લલિત મોદી સાથે અફેર મામલે સુષ્મિતા સેને હવે તોડ્યુ મૌન, પોસ્ટ શેર કરીને જણાવી હાલત
જો કે, ટ્રોલીંગ વચ્ચે સુષ્મિતા સેને હવે સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ શેર કરી છે જેને જોઈને તેના ફેન્સ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.
મુંબઈઃ પૂર્વ મિસ યુનિવર્સ અને બૉલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હાલમાં તેની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. લલિત મોદી સાથેના સંબંધોને લઈને પણ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા લલિત મોદીએ સુષ્મિતા સાથેના સંબંધો વિશે ટ્વિટ કર્યુ હતુ. ત્યારબાદ ટ્રોલરોએ સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવવાનુ શરૂ કર્યુ અને સુષ્મિતા સેનને ગોલ્ડ ડિગર સુદ્ધા કહી દીધી. જો કે, ટ્રોલીંગ વચ્ચે સુષ્મિતા સેને હવે સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ શેર કરી છે જેને જોઈને તેના ફેન્સ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

સુષ્મિતાએ લોકોને આપ્યો આ જવાબ
તમને જણાવી દઈએ કે અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. લલિત મોદી સાથેના તેના સંબંધોના સમાચાર પર ટ્રોલિંગ અને મૌન તોડવાની વચ્ચે તેણે સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેણે એ કહેવાનો પ્રયાસ કર્યો છે કે તે પોતાના જીવનમાં ખૂબ જ ખુશ છે અને તેને કોઈ વાતની ચિંતા નથી.
શેર કરી હેપ્પી સેલ્ફી
સુષ્મિતા સેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક હસતી સેલ્ફી શેર કરી છે. જેની સાથે તેણે ચાહકોના નામે એક ક્યૂટ પોસ્ટ લખી છે. આ પોસ્ટ દ્વારા તેણે એ ચાહકોને પ્રેમ આપવાનો પ્રયાસ કર્યો છે જેમણે આટલુ બધુ કર્યા પછી પણ પોતાનો સાથ છોડ્યો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી સેલ્ફીમાં સુષ્મિતા સેને બ્લ્યુ ટૉપ પહેર્યુ છે અને તે હસતી જોવા મળી રહી છે. આ ઉપરાંત તેણે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે સનગ્લાસ પહેર્યા છે અને તે કારમાં બેઠી છે.

આ રીતે શેર કર્યા હેપ્પી રિમાઈન્ડર
ઇન્સ્ટાગ્રામ પર તેની સેલ્ફી શેર કરતા સુષ્મિતા સેને કેપ્શનમાં લખ્યુ - #gentlehappyreminder હું તમને બધાને ખૂબ પ્રેમ કરુ છુ. #duggadugga #yourstruly. સુષ્મિતા સેનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

સુષ્મિતા સેને લૂંટાવ્યો પ્રેમ
સુષ્મિતા સેનની પોસ્ટ શેર કરતાની સાથે જ ફેન્સ તેના પર પ્રેમ વરસાવવા લાગ્યા છે. સુષ્મિતા પોતાના ફેન્સનો આ પ્રેમ જોઈને ઘણી ખુશ દેખાઈ રહી છે. સુષ્મિતાની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં તેની પુત્રી રેને લખ્યુ - હું તમને સૌથી વધુ પ્રેમ કરુ છુ, વાત ખતમ થઈ ગઈ. વળી, એક ફેને તેની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યુ - આભાર, તમે મારી પ્રેરણા છો, લવ યુ મેમ. તમને અઢળક પ્રેમ.

સેલેબ્ઝે આપ્યો સુષ્મિતાનો સાથ
તમને જણાવી દઈએ કે જ્યારે લોકોએ સુષ્મિતા સેનને લલિત મોદી સાથેના સંબંધો માટે નિશાન બનાવવાનુ શરૂ કર્યુ ત્યારે ઘણા બૉલિવુડ સેલેબ્સે અભિનેત્રી માટે પોસ્ટ કરીને તેને પ્રોત્સાહન આપ્યુ. આ યાદીમાં પ્રિયંકા ચોપડા, શિલ્પા શેટ્ટી, રણવીર સિંહના નામ શામેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
