સ્વરા ભાસ્કર પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર, કર્યો ચોંકાવનારો ખુલાસો
બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યુ કે તે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી.
બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યુ કે તે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી. સ્વરાએ જણાવ્યુ કે એક મીટિંગ દરમિયાન એક વ્યક્તિ તેની પાસે આવ્યો. તે પોતાને મોટા પ્રોડ્યુસરનો મેનેજર કહેતો હતો. તેણે મારા ઘરનુ સરનામુ પૂછ્યુ. એ વખતે તે વ્યક્તિએ કંઈક એવુ કર્યુ જે ખૂબ જ ચોંકાવનારુ હતુ. સ્વરા ભાસ્કરે આ વાતનો ખુલાસો ઈન્ડિયન એક્સપ્રેસની એક ઈવેન્ટ એક્સપ્રેસ અડ્ડામાં કર્યો. સ્વરાએ આ કાર્યક્રમ દરમિયાન ઘણા મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા. આ દરમિયાન તેણે કાસ્ટિંગ કાઉચ પર પોતાનો અનુભવ શેર કર્યો.

કાસ્ટિંગ કાઉચ પર બોલી સ્વરા ભાસ્કર
સ્વરા ભાસ્કરે જણાવ્યુ કે મોટા પ્રોડ્યુસરનો મેનેજર ગણાવતા તે વ્યક્તિએ એક મીટિંગ દરમિયાન અચાનક મને મારા ઘરનું સરનામુ પૂછવાનું શરૂ કરી દીધુ. તેની સાથે મારી આ મુલાકાતમાં હું તેને ઓળખતી પણ નહોતી. એ વખતે હું તે મીટિંગમાંથી ઉઠી જવા માંગતી હતી. તે જ વખતે એ વ્યક્તિની હરકત વધી ગઈ. તેણે મારા કાન પર કિસ કરવાની કોશિશ કરી.

‘પોતાને મોટા પ્રોડ્યુસરનો મેનેજર બતાવતો હતો તે વ્યક્તિ'
સ્વરા ભાસ્કરે જણાવ્યુ કે, "ત્યારબાદ પણ તે વ્યક્તિ સીધો ન રહ્યો. તેણે મને કહ્યુ, ‘આઈ લવ યુ બેબી'. જ્યારે મે તેને દૂર હટાવવાની કોશિશ કરી તો તેણે મારા વાળને મોઢામાં લઈ લીધા. પોતાનો અનુભવ શેર કરતા સ્વરાએ પૂછ્યુ કે આ પ્રકારની વસ્તુઓ કાસ્ટિંગ કાઉચનો હિસ્સો જ છે ને?"

સ્વરાએ ફેમિનિઝમ પર આ કહ્યુ
સ્વરા ભાસ્કરે ફેમિનિઝમ પર પણ પોતાની વાત મૂકી. તેણે કહ્યુ કે ફેમિનિઝમ એક વિચાર છે જે અંતર્ગત જેન્ડર્સમાં સમાનતા હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે સ્વરા ભાસ્કરની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘વીરે દી વેડિંગ' એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી. ફિલ્મને ચારે તરફથી પ્રશંસા મળી રહી છે. વળી, ટ્વિટર પર ઘણા યુઝર્સે આના વિરોધમાં અભિયાન પણ ચાલુ કરી દીધુ છે. ફિલ્મમાં સ્વરા ભાસ્કરના માસ્ટરબેટ કરતા એક સીનને તેમણે ટ્રોલ કર્યુ છે. જો કે તેણે આ બધા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

ફિલ્મ ‘વીરે દી વેડિંગ' માટે રહી છે ચર્ચામાં
આ સીન અંગે એક ઈન્ટરવ્યૂમાં સ્વરાએ કહ્યુ કે આપણા સમાજમાં મહિલાઓની યૌન ઈચ્છાઓને અપરાધ માનવામાં આવે છે. મને ખબર હતી કે શૉક વેલ્યુ તો હશે જ. તેણે કહ્યુ કે માસ્ટરબેશન એક નેચરલ વસ્તુ છે. જો કે લોકોએ આવુ પહેલા ક્યારેય જોયુ નથી એટલા માટે તેમને આ વાત પચી નથી રહી. તેણે કહ્યુ કે તેણે આ સીન કરવામાં ખૂબ સાવધાની રાખી હતી. તેણે એ વાતનો ખાસ ખ્યાલ રાખ્યો હતો કે ફિલ્મનો તે સીન પોર્ન ક્લિપ નહિ પરંતુ કોમેડી લાગે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
