Pics : પોર્ન નહીં, ફૅમિલી ઇમેજ બનાવવા માંગતાં સન્ની
મુંબઈ, 17 જુલાઈ : મૅનફોર્સ સ્ટ્રૉબેરી કંડોલની એડ દ્વારા ભારતના ઘરે-ઘરે પહોંચનાર સન્ની લિયોન આજકાલ પોતાની ઇમેજ બદલવાના ચક્કરમાં છે. જાણવા મળે છે કે સન્ની લિયોન આજકાલ દરેક તે કામ કરે છે કે જે બૉલીવુડ અભિનેત્રીઓ કરતી હોય છે. તેથી જ તેઓ અંગ પ્રદર્શન પણ કરે છે, તો તે મર્યાદામાં રહીને.
આપને જાણીને આશ્ચર્ય થશે કે સન્નીએ આવનાર ફિલ્મ જૅકપૉટમાં કેટલાંક બોલ્ડ સીન્સ કરવાની ચોખ્ખી ના પાડી દીધી, કારણ કે તેમને લાગતુ હતું કે ફિલ્મમાં તેમના સીન્સ હદ ઓળંગી રહ્યાં છે.
નોંધનીય છે કે જૅકપૉટ ફિલ્મના દિગ્દર્શક કૈઝાદ ગુસ્તાદ છે કે જેમાં બે હીરો સચિન જોશી તેમજ નસીરુદ્દીન શાહ છે. ફિલ્મની ખાસ બાબત એ છે કે ફિલ્મમાં સન્ની લિયોન પોતાના પતિ ડેનિયલ વેબર સાથે પણ નજરે પડશે. કહે છે કે ફિલ્મમાં સન્નીના અનેક શેડ્સ છે કે જે જુદા-જુદા લોકો સાથે જુદા-જુદા સમયે રોમાંસ કરશે. તેથી આ ફિલ્મ બોલ્ડ દૃશ્યનો ડોઝ હશે, પણ બોલ્ડ દૃશ્ય બોલ્ડ જ રહે અને વલ્ગર ન બને, તે અંગે સન્ની લિયોન સાવચેતી વરતી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ હાલ ગોવા ખાતે થઈ રહી છે.
સન્ની લિયોન તાજેતરમાં જ આવેલી શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ કરતાં નજરે પડ્યાં હતાં. આ આયટમ સૉંગ સારું એવું લોકપ્રિય થયુ હતું અને તેમના વખાણ પણ થયા હતાં.

પતિ સાથે ફિલ્મ
સન્ની ટુંકમાં જ કૈઝાદ ગુસ્તાનના નિર્માણ હેઠળ બનનાર ફિલ્મ જૅકપૉટમાં પતિ ડેનિયલ વેબર સાથે નજરે પડશે.

ખુશ છે સન્ની
બૉલીવુડ એન્ટ્રીને પોતાના જીવનનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય ગણનાર સન્નીએ થોડાંક સમય પહેલા જ એક ઈવેંટમાં જણાવ્યું હતું કે તેમને તે દિવસે બહુ ખુશી થશે કે જે દિવસે તેઓ પોતાના પતિ સાથે કોઈ ફિલ્મમાં નજરે પડશે, પરંતુ ત્યારે કદાચ તેમને પણ ખબર નહોતી કે તેમની આ ઇચ્છા બહુ જલ્દી પૂરી થઈ જશે.

રાગિણી એમએમએસ 2માં વ્યસ્ત
સન્ની લિયોન હાલ એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમસ 2 ફિલ્મમાં ખાસા વ્યસ્ત છે. ફિલ્મમાં તેઓ એક બૉલીવુડ અભિનેત્રીનો રોલ કરી રહ્યાં છે.

જૅકપૉટ
જૅકપૉટ નામની આ એક્શન ફિલ્મનું દિગ્દર્શન દેવાંગ ધોળકિયા કરશે. ફિલ્મમાં સન્ની પોતાના પતિ ડેનિયલ વેબર સાથે રૂપેરી પડદે આવશે.

બેસ્ટ છે સન્ની
સન્નીને મૅચ્યોર અભિનેત્રી ગણાવતાં રાગિણી એમએમએસ 2ના દિગ્દર્શક દેવાંગ ધોળકિયાએ જણાવ્યું કે તેમને જેવા કલાકારની જરૂર હતી, તે તમામ ગુણો સન્નીમાં છે.

નિર્માતા-દિગ્દર્શકોની પસંદ
સન્ની અંગે નિર્માતા-દિગ્દર્શકોની રાય છે કે તેઓ બહુ માદક છે. લોકો તેમને સાઇન કરવા આતુર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
