સુસ્મિતા સેને પોતાના હાર્ટ એટેક વિશે ખોલ્યો મોટો રાઝ, જણાવ્યુ કેવી રીતે થયો તેને બીજો જન્મ
Sushmita Sen On Her Heart Attack: ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન માત્ર એક દમદાર અભિનેત્રી જ નથી પરંતુ તે એક અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતી મહિલા પણ છે. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી પડકારજનક ભૂમિકાઓ ભજવી છે અને પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે.
તાજેતરમાં સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ પર તેના અપડેટેડ બાયોથી લોકોને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં, તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની 'બીજી જન્મ તારીખ'નો ઉલ્લેખ કર્યો હતો. હવે અભિનેત્રીએ એક નવી પોસ્ટમાં બીજા જન્મતારીખની સ્ટોરી જાહેર કરી છે.

સુષ્મિતા સેને તેના બીજા જન્મદિવસ પાછળની કહાની લોકો સમક્ષ જણાવી છે. સન ફાર્મા સાથે મળીને તેના ઇન્સ્ટાગ્રામ ફીડ પર શેર કરેલ એક વીડિયોમાં, અભિનેત્રીએ તેના હાર્ટ એટેક પાછળની વાર્તા કહી. તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેનને શૂટિંગ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો.
સુષ્મિતા સેને કહ્યું- મારું જીવન એક વાર્તા છે અને મેં તેને ભજવી છે અને જીવી છે. થોડા સમય પહેલા મારા જીવનની વાર્તામાં મોટો વળાંક આવ્યો હતો. આ ત્યારે થયું જ્યારે મને ભારે હાર્ટ એટેક આવ્યો. તે મારા જીવનની સૌથી લાંબી 45 મિનિટ હતી. એક ક્ષણ આવી જ્યારે મને લાગ્યું કે મારી વાર્તા પૂરી થઈ ગઈ છે.
આ જ વીડિયોમાં સુષ્મિતા સેને તેનો જીવ બચાવવા માટે તેના ડૉક્ટરોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે 27 ફેબ્રુઆરી, 2023ના રોજ તેને જીવનનો બીજો મોકો ડૉક્ટરોએ જ આપ્યો હતો. સુષ્મિતાએ લખ્યું- મારા ડૉક્ટરોનો આભાર, તેથી જ મારી વાર્તા હજુ પણ ચાલુ છે. તેણે મારા પર હાર ન માની અને મને હાર ન માનવા દીધી.
સુષ્મિતા સેને કહ્યું- ડૉક્ટરોએ મારા જીવનની નવી વાર્તા લખી છે અને મને એક નવી દિશા આપી છે. એ મારો બીજો જન્મદિવસ હતો. હું તે દિવસ અને મારી વાર્તા તમામ ડોકટરોને સમર્પિત કરું છું. મારા ડૉકટરોએ મને જીવનમાં બીજી તક આપી છે અને હું મારા ટૉપ, મિડલ અને બૉટમ ઑફ હાર્ટથી તેમનો આભાર માનું છું.
તમને જણાવી દઈએ કે માર્ચ 2023માં સુષ્મિતા સેનને જયપુરમાં વેબ સિરીઝ આર્યની સીઝન 3ના શૂટિંગ દરમિયાન કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે તેણીએ એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી અને તેના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
