સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ બૉડિગાર્ડે કર્યો મોટો ખુલાસો, કહ્યુ - આ કારણથી તે ન કરી શકે સુસાઈડ
સુશાંતના પૂર્વ બૉડીગાર્ડે નવીન દલવીએ અમુક એવી વાતો જણાવી છે જેણે આખી તપાસને અલગ દિશા આપી દીધી છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને 2 મહિનાથી વધુનો સમય પસાર થઈ ચૂક્યો છે પરંતુ હજુ પણ આની પાછળનુ કારણ સામે આવ્યુ નથી. મુંબઈ પોલિસ અને ઈડી સતત સુશાંતના નજીકનાઓની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન સુશાંતના પૂર્વ બૉડીગાર્ડે નવીન દલવીએ અમુક એવી વાતો જણાવી છે જેણે આખી તપાસને અલગ દિશા આપી દીધી છે. એક ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીતમાં નવીને ખુલાસો કર્યો છે કે સુશાંત ઘણા ઝિંદાદિલ વ્યક્તિ હતા. નવીનનુ કહેવુ છે કે સુશાંત આત્મહત્યા ન કરી શકે.

એક વાર કહ્યા વિના હૈદરાબાદ જતા રહ્યા હતા સુશાંત
સુશાંતના પૂર્વ બૉડીગાર્ડ નવીન દલવીએ કહ્યુ, 'સુશાંત ઘણા ઝિંદાદિલ વ્યક્તિ હતા, મે બૉડીગાર્ડ તરીકે તેમની સાથે માત્ર 4 મહિના જ કામ કર્યુ છે. તેમણે જણાવ્યુ કે એક વાર સુશાંત કહ્યા વિના જ હૈદરાબાદનો પ્લાન બનાવ્યો, મને લાગ્યુ કે કોઈ ઈવેન્ટ હશે પરંતુ ત્યાં જઈને ખબર પડી કે કોઈ ઝુગ્ગી ઝૂંપડીમાં જઈને કેન્સર પીડિત બાળકોને મળી રહ્યા છે. સુશાંતે એ બાળકોના મેડિકલનો ખર્ચો પણ ઉઠાવ્યો હતો. દલવીએ કહ્યુ કે સુશાંત સેલ્ફ મેઈડ વ્યક્તિ હતા, આત્મહત્યા જેવુ પગલુ તે ન ઉઠાવી શકે.'

ઓલ્ડ એજ હોમમાં સુશાંતે મનાવ્યો હતો જન્મદિવસ
નવીને જણાવ્યુ કે જાન્યુઆરી 2019માં સુશાંતે પોતાનો જન્મદિવસ વૃદ્ધાશ્રમમાં મનાવ્યો હતો. એટલુ જ નહિ ત્યાં હાજર લોકો પણ સુશાંતને મળીને ખૂબ જ ખુશ હતા કારણકે તે સુશાંતની સીરિયલ પવિત્ર રિશ્તાને પસંદ કરતા હતા. તમને જણાવી દઈએ કે સુશાંત સાથે જોડાયેલ દરેક વ્યક્તિ એ વાત માનવા તૈયાર નથી કે તે આત્મહત્યા કરી શકે છે. બધા લોકો કેસની તપાસ સીબીઆઈથી જ કરાવવાની માંગ કરી રહ્યા છે.

બિમાર રહેતા હતા સુશાંત, રિયા કરતી હતી પાર્ટી
બૉડીગાર્ડે રિપલ્બિક ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ કે સુશાંત ઘણીવાર બિમાર રહેતા હતા અને વધુ સમય બેડરૂમમાં સૂતા રહેતા હતા. બૉડીગાર્ડે એ પણ જણાવ્યુ કે સુશાંતની લિવ ઈન પાર્ટનર રિયા ચક્રવર્તી ઘરે પાર્ટી આપતી રહેતી હતી જેમાં સુશાંતના પૈસાનો ઉપયોગ થતો. રિયા પાર્ટીમાં મશગૂલ રહેતી અને સુશાંત બેડરૂમમાં સૂતા રહેતા હતા. સુશાંતને ઘરે આયોજિત થતી પાર્ટીઓમાં રિયા ઉપરાંત તેના પિતા અને ભાઈ પણ ભાગ લેતા. છેલ્લા ઘણા મહિનાઓથી સુશાંતની ફેમિલી તેમના ટચમાં નહોતી, ના ફેમિલીના કોઈ સભ્ય સુશાંતને મળવા માટે આવી શકતા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
