સુશાંત સિંહ ડ્રગ્ઝ કેસમાં NCB આજે દાખલ કરશે 30,000 પેજની ચાર્જશીટ, રિયા સહિત 33ના નામ
સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્ર્ગ્ઝ કનેક્શનની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી) આજે(શુક્રવાર) પોતાની ચાર્જશીટ દાખલ કરશે.
મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્ર્ગ્ઝ કનેક્શનની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી) આજે(શુક્રવાર) પોતાની ચાર્જશીટ દાખલ કરશે. સુશાંતના મોતના લગભગ 9 મહિના બાદ એનસીબી ચાર્જશીટ દાખલ કરી રહી છે. એનસીબી મુંબઈ ઝોલ હેડ સમીર વાનખેડે સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે.

CBI કરી રહી છે સુશાંત સિંહ કેસની તપાસ
ગયા વર્ષે 14 જૂન 2020એ અભિનેતા સુશાંત સિંહ મુંબઈમાં પોતાના ફ્લેટમાં મૃત મળ્યા હતા. તેમના મોત સાથે જોડાયેલ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. તેમના મોત બાદ સામે આવ્યુ હતુ કે સુશાંત કથિત રીતે ડ્રગ્ઝ લેવાના બંધાણી હતા. ત્યારબાદ એનસીબીએ પણ આ કેસમાં પોતાની તપાસ શરૂ કરી દીધી હતી. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ કેસમાં એફઆઈઆર નોંધાવી હતી. એનસીબીએ આ કેસમાં સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક સહિત ઘણા લોકોની ધરપકડ કરી હતી.

રિયા અને શોવિક જામીન પર
રિયા અને શોવિક બંને હાલમાં જામીન પર છે. માહિતી મુજબ એનસીબીની ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક ચક્રવર્તીને મળીને કુલ 33 નામો છે. જેમાં ઘણા ડ્રગ પેડલર્સના નામ છે જે તપાસ દરમિયાન સામે આવ્યા હતા. ડ્રગ્ઝ સાથે જોડાયેલ મામલે એનસીબી અત્યાર સુધીમાં ઘણા મોટા સ્ટાર્સની પૂછપરછ કરી ચૂકી છે. આમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, અર્જૂન રામપાલ, રકુલ પ્રીત સિંહ, કૉમેડિયન ભારતી સિંહ જેવા લોકોની પૂછપરછ થઈ ચૂકી છે.

ઈડી અને સીબીઆઈ પણ કરી રહી છે તપાસ
ગયા વર્ષે જૂનમાં સુશાંતનો મોત બાદ મુંબઈ પોલિસે તપાસ શરૂ કરી હતી અને કહ્યુ હતુ કે આ આત્મહત્યાનો કેસ છે. કેસ બાદમાં મીડિયામાં પણ ઘણો ચર્ચમાં આવ્યો હતો અને તેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. જો કે સીબીઆઈએ પણ અત્યાર સુધીની પોતાની તપાસમાં આને આત્મહત્યા જ ગણાવી છે. વળી, આ કેસમાં ઈડી પણ મની લૉન્ડ્રીંગની તપાસ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
