સુષ્મિતા સેને બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે કર્યુ બ્રેકઅપ! કપલ વિશે સામે આવી આ વાત
મીડિયા રિપોર્ટસ મુજબ સુષ્મિતા અને રોહમનનુ બ્રેકઅપ થઈ ગયુ છે.
મુંબઈઃ અભિનેત્રી સુષ્મિતા સેન અને મૉડલ રોહમન શૉલ બૉલિવુડના સૌથી મનગમતા કપલ ગણવામાં આવે છે. રોહમન ઘણા સમયથી સુષ્મિતાના ઘરે જ રહે છે. જો કે હવે જાણવા મળ્યુ છે કે બંને વચ્ચે બધુ ઠીક નથી. મીડિયા રિપોર્ટસ મુજબ સુષ્મિતા અને રોહમનનુ બ્રેકઅપ થઈ ગયુ છે. ત્યારબાદ રોહમને સુષ્મિતાનુ ઘર પણ છોડી દીધુ છે અને તે હાલમાં એક દોસ્તના ઘરે રહે છે.

સુષ્મિતા અને રોહમન તરફથી નથી આવ્યુ કોઈ નિવેદન
ઈટાઈમ્સે સુષ્મિતા અને રોહમનના એક નજીકના વ્યક્તિના હવાલાથી માહિતી આપી છે કે સુષ્મિતા સેન અને રોહમન શૉલનુ બ્રેકઅપ થઈ ચૂક્યુ છે અને હવે બંને અલગ-અલગ રહે છે. આ સમાચારને લઈને હજુ સુધી સુષ્મિતા સેન કે રોહમન શૉલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. એવામાં સમાચારમાં કેટલી સચ્ચાઈ છે એ વિશે અમે કોઈ દાવો કરી શકતા નથી. વળી, આ સમાચાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ આની ચર્ચા છે. સુષ્મિતા સેન અને રોહમન શૉલ બંનેના ફેન્સ આ સમાચારને સાંભળીને પરેશાન છે.

ઘણા વર્ષોથી સાથે છે સુષ્મિતા અને રોહમન
હાલમાં વેબ સીરિઝ આર્યાને લઈને છવાયેલી સુષ્મિતા સેન છેલ્લા ઘણા વર્ષોથી રોહમન શૉલ સાથે રિલેશનમાં છે અને ઘણીવાર બંને સાથે જોવા મળતા રહે છે. બંનેની ઉંમરમાં ઘણો મોટો તફાવત છે. રોહમન ઉંમરમાં સુષ્મિતાથી 15 વર્ષ નાનો છે. જો કે, તેની બંનેના સંબંધ પર કોઈ અસર જોવા મળી નથી. જો કે, હવે બંને વચ્ચે અલગાવની વાત સામે આવી રહી છે.

સુષ્મિતાની દીકરીઓ સાથે પણ રોહમના સારા સંબંધો
સુષ્મિતાની બે દીકરીઓ રિની અને અલીશા છે. રોહમનના રિની અને અલીશા સાથે પણ સારા સંબંધો હતા. થોડા સમય પહેલા રોહમનને સુષ્મિતા સાથે લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ હતુ કે અમે એક પરિવાર જ છે. સુષ્મિતાની દીકરીઓ મારા માટે પણ દીકરીઓ છે. કયારેક હું બાળકો માટે પિતાની જેમ હોઉ છુ તો ક્યારેક દોસ્તની જેમ. અમે એક સામાન્ય ફેમિલીની જેમ જ છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
