શાહરુખ ખાનના દીકરા અબરામનો જન્મદિવસ, સુહાનાએ ક્યૂટ વીડિયો શેર કરતા વિશ કર્યું
શાહરુખ ખાનના દીકરા અબરામનો જન્મદિવસ, સુહાનાએ ક્યૂટ વીડિયો શેર કરતા વિશ કર્યું
શાહરુખ ખાનનો દીકરો અબરામ આજે પોતાનો આઠમો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર તેની બહેન સુહાના ખાને અબરામ સાથે પોતાનો એક ખાસ ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેમાં બંને વચ્ચે બોન્ડ જોવા મળી રહ્યો છે. પાછલા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ભલે અબરામની તસવીરો ના દેખાતી હોય પરંતુ શાહરુખના ફેન્સથી આજે પણ અબરામને ખુબ પ્રેમ મળે છે તેમાં શંકાને સ્થાન નથી.
સુહાના અને અબરામનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુહાના અને અબરામ સ્વિમિંગ પુલમાં સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. સુહાના ખાને આ વીડિયો શેર કરતા કેપ્શન લખ્યું, "હેપ્પી બ્વૉય..."

જન્મદિવસ
22 મેના રોજ સુહાના ખાને પોતાનો 21મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ અવસર પર તેણીએ કોલેજ ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરી હતી. સુહાના ખાન હાલ ન્યૂયોર્કમાં અભ્યાસ કરીરહી છે. તે ફિલ્મ સ્ટડી પર ન્યૂયોર્ક યૂનિવર્સિટીથી એક કોર્સ કરી રહી છે.

ફેવરિટ સ્ટારકિડ
શાહરુખે અબરામને ક્યારેય મીડિયાથી છુપાવ્યો નથી. જેથી અબરામ હંમેશા ચર્ચામાં રહે છે. આઈપીએલ દરમિયાન આપણે અબરામને કેટલાય અંદાજ જોયા છે.

ફિલ્મોમાં ડેબ્યૂ
સ્ટાર કિડ્સમાં કોઈએ સૌથી વધુ ચર્ચા હાંસલ કરી હોય તો તે છે અબરામ. અબરામ પોતાના પપ્પા સાથે ફરાહ ખાનની બ્લૉકબસ્ટર ફિલ્મ હેપ્પી ન્યૂ યરમાં પણ ઝલક દેખાડી ચૂક્યો છે.

અબરામ
અબરામનો જન્મ 2013માં સરોગસી દ્વારા થયો હતો. શાહરુખ ખાનના ત્રણ બાળકો (આર્યન, સુહાના, અબરામ)માં અબરામ સૌથી નાનો છે.

અમિતાભ બચ્ચન સાથે ક્યૂટ ફોટો
અમિતાભે એક વાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે શાહરુખના નાના દીકરા અબરામને અત્યાર સુધી એવુ્ં જ લાગતું હતું કે તે તેના દાદાજી છે. આ તસવીર 2017ની છે, જ્યારે આરાધ્યા બચ્ચનની બર્થડે પાર્ટીમાં અબરામ પહોંચ્યો હતો.

શાહરુખની કાર્બન કોપી
ફેન્સ અબરામને શાહરુખની કાર્બન કોપી પણ કહે છે. શાહરુખે પણ એવી કેટલીય તસવીરો શેર કરી છે જ્યાં અબરામ કોપી ટુ કોપી તેના પિતા જેવો જ દેખાય છે.
વીડિયો જુઓ
સુહાના ખાને ક્યૂટ વીડિયો શેર કર્યો, અહીં જુઓ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
