સ્ટાઈલિસ્ટ લુકમાં સુહાના ખાન નાના ભાઈ અબરામ સાથે ટાઈમ સ્પેન્ડ કરતી કેમેરામાં કેદ થઈ, જુઓ ફોટો

કિંગ ખાન શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ક્યારેક બોલ્ડ લુક તો ક્યારેક ફેશનને લઈને ચર્ચામાં રહેતી સુહાના હાલમાં જ નાના ભાઈ સાથે જોવા મળી હતી.

સુહાના ખાન બહુ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે અને રોજ હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ સુહાના નાના ભાઈ અબરામ સાથે મુંબઈના એક કેફેમાંથી બહાર નીકળતી જોવા મળી હતી.

suhana khan with abram

અહીં બંને ભાઈ-બહેન વચ્ચેનું શાનદાર બોન્ડિંગ જોવા મળ્યુ હતુ. હવે બન્ને ભાઈ બહેનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

અહીં સુહાના ખાન કેફે બહાર ફ્લોરલ પ્રિન્ટેડ બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. સુહાનાના હાથમાં હેન્ડબેગ હતી અને પોનીટેલ હેરસ્ટાઈલમાં સ્ટાઈલિસ્ટ લાગી રહી હતી. સુહાના ગોલ્ડન ઈયરિંગ્સ અને બ્લેક હીલ્સ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે તેના માથા પર બ્લેક સનગ્લાસ પણ પહેર્યા હતા, જે તેને ખૂબ જ સ્ટાઇલિશ લુક આપી રહ્યા હતા.

બીજી તરફ અબરામ ખાનના લુકની વાત કરીએ તો તે જર્સી સેટમાં જોવા મળ્યો હતો., જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો હતો. સામે આવેલા વીડિયોમાં અબરામ તેની બહેન સુહાનાનો હાથ પકડેલો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, સુહાના બહુ જલ્દી ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝમાં જોવા મળવાની છે. તેની ફિલ્મ આ વર્ષે 7 ડિસેમ્બરે રિલીઝ થશે. સુહાનાની સાથે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા અને ખુશી કપૂર પણ જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં વેદાંગ રૈના, યુવરાજ મેંડા, મિહિર આહુજા અને અદિતિ પણ મહત્વના રોલમાં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X