ધાવસ્થાને કારણે તેમને ઘણા રોગોએ ઘેરી લીધા હતા. બોલિવૂડની ઘણી હસ્તીઓ અને શ્યામક દાવરના ચાહકોએ તેની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પાપારાઝી ઇન્સ્ટાગ્રામ પેજ વિરલ ભાયાણી, જે બોલિવૂડ સેલિબ્રિટીના ફોટા અને વીડિયો અપડેટ કરે છે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પુરણ દાવરના નિધનના સમાચાર શેર કર્યા છે. શ્યામક દાવર અને તેની માતાની તસવીર શેર કરતા વિરલ ભાયાણીએ લખ્યું, "પુરણ એન દાવર, શ્યામક દાવરની માતા, જેમને 99 વર્ષના હતા, આજે સવારે લાંબી બીમારીને કારણે અવસાન પામ્યા છે!"
શ્યામક દાવર બોલિવૂડના સૌથી પ્રખ્યાત કોરિયોગ્રાફરોમાંના એક છે. તેમને ભારતમાં નૃત્ય જગતમાં ક્રાંતિ લાવવા માટે જાણીતા છે. શ્યામક દાવરને 'સમકાલીન નૃત્યના ગુરુ' તરીકે ઓળખવામાં આવે છે. અભિનેત્રી રશ્મી દેસાઈ અને રજનીશ દુગ્ગલ જેવી હસ્તીઓએ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પુરણ દાવરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્યામક દાવરને તેની માતા સાથે ગાઢ સંબંધ હતો.
શ્યામક દાવરને 1997માં ફિલ્મ 'દિલ તો પાગલ હૈ' માં કામ કરવા બદલ બેસ્ટ કોરિયોગ્રાફી માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. શિયામક દાવરને જુલાઈ 2011માં ભારત અને વિશ્વભરમાં મનોરંજનમાં યોગદાન બદલ મિડલસેક્સ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટની પદવી આપવામાં આવી હતી. શ્યામક દાવરે તાલ, કિસના, બંટી ઔર બબલી, ધૂમ 2, આઈસીયુ, તારે જમીન પર, યુવરાજ, રબ ને બના દી જોડી, ભાગ મિલ્ખા ભાગ અને જગ્ગા જાસૂસ જેવી હિન્દી ફિલ્મો માટે કોરિયોગ્રાફી કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
