સુષ્મિતા સેનના એક્સ. બૉયફ્રેન્ડ રોહમન શૉલનુ દર્દભર્યુ નિવેદન, કહ્યુ - પાર્ટનર પાસે ક્યારેય અપેક્ષા ના રાખો
સુષ્મિતા સેનના એક્સ. બૉયફ્રેન્ડ રોહમને લવ લાઈફ અને રિલેશનશિપ વિશે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને પ્રેમમાં રહેલા લોકોને મોટી સલાહ આપી છે.
મુંબઈઃ મિસ યુનિવર્સ અને બૉલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેન છેલ્લા અમુક સમયથી લોકોમાં ચર્ચાનો વિષય છે. સુષ્મિતા સેનના લલિત મોદી સાથેના સંબંધોના સમાચાર તેને લાઈમલાઈટમાં લઈ આવ્યા હતા. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા લલિત મોદીએ સુષ્મિતા સાથેના તેમના સંબંધો વિશે ટ્વિટ કર્યુ હતુ. જે પછી ટ્રોલર્સે સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવવાનુ શરૂ કર્યુ હતુ અને સુષ્મિતા સેનને ગોલ્ડ ડિગર કહી હતી. સુષ્મિતા સેનને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે. કેટલાક તેને ગોલ્ડ ડીગર કહી રહ્યા છે તો કેટલાક તેના જૂના સંબંધો વિશે વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એક્ટ્રેસના ભાઈથી લઈને એક્સ. બૉયફ્રેન્ડ રોહમન શૉલે પણ પોતાની સ્ટાઈલમાં તેનો બચાવ કર્યો છે. સુષ્મિતા સેનના એક્સ. બૉયફ્રેન્ડ રોહમને લવ લાઈફ અને રિલેશનશિપ વિશે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને પ્રેમમાં રહેલા લોકોને મોટી સલાહ આપી છે.

એક્સ. બૉયફ્રેન્ડે શેર કર્યો વીડિયો
સુષ્મિતા સેનના એક્સ. બૉયફ્રેન્ડ રોહમન શૉલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. રોહમને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. તેણે વીડિયોમાં કહ્યુ છે- યાર, હું રોહમન આસ્કિંગના કેટલાક જવાબો વાંચી રહ્યો હતો. આ બધા પ્રેમમાં આટલા દુઃખી કેમ છે? યાર, તમે તમારા જીવનસાથી પાસેથી ઘણી બધીઅપેક્ષા રાખો છો..કેમ? તમારા પાર્ટનરને પણ ઘણી બધી વસ્તુઓ કરવાની હોય છે. તેનુ પણ પોતાનુ એક જીવન છે.

પાર્ટનર પર ડિપેન્ડ ના રહો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રોહમને આગળ કહ્યુ છે કે યાર, તમારા પાર્ટનર પર આટલુ નિર્ભર ન રહો. પોતાને ખુશ કરવાનુ શીખો. પહેલા તમારી જાતને કમ્પ્લીટ કરો પછી જીવનસાથી શોધો. એવા જીવનસાથીની શોધ ન કરો જે તમને કમ્પ્લીટ કરે કારણ કે તે ક્યારેય નહિ બને, તમે સમજોછોને?

કોઈ આપણને કમ્પ્લીટ નથી કરતુ
રોહમને આગળ કહ્યુ- મને એ ખ્યાલ નથી સમજાતો કે કોઈ આપણને પૂર્ણ કરશે. બીજુ કોઈ નહિ તમને ફક્ત તમે જ પૂર્ણ કરી શકો છો. આ ખૂબ જ સરળ છે. તમારી જાત સાથે આ બધુ કરવાનું બંધ કરો અને અન્ય વ્યક્તિને નુકસાન ન કરો. તમને ખુશ કરવાનો કોન્ટ્રાક્ટ કોઈએ નથી લીધો. બીજી કોઈ વ્યક્તિ તમને ખુશ નહિ કરી શકે... ખુશ રહો. રોહમન શૉલે પોતાનો વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ- તમને તમારા પોતાના સિવાય કોઈ પૂર્ણ નહિ કરી શકે.

ફેન્સને દેખાઈ રોહમનની પીડા
રોહમન શૉલનો આ દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ઘણા લોકો તેના વખાણ કરી રહ્યા છે અને તેને બુદ્ધિશાળી ગણાવી રહ્યા છે. જ્યારે ઘણા લોકો તેની આંખોમાં દુઃખ વાંચી રહ્યા છે. તેના વીડિયો પર કોમેન્ટ કરતા એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે- તો પછી તમારી આંખોમાં આંસુ કેમ છે.. તમે તમારુ દર્દ કેમ છુપાવી રહ્યા છો. તો બીજી તરફ બીજા યુઝરે લખ્યુ છે - તમારી આંખો તમારા હૃદયની સ્થિતિ કહી રહી છે.

રોહમન સાથે હતા સુષ્મિતાને રિલેશન
તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન અને રોહમન શૉલ ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા. રોહમન શૉલ ઉંમરમાં સુષ્મિતા સેન કરતાં નાનો હોવા છતાં બંનેનુ બોન્ડિંગ ઘણુ સારુ હતું. જ્યારે સુષ્મિતા સેન અને લલિત મોદીના સંબંધોના સમાચાર સામે આવ્યા ત્યારે પણ રોહમને કહ્યુ હતુ કે, તેમને ખુશ રહેવા દો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
