Pics : જે ઇશકઝાદે-ગુન્ડે ન કરી શકી, તે ક્રિશે કરી બતાવ્યું...
મુંબઈ, 20 એપ્રિલ : ગત શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ 2 સ્ટેટ્સે બૉક્સ ઑફિસ પર સારી ઓપનિંગ કરી છે. ફિલ્મે પહેલા જ દિવસે 12 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં અર્જુન કપૂરને લોકો બહુ પસંદ કરી રહ્યાં છે. ખાસ તો યુવતીઓ વચ્ચે અર્જુન કપૂર અંગે બહુ ક્રૅઝ ઊભો થયો છે. આ વાતથી અર્જુન કપૂર બહુ ખુશ છે અને પોતે જ કહી રહ્યાં છે કે ધીમે-ધીમે દર્શકો તેમના કામ અંગે નિશ્ચિંત થઈ જશે.
જે કામ 2 સ્ટેટ્સના ક્રિશે કરી આપ્યું, તે ઇશકઝાદે તથા ગુન્ડે ન કરી શક્યાં. આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર અભિનીત 2 સ્ટેટ્સ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે અર્જુને જણાવ્યું - હું આભારી છું કે લોકોએ પોતાના મનમાં મારી બનેલી છબી બદલી નાંખી છે. મારો વિચાર છે કે લોકોએ દરેક ફિલ્મ સાથે મારૂં કામ જોવું જોઇએ. તેમને મારા અંગે વધુ ખાત્રી થવી જોઇએ. અત્યાર સુધીની પ્રતિક્રિયા જણાવે છે કે લોકોને મારા પાત્રની ગહેરાઈ ગમી છે. આપ ક્રિશમાં સાદગી જુઓ છો.
અર્જુને જણાવ્યું - ક્રિશ નાયકોની જેમ નથી. તેની આ જ વાત મને પસંદ છે. તે પોતાની પ્રેમિકા અને પોતાની માતા વચ્ચે ફસાયો છે અને મને ક્રિશને હીરો તરીકે નહીં દાખવવાનો વિચાર ગમ્યો. અર્જુન કપૂર પોતાની આગામી ફિલ્મોમાં પણ જુદા-જુદા પાત્રમાં દેખાશે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

2 સ્ટેટ્સનો રોલ સારો
અર્જુને જણાવ્યું - મારૂં મન દરેકફિલ્મ સાથે આગળ વધવાનું છે. દિગ્દર્શક આપમાં કંઇક નવુંજુએ છે. આવું દરેક ફિલ્મમાં થાય છે, પણ પાત્રના ઉંડાણના કારણે 2 સ્ટેટ્સમાં આ બહુ સ્પષ્ટ દેખાય છે. મને પણ 2 સ્ટેટ્સનો રોલ બહુ ગમે છે.

દરેક પાત્ર જુદું
અર્જુને જણાવ્યું - મારી આગામી ફિલ્મ ફાઇન્ડિંગ ફૅની ફર્નાન્ડીઝ પણ જુદી છે અને મને લાગે છે કે દિગ્દર્શક આપમાં તે વસ્તુ પણ શોધી શકે છે કે જે આપને પોતે નથી ખબર. હું નથી જાણતો કે હું નાનકડા શહેરના ગુન્ડાનો રોલ કરી શકું, પણ ઇશકઝાદેમાં મેં કર્યું.

આલિયા કરતા અર્જુન બહેતર
2 સ્ટેટ્સ માટે આલિયા ભટ્ટ કરતા અર્જુન કપૂરના વધુ વખાણ થઈ રહ્યાં છે. સમીક્ષકોએ પણ અર્જુનનું કામ પસંદ કર્યું છે.

અર્જુને દિલ લુંટ્યું
2 સ્ટેટ્સ માટે મહેશ ભટ્ટે પણ અર્જુનને પોતાની દીકરી આલિયા કરતા બહેતર અને જાનદાર ગણાવ્યાં છે.

અર્જુને દિલ લુંટ્યું
2 સ્ટેટ્સ માટે મહેશ ભટ્ટે પણ અર્જુનને પોતાની દીકરી આલિયા કરતા બહેતર અને જાનદાર ગણાવ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
