Onling Betting App: EDના રડારમાં આવ્યા સુનીલ શેટ્ટી-સંજય દત્ત, બેંટિંગ એપની સક્સેસ પાર્ટીમાં થયા હતા સામેલ
Online Betting App: સટ્ટાબાજીની ઑનલાઈન એપ મહાદેવ બેંટિંગ એપ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ ચાલી રહી છે. સોમવારે આ મામલામાં મોટી માહિતી સામે આવી છે. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ ભારત અને પાકિસ્તાનમાં અન્ય ઘણી એપ્સ પણ ચલાવતા હતા.
આમાંથી એક એપનું નામ ધ લૉયન બુક એપ હતું, જેને હિતેશ ખુશલાની અને અભિનેતા સાહિલ ખાને પ્રમોટ કર્યું હતું. EDની તપાસમાં સામે આવ્યું છે કે લૉયન બુક એપની સક્સેસ પાર્ટીનું આયોજન ગયા વર્ષે 20 સપ્ટેમ્બરે દુબઈની ફેરમોન્ટ હોટલમાં કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બૉલિવુડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

તેમાં સંજય દત્ત, સુનીલ શેટ્ટી પણ સામેલ છે. આ સિવાય સોફી ચૌધરી, સ્નેહ ઉલ્લાલ, ડેઝી શાહ, જ્યોર્જિયા એડ્રિયાની અને અન્યોએ તેમાં ભાગ લીધો હતો. મહાદેવ બુક એપની સક્સેસ પાર્ટીના બે દિવસ બાદ આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે લૉયન બુક એપ પણ મહાદેવ બુક એપની જેમ જ કામ કરે છે. એજન્ટો અને હવાલા ઑપરેટરો પાસેથી પૈસા મેળવ્યા બાદ બૉલિવુડના ઘણા કલાકારોએ આ એપનો પ્રચાર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, મહાદેવ એપ પ્રમોટર ચંદ્રાકરના લગ્નમાં બૉલિવુડના ઘણા કલાકારો અને ગાયકોએ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીની તપાસમાં આ બાબતોનો ખુલાસો થયો છે. ચંદ્રાકરે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. આ લગ્ન કાર્યક્રમમાં ટાઇગર શ્રોફ, સની લિયોન અને અન્ય કલાકારોએ પણ ભાગ લીધો હતો. લગ્ન સમારોહમાં બૉલિવુડ સિંગર્સ વિશાલ દદલાની અને નેહા કક્કરે પણ હાજરી આપી હતી.
ઈડીએ આ કેસમાં બૉલિવુડ એક્ટર રણબીર કપૂરને પણ સમન્સ પાઠવ્યા હતા. તપાસ એજન્સીએ રણબીરને 6 ઓક્ટોબરે રાયપુર ઑફિસમાં હાજર થવા માટે કહ્યું હતું. જોકે, તેણે આ માટે બે અઠવાડિયાનો સમય માંગ્યો હતો. ચંદ્રાકર અને ઉપ્પલે ઘણી વેબસાઈટ શરૂ કરી હતી અને તેને મહાદેવ બુક એપના નામથી શરૂ કરી હતી.
આ એપ ઑનલાઈન કેસિનો અને બેટિંગ કરે છે. તેની સાથે અન્ય ગેરકાયદે પ્રવૃતિઓ પણ તેના પર થાય છે. અન્ય બે આરોપીઓ, જેઓ છત્તીસગઢના છે, દુબઈમાં છુપાયેલા હોવાનું માનવામાં આવે છે.
ઈડીને મની લૉન્ડરિંગના મજબૂત પુરાવા મળ્યા છે અને અંદાજે 417 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ઇડી અને છત્તીસગઢ પોલીસે ઓગસ્ટ મહિનામાં બંને આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. જે બાદ ભારત આવતા બંનેની ધરપકડ થઈ શકે છે. તાજેતરમાં ચંદ્રાકર અને ઉપ્પલને ઑસ્ટ્રેલિયા આવતા અટકાવવામાં આવ્યા હતા અને તેમને પાછા યુએઈ મોકલવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
