સન્ની અને કંગના કહેશે આઈ લવ ન્યુ ઇયર
મુંબઈ, 27 ફેબ્રુઆરી : સન્ની દેઓલને અત્યાર સુધી આપે એક મજબૂત અને ક્રોધિત એક્ટર તરીકે જોયાં હશે, પરંતુ જો અમે કહીએ કે તેઓ અચાનક લવ-શવ વાળા કૅરેક્ટરમાં નજરે પડનાર છે, તો આપના કેવા પ્રત્યાઘાત હશે? રાધિકા રાવ તથા વિનય સપ્રુના દિગ્દર્શન હેઠળ બનતી આઈ લવ એનવાય એટલે કે આઈ લવ ન્યુ ઇયર ફિલ્મમાં સન્ની દેઓલ અને કંગના રાણાવત એક કપલ તરીકે નજરે પડશે. ફિલ્મમાં સન્નીની જેમ જ કંગના પણ એક જુદા જ રોલમાં દેખાનાર છે.

આઈ લવ એનવાય ફિલ્મ અંગે કંગનાએ જણાવ્યું - આઈ લવ ન્યુ ઇયર ફિલ્મમાં તેમનો રોલ સાવ જુદો છે. ફિલ્મ અંગે હું ખૂબ ઉત્સાહિત છું. સન્ની પણ ફિલ્મમાં જુદા જ રોલમાં દેખાશે.
નોંધનીય છે કે કંગના સાથે પ્રથમ વાર સ્ક્રીન શૅર કરતાં સન્ની દેઓલે ફિલ્મમાં પોતના રોલ અંગે જણાવ્યું કે આ એક રોમાંટિક ફિલ્મ છે. તેમણે જણાવ્યું એક અભિનેતા તરીકે હું બધુ જ કરવા માંગુ છું. મારા પ્રશંસકોએ મને બીજા સ્વરૂપે પણ જોવો છે. બીજી બાજુ કંગનાએ જણાવ્યું કે સન્ની ખૂબ જ સારા કલાકાર છે, તેમાં કોઈ શંકા નથી, પરંતુ અમે લોકો માણસ કરતાં પહેલા એક કલાકાર છીએ. તેથી અમારે મન સીનિયર-જૂનિયરમાં કોઈ ફેર નથી. કલાકાર સામાન્ય માણસની જેમ નથી વિચારતો.
સન્ની દેઓલે જણાવ્યું કે આઈ લવ એનવાય બે અજાણી વ્યક્તિઓની વાર્તા છે કે જેઓ ક્યાંક મળે છે અને તેમની વચ્ચે કંઈક ખોટું થાય છે અને પછી તે જ ખોટી બાબત એક ખૂબ જ સુંદર વસ્તુમાં બદલી જાય છે.












Click it and Unblock the Notifications
