PictureAlert:બોલિવૂડના સૌથી ક્યૂટ સ્ટાર કિડનો ફોટો થયો વાયરલ
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાન જન્મની સાથે જ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
કરીના કપૂર ભલે સોશિયલ મીડિયા પર નથી, પરંતુ તેની અને પુત્ર તૈમુરની લેટેસ્ટ તસવીરો સોશયિલ મીડિયા પર તુરંત વાયરલ થવા લાગે છે. સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર તૈમુરનો આ લેટેસ્ટ ફોટો વાયરલ થઇ રહ્યો છે. કરીના પોતાના પ્રેગનન્સી પિરિયડ દરમિયાન સતત ચર્ચામાં રહી હતી અને તેના પુત્રના જન્મની સાથે જ તેની તસવીર વાયરલ થવા લગી હતી.

તૈમુર અલી ખાનનો લેટેસ્ટ ફોટો
તૈમુરનો જે લેટેસ્ટ ફોટો વાયરલ થઇ રહ્યો છે તે આ છે. બેબી ટ્રોલીમાં નાનકડો તૈમુર વ્હાઇટ સોફ્ટ ટી-શર્ટ, બ્લેક જીન્સ અને સાઇડ કેપમાં જોવા મળી રહ્યો છે. કરીનાનો પુત્ર તૈમુર અત્યંત હેલ્ધી છે.

આ પહેલાની તસવીર
આ પહેલા પણ કરીના અને તૈમુરનો એક ફોટો વાયરલ થયો હતો. જેમાં કરીના પોતાના પુત્ર તૈમુરને તેડીને વહાલ કરતી નજરે પડે છે. તૈમુરે જન્મતાં વેંત જ ઇન્ટરનેટ અને ખાસ કરીને ટ્વીટર પર જાણે તોફાન ઊભું કર્યું હતું.

નામને લઇ વિવાદ
સૈફે પોતાના પુત્રનું નામ તૈમુર રાખતાં આ વિવાદ ઊભો થયો હતો. દિલ્હીનો વિધ્વંશ કરનાર ક્રૂર મુગલ શાસકનું નામ પણ તૈમુર હતું. આથી લોકોએ આ મામલે સૈફ અને કરીનાની ખૂબ આલોચના કરી હતી. જો કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરણ જોહર, ઋષિ કપૂર જેવા ઘણા લોકોએ તેમનો સાથ આપ્યો હતો. તેમનું માનવું હતું કે, પોતાના બાળકનું નામ શું રાખવું એ તેમનો વ્યક્તિગત નિર્ણય છે.

પહેલો ફોટો
તૈમુરનો જે પહેલો ફોટો વાયરલ થયો હતો, તે આ છે. સૈફે પોતાના વ્હોટસપ ડીપીમાં આ ફોટો મુકતાં તુરંત જ વાયરલ થઇ ગયો હતો. આ અંગે કરીનાએ કહ્યું કે, મેં સૈફને પૂછ્યું હતું કે તે શા માટે તૈમુરનો ફોટો ડીપીમાં મુક્યો, તો તેણે કહ્યુ હતું કે, હું કાયમ તો એને છુપાવીને ન રાખી શકું.

બાળકના જન્મ બાદ કરીનાનો ઇન્ટરવ્યૂ
આ વિવાદ પર કરીનાએ ચુપ્પી તોડી 14 ફેબ્રુઆરીના રોજ. વેલેન્ટાઇન ડેના દિવસે તેણે ડાયટિશિયન ઋજુતા દિવાકરને ફેસબૂક લાઇવ પર ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેણે તૈમુરના નામ અંગે કહ્યું કે, મને ખબર નથી પડતી કે લોકોએ મારા દિકરાના નામને આટલું પર્સનલી કેમ લીધું? મને અને સૈફને આ નામ પસંદ હોવાથી અમે આ નામ રાખ્યું, કોઇ પણ જીવીત કે મૃત વ્યક્તિના નામ સાથે એને કોઇ લેવા-દેવા નથી. અરબી ભાષામાં તૈમુરનો અર્થ થાય છે લોખંડ.
{promotion-urls}
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
