વન નાઇટ સ્ટેન્ડના ચક્કરમાં પ્રેગનન્ટ થઈ ગઈ હતી આ એક્ટ્રેસ, એબોર્શન કરાવી છુટકારો મેળવ્યો!
સેક્રેડ ગેમ ફેમ એક્ટ્રેસ કુબ્રા સૈતે પોતાના અંગત જીવન સાથે જોડાયેલો એક ખુલાસો કર્યો છે. કુબ્રા સૈતે જણાવ્યું કે કેવી રીતે તેણીની એક ભૂલને કારણે તેને ગર્ભપાત કરાવવો પડ્યો.
સેક્રેડ ગેમ ફેમ એક્ટ્રેસ કુબ્રા સૈતે પોતાના અંગત જીવન સાથે જોડાયેલો એક ખુલાસો કર્યો છે. કુબ્રા સૈતે જણાવ્યું કે કેવી રીતે તેણીની એક ભૂલને કારણે તેને ગર્ભપાત કરાવવો પડ્યો. કુબ્રાએ તેની પ્રથમ પુસ્તક ઓપન બુક નોટ ક્વિટ અ મેમોયરમાં આનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક કુબ્રાના અંગત જીવનના ઘણા રહસ્યો ખોલે છે.

કુબ્રાએ પુસ્તકમાં રહસ્ય ખોલ્યા
કુબ્રાએ આ પુસ્તકમાં જણાવ્યું છે કે કેવી રીતે તેને આ સ્ટેજ પર પહોંચતા પહેલા બોડી શેમિંગ સાથે અનેક પ્રકારના શોષણમાંથી પસાર થવું પડ્યું હતું. આ પુસ્તકમાં કુબ્રાના જીવનના અનેક પ્રકરણો છે. આમાં એક પ્રકરણનો સમાવેશ થાય છે જેમાં તે માતા બનવા માટે તૈયાર નહોતી. તેમના જીવન સાથે જોડાયેલો આ કિસ્સો વર્ષ 2013નો છે. જ્યારે કુબ્રા વેકેશન માટે આંદામાન ગઈ હતી. તેણે આ પુસ્તકમાં જણાવ્યું છે કે તે એક રાત્રે સ્કૂબા ડાઈવિંગ માટે ગઈ હતી. તેણે રાત્રે ખૂબ જ દારૂ પીધો હતો. પછી તે તેના મિત્ર સાથે ઈન્ટિમેટ થઈ હતી.

ગર્ભપાત કરવાનું નક્કી કર્યું
કુબ્રાને પછી જાણવા મળ્યું કે તેના પિરિયડ મીસ થઈ રહ્યાં છે. ત્યારપછી તેણે તેના વિશે જાણવા માટે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો. અભિનેત્રીએ આ અંગે લખ્યું છે કે એક અઠવાડિયા પછી મેં ગર્ભપાત કરવાનો નિર્ણય કર્યો. હું આ માટે સંપૂર્ણપણે તૈયાર ન હતી.

આવુ ક્યારેય વિચાર્યુ ન હતું
કુબ્રા જણાવે છે કે તેને જીવન વિશે આ રીતે વિચાર્યું ન હતું. કુબ્રાએ એમ પણ કહ્યું કે આ અનુભવ તેના માટે ખરાબ રહ્યો છે. જો કે તેને આ અંગે કોઈ અફસોસ નથી. તેની પસંદગીને કારણે મને ખરાબ લાગી રહ્યું હતું.

23 વર્ષની ઉંમરે લગ્ન અને 30 વર્ષે બાળક
તેનું કારણ એ હતું કે લોકો તેના વિશે સાંભળીને શું વિચારશે. કુબ્રાએ સ્પષ્ટ કહ્યું કે તે સમયે તે માતા બનવા તૈયાર નહોતી. આજે પણ હું તેના માટે તૈયાર નથી. મને એ સમજાતું નથી કે 23 વર્ષની ઉંમરે લગ્ન અને 30 વર્ષની ઉંમરે બાળક. તમને જણાવી દઈએ કે કુબ્રા જવાની જાનેમન, સુલતાન સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. પરંતુ તેને ઓળખ માત્ર સેક્રેડ ગેમ્સથી મળી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
