કાસ્ટિંગ કાઉચ- સુભાષ કપૂરને ધરપકડ બાદ તાત્કાલિક મળ્યાં જામીન

geetika
બૉલીવુડના જાણીતા નિર્દેશક સુભાષ કપૂર પર 14 એપ્રિલના રોજ એક ઉભરતી કલાકાર ગીતિકા ત્યાગીએ છેડતીનો આરોપ લગાવ્યો છે. ગીતિકા ત્યાગીએ એક વીડિયો રજૂ કર્યો હતો જેમાં ગીતિકા ત્યાગી, સુભાષ કપૂર અને સુભાષ કપૂરની પત્ની હાજર છે અને સુભાષ ગીતિકા ત્યાગી પાસે માફી માંગી રહ્યાં છે. ગીતિકા ત્યાગી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ધ્યાનમાં રાખતાં પોલીસે ગઇકાલે 23 જૂનના રોજ સુભાષ કપૂરને ધરપકડ કરી લીધી છે. જો કે સુભાષ કપૂરની ધરપકડ બાદ થોડા સમય બાદ સુભાષ કપૂરને બેલ મળી ગઇ. જ્યારે મીડિયાએ સુભાષ કપૂરને ફોન કરીને આ અંગે જાણવાનો પ્રયત્ન કર્યો તો સુભાષ કપૂરે સીધે-સીધું ના પાડી દિધું કે તેમની ધરપકડ કરવામાં જ આવી નથી. તે તો પોતાનીમાં જ છે.

ગીતિકા ત્યાગીના અનુસાર સુભાષ કપૂરે મિત્ર દાનિશ રજા પણ આ કેસમાં સામેલ છે. ગીતિકા ત્યાગીના કહેવા પર દાનિશની પણ ધરપકડ કરવામાં આવી છે. સુભાષ કપૂરને મુંબઇના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરી લાવવામાં આવ્યા. સુભાષ કપૂર પર 354, 354A, 354B, 501 કલમ લગાવવામાં આવી છે, સાથે જ દાનિશ પર કલમ 501 લગાવવામાં આવી છે. સુભાષ કપૂર અને દાનિશની ધરપકડના સમાચાર મળતાં જ મીડિયાએ સુભાષ કપૂર સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સુભાષ કપૂરે કહ્યું કે એવું કંઇપણ નથી અને ગીતિકા ત્યાગી ખોટું બોલી રહી છે. સુભાષ કપૂરે કહ્યું કે તે તો પોતાના ઓફિસમાં બેઠા છે.

ગીતિકા દ્વારા એપ્રિલ મહિનામાં સુભાષ કપૂર પર લગાવવામાં આવેલા આરોપો અનુસાર સુભાષ કપૂર એક દિવસ તેના ઘરે આવ્યા અને તે ખૂબ નશામાં હતા. સાથે જ તેમની સાથે અયોગ્ય હરકતો કરી. સુભાષ કપૂરની સાથે તેમના સહયોગી દાનિષ પણ હાજર હતા. ગીતિકા ત્યાગીએ તે ઘટના બાદ સુભાષ કપૂરની પત્ની અને સુભાષ કપૂરની સાથે એક મીટિંગ કરી અને તે મીટિંગના છુપાયેલા કેમેરા વડે વીડિયો બનાવ્યો. વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે સુભાષ કપૂર ગીતિકા ત્યાગી પાસે માફી માંગી રહ્યાં છે.

ગીતિકા ત્યાગીએ સુભાષ કપૂરને થપ્પડ મારતાં પણ બતાવવામાં આવ્યા છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ખૂબ બબાલ મચી હતી. કેટલાક લોકોએ ગીતિકાને સપોર્ટ કર્યો તો કેટલાકે કહ્યું કે ગીતિકા ત્યાગી આ બધુ સમાચારોમાં રહેવા માટે કરી રહી છે. કારણ કે આ કેસ બે વર્ષ પહેલાંનો છે. તેમછતાં બે વર્ષ બાદ ગીતિકા ત્યાગીએ બધાની સામે આ વાત કેમ રાખી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X