સુષ્મિતા સેને રોહમન શૉલ સાથે બ્રેકઅપ પર તોડ્યુ મૌન, કહ્યુ - સંબંધ બહુ પહેલા ખતમ થઈ ગયો...પ્રેમ બાકી છે
બૉલિવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને પોતાના બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ કરી લીધુ છે.
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને પોતાના બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ કરી લીધુ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ઘોષણા કરી છે કે તેણે મૉડલ રોહમન શૉલ સાથે સંબંધ તોડી લીધો છે. થોડા સમયથી સુષ્મિતા અને રોહમનના સંબંધો ખરાબ સમયમાંથી પસાર થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી અને હવે આની પુષ્ટિ અભિનેત્રીએ કરી દીધી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર પોતાના કેપ્શનમાં શેર કર્યુ કે તેમની વચ્ચેનો સંબંધ ઘણા સમયથી પૂરો થઈ ચૂક્યો છે, અમારી રિલેશનશિપ ખતમ થઈ ચૂકી છે.

સંબંધ બહુ પહેલા ખતમ થઈ ગયો...પ્રેમ બાકી છે
સુષ્મિતાએ સોશિયલ મીડિયા પર રોહમન સાથે એક ફોટો શેર કરીને લખ્યુ, 'અમે દોસ્ત તરીકે શરુઆત કરી, અમે દોસ્ત બની રહ્યા!! સંબંધ બહુ પહેલા ખતમ થઈ ગયો...પ્રેમ બાકી છે!! આ સાથે જ સુષ્મિતા સેને રોહમન શૉલ સાથે પોતાના રોમેન્ટીક સંબંધોની અટકળો સમાપ્ત કરી દીધી અને પુષ્ટિ કરી કે તે અલગ થઈ ચૂક્યા છે.'

બંનેના લગ્નના સમાચારો આવી રહ્યા હતા
સુષ્મિતાએ પહેલા ખુલાસો કર્યો હતો કે તે રોહમન સાથે સોશિયલ મીડિયા દ્વારા મળી હતી, જેણે તેને એક પ્લેટફૉર્મ પર મેસેજ કર્યો હતો. બંને વચ્ચે ઉંમરમાં 15 વર્ષનો તફાવત છે પરંતુ રોહમને આ પહેલા સુષ્મિતાથી આ છૂપાવ્યુ હતુ. આ પહેલા પણ બંનેના લગ્નના સમાચારો આવી રહ્યા હતા. રોહમન સુષ્મિતા અને તેની બંને દીકરીઓ સાથે તેના ઘરમાં જ રહેતો હતો.

રોહમને પોતાના રિલેશન વિશે કહી હતી આ વાત
પોતાના સંબંધ વિશે વાત કરીને રોહમને શેર કર્યુ હતુ કે ભલે તે પરિણીત નથી પરંતુ તે એક પરિવારની જેમ હતા. તેણે મીડિયાને આપેલા ઈન્ટવ્યુમાં કહ્યુ હતુ કે સુષ્મિતા, તેની દીકરીઓ(રેની અને અલીસા) અને હું પહેલેથી જ એક પરિવાર છે. ક્યારેક હું બાળકો માટે એક પિતાની જેમ છુ, ક્યારેક-ક્યારેક, હું તેમનો દોસ્ત છુ અને ક્યારેક-ક્યારેક અમે લડીએ છીએ. અમે એક સામાન્ય પરિવારની જેમ રહીએ છીએ અને અમે આનો આનંદ લઈએ છીએ. ચારેયના ઘણી વાર સાથે સોશિયલ મીડિયા પર મનમોહક ફોટા જોવા મળતા રહેતા હતા પરંતુ બ્રેકઅપ બાદ હવે રોહમન સુષ્મિતાનુ ઘર છોડીને પોતાના કોઈ મિત્રના ઘરે શિફ્ટ થઈ ગયો છે.
મારી સાચી હીલિંગ ત્યારે શરુ થઈ
તમને જણાવી દઈએ કે સુષ્મિતાની આર્યા 2 હાલમાં જ ડિઝની હૉટ સ્ટાર પર રિલીઝ થઈ છે. 1994માં પોતાના મિસ યુનિવર્સના ખિતાબથી લઈને આર્યા 2 સુધી સુષ્મિતા એટલી જ સુંદર લાગે છે. તે છેલ્લા 27 વર્ષથી તેની સુંદરતા જાળવી રહી છે જેનો રાઝ છે તેની એક્સરસાઈઝ. બ્રેકઅપની પુષ્ટિ સાથે જ સુષ્મિતાએ હાલમાં જિમ સેશનનો એક જૂનો ફોટો શેર કરીને લખ્યુ, 'મને તેની યાદ આવે છે. હવે 6 મહિનાથી વધુ સમયથી ટ્રેનિંગ નથી લીધી. પહેલા ઠીક નહોતુ પછી સર્જરી થઈ. સર્જરી બાદ 6 સપ્તાહ સુધી નિશાન જવાની રાહ જોઈ રહી હતી. જે રુટીનમાં હું પ્રેમ કરુ છુ તેમાં છેવટે પાછી આવી ગઈ. 30 ડિસેમ્બર આવી જા, હું ટ્રેનિંગના પહેલ દિવસના વર્કઆઉટ માટે તૈયાર છુ. મારી સાચી હીલિંગ ત્યારે શરુ થશે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
