Pics : હવે સાઉથમાં સૌંદર્ય વરસાવશે સન્ની લિયોન
મુંબઈ, 27 મે : પોર્ન સ્ટારમાંથી બૉલીવુડ અભિનેત્રી બનેલા સન્ની લિયોન હવે સાઉથ ઇન્ડિયન સિનેમા એટલે કે ટૉલીવુડમાં પણ પોતાના સૌંદર્યનો વરસાદ કરવા જઈ રહ્યાં છે. તાજેતરમાં જ પોતાનો 33મો જન્મ દિવસ ઉજવનાર સન્ની લિયોન હવે સાઉથની ફિલ્મોમાં પણ એક્ટિવ થઈ ગયાં છે.
બૉલીવુડમાં જિસ્મ 2 સાથે કૅરિયર શરૂ કરનાર સન્ની લિયોને રાગિણી એમએમએસ 2 સુધી તો પોતાની જાતને સ્થાપિત અને સાબિત કરી નાંખી. જિસ્મ 2 બાદ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ અને પછી જૅકપૉટ જેવી ફ્લૉપ ફિલ્મ આપ્યા છતાં સન્ની લિયોને એકતા કપૂર સાથે મળી રાગિણી એમએમએસ 2 જેવી સફળ ફિલ્મ આપી.
હવે સન્ની લિયોન સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દબદબો કાયમ કરવા તરફ વળ્યાં છે. સન્ની સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તામિળ ફિલ્મ વેડેક્યુરીમાં કામ કરી રહ્યાં છે કે જેનું તેલુગુ વર્ઝન કુલ્ફી તરીકે બની રહ્યું છે. સરવન રાજન દિગ્દર્શિત આ ફિલ્મમાં સન્ની લિયોન જય, સ્વાતિ રેડ્ડી, કસ્તૂરી તથા આર જે બાલાજી સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ ચાલુ થઈ ચુક્યું છે.
ચાલો જોઇએ સન્ની લિયોન ઇન સાઉથ તથા અગાઉ ટૉલીવુડમાં કામ કરી ચુકેલી બૉલીવુડ અભિનેત્રીઓ :

સન્ની લિયોન સાઉથમાં
સન્ની લિયોન હવે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઈ ગયાં છે.

કુલ્ફી અને વેડેક્યુરી
સન્ની લિયોન તામિળ ફિલ્મ કુલ્ફી તથા તેના તુલુગ વર્ઝન વેડેક્યુરીમાં કામ કરી રહ્યાં છે.

જય અને સ્વાતિ રેડ્ડી
કુલ્ફી-વેડેક્યુરી ફિલ્મમાં જય અને સ્વાતિ રેડ્ડી લીડ રોલમાં છે.

બિગ બૉસ સાથે શરુઆત
સન્ની લિયોને 2011માં કલર્સના બિગ બૉસ 7 સાથે ભારતીય અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો.

જિસ્મ 2 સાથે બૉલીવુડમાં
ટેલીવિઝન બાદ સન્ની લિયોન મોટા પડદે જિસ્મ 2 ફિલ્મ દ્વારા આવ્યા હતાં.

આયટમ સૉંગ હિટ
સન્ની લિયોને પછી શૂટઆઉટ એટ વડાલામાં એક આયટમ સૉંગ કર્યું હતું કે જે હિટ રહ્યુ હતું.

જૅકપૉટ પહેલી ફિલ્મ
સન્ની લિયોને લીડ અભિનેત્રી તરીકે જૅકપૉટ ફિલ્મ સાથે શરુઆત કરી હતી. જોકે આ ફિલ્મ સુપર ફ્લૉપ સાબિત થઈ હતી.

રાગિણીએ મચાવી ધમાલ
સન્ની લિયોનની કિસ્મત ચમકાવી એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમએસ 2 ફિલ્મે. આ ફિલ્મની સફળતા સાથે જ સન્ની લિયોન સાતમા આસમાને છે.

મસ્તીઝાદે
સન્ની લિયોન હવે એક સેક્સ કૉમેડી ફિલ્મ મસ્તીઝાદેમાં દેખાશે.

ટીના એન્ડ લોલો
સન્ની લિયોનની આગામી ફિલ્મોમાં ટીના એન્ડ લોલોનો પણ સમાવેશ થાય છે.

સાઉથની ઇનિંગ
બૉલીવુડ ઉપરાંત હવે સન્ની લિયોન સાઉથમાં પણ પોતાની ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યાં છે. ચાલો આગળ જોઇએ બૉલીવુડ અભિનેત્રીઓ કે જેમણે અગાઉ સાઉથમાં કામ કર્યું છે.

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા લિંગા ફિલ્મ સાથે ટૉલીવુડમાં એન્ટ્રી મારી રહ્યાં છે કે જેમાં તેમના હીરો રજનીકાંત છે.

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે તાજેતરમાં જ રિલીઝ થયેલી કોચાદઇયાં ફિલ્મમાં રજનીકાંત સાથે દેખાયાં છે.

વિદ્યા બાલન
અડધા મલયાલી વિદ્યા બાલન મલયાલમ ફિલ્મ ઉરુમી ઍલૉંગ ફિલ્મમાં પૃથ્વીરાજ તથા પ્રભુ દેવા સાથે કામ કરી ચુક્યાં છે.

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાયે પણ તામિળ ફિલ્મ ઇરુવર સાથે જ એક્ટિંગ કૅરિયર શરૂ કર્યુ હતું. પછી તેમણે કંડુકોન્ડેન, ઇથિરન અને રોબોટ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું.

કૅટરીના કૈફ
ધ બાર્બી ડૉલ ઑફ બૉલીવુડ કૅટરીના કૈફે પણ તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાએ 2002માં એક્ટિંગ કૅરિયરની શરુઆત તામિળ ફિલ્મ થામિંઝાન સાથે કરી હતી.

બિપાશા બાસુ
બિપાશા બાસુ પણ કેટલીક તેલુગુ તેમજ તામિળ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે.

જુહી ચાવલા
જુહી ચાવલા પણ તામિળ, તેલુગુ, મલયાલમ તથા કન્નડ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે.

પૂજા બત્રા
પૂજા બત્રા મેઘમ ફિલ્મમાં મમુટી સાથે તથા ચંદ્રલેખા ફિલ્મમાં મોહનલાલ સાથે દેખાઈ ચુક્યાં છે.

યામી ગૌતમ
યામી ગૌતમે પણ સિનેમેટિક ડેબ્યુ કન્નડ ફિલ્મ ઉલ્લાસ ઉત્સાહ દ્વારા ગણેશ સાથે કર્યુ હતું. તેમણે મલયાલમ ફિલ્મ હીરોમાં પણ પૃથ્વીરાજ સાથે કામ કર્યુ હતું.

વીણા મલિક
વીણા મલિકે પણ બૉલીવુડ ફિલ્મો ઉપરાંત સાઉથની ફિલ્મો સિલ્ક સગાથા તથા નગ્ન સત્યમમાં કામ કર્યુ છે.












Click it and Unblock the Notifications
