તનુશ્રી દત્તા અંગે અન્નુ કપૂરઃ ‘પોલિસ પાસે નહિ જાય તો ઈરાદા પર શંકા જશે'
અભિનેતા અને ટીવી એન્કર અન્નુ કપૂરે તનુશ્રી દત્તા-નાના પાટેકર વિવાદ પર નિવેદન આપ્યુ છે.
અભિનેતા અને ટીવી એન્કર અન્નુ કપૂરે તનુશ્રી દત્તા-નાના પાટેકર વિવાદ પર નિવેદન આપ્યુ છે. અન્નુ કપૂરે કહ્યુ કે મહિલા સાથે ખોટુ થયુ અને જો વ્યક્તિ ખોટો સાબિત થાય તો તેને સજા મળવી જોઈએ પછી તે વ્યક્તિ નાના પાટેકર હોય, અન્નુ કપૂર હોય કે નરેન્દ્ર મોદી. અન્નુ કપૂરે જોર દઈને કહ્યુ કે પહેલા તે સાબિત થવુ જોઈએ. તનુશ્રી દત્તાના નાના પાટેકર પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપ લગાવ્યા બાદ બોલિવુડમાં તેના અંગે પ્રતિક્રિયા આવી રહી છે.

નાના પાટેકર પર સેક્સ્યુએલ હેરેસમેન્ટનો આરોપ લગાવનાર તનુશ્રી દત્તા પર બોલતા અન્નુ કપૂરે કહ્યુ, 'એક મહિલા સાથે ખોટુ થાય અને જો તે સાબિત થાય તો આરોપી વ્યક્તિને સજા મળવી જોઈએ પછી તે નાના પાટેકર હોય, અન્નુ કપૂર કે નરેન્દ્ર મોદી. જો કે તે સાબિત થવુ જોઈએ.' અન્નુ કપૂરે આગળ કહ્યુ કે તનુશ્રી પોલિસ પાસે કેમ નથી જતી. તે મીડિયા ટ્રાયલ કેમ કરી રહી છે.
અન્નુ કપૂરે કહ્યુ, 'મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કાલે ઘણી સારી વાત કહી કે તમારે પોલિસને રિપોર્ટ કરવો જોઈએ. તમે મીડિયા ટ્રાયલ કેમ કરી રહ્યા છો. તમે જો પોલિસ પાસે નહિ જાવ તો અમે તમારા ઈરાદા પર શંકા કરીશુ. અમે કોઈના પક્ષમાં કે કોઈના વિરોધમાં નથી.'
Maharashtra Home Minister said a good thing yesterday that 'you should report to police, why are you doing media trial?' If you don't go to the police, we'll suspect your intentions. We aren't in favour or against anyone: Annu Kapoor. #TanushreeDutta
— ANI (@ANI) 6 October 2018
નાના પાટેકર પર તનુશ્રી દત્તાએ લગાવેલા આરોપ બોલિવુડમાં #MeToo ની શરૂઆત ગણવામાં આવી રહ્યા છે. તનુશ્રી દત્તાએ નાના પાટેકર સામે 10 વર્ષ પહેલો હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના સેટ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. વળી, તેમણે ખુલાસો કર્યો હતો કે વિવેદ અગ્નિહોત્રીએ ચોકલેટ ફિલ્મના સેટ પર તેના કપડા ઉતારીને નાચવા માટે કહ્યુ હતુ. તનુશ્રીના દાવાઓને નજરે જોનાર સાક્ષીઓનો પણ સાથે મળ્યો છે. અભિનેત્રીને ભલે 10 વર્ષ પહેલા કોઈ સપોર્ટ ન મળ્યો હોય પરંતુ આજે મોટાભાગના સ્ટાર્સ તેની સાથે છે.












Click it and Unblock the Notifications
